Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 40:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તે મને વધુ પાસે લઈ ગયા, અને ત્યાં દરવાજા પાસે એક માણસ ઊભો હતો. તે તામ્રવર્ણનો હતો. તેના હાથમાં અળસીરેસામાંથી વણેલી દોરી અને માપવાનો ગજ હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તે મને ત્યાં લાવ્યા, ને જુઓ, ત્યાં [ચળકતા] પિત્તળના જેવો દેખાતો એક માણસ હતો, તેના હાથમાં શણની દોરી તથા માપવાની લાકડી હતી, તે દરવાજામાં ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તે મને ત્યાં લાવ્યા. જુઓ, ત્યાં પિત્તળની જેમ એક ચળકતો માણસ હતો. તેના હાથમાં માપવા માટે શણની દોરી તથા માપદંડ હતાં, તે નગરના દરવાજા આગળ ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તે મને તેમની નજીક લઇ ગયા અને મેં પિત્તળની જેમ ચળકતાં એક માણસને જોયો. તેણે માપવા માટેની દોરી અને માપદંડ હાથમાં પકડેલા હતાં, અને તે દરવાજા આગળ ઊભો હતો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 40:3
14 Iomraidhean Croise  

હું ન્યાયનો માપવાની દોરી તરીકે અને પ્રામાણિક્તાનો ઓળંબા તરીકે ઉપયોગ કરીશ.” તમારા આશ્રય જૂઠને કરાનું તોફાન ઘસડી જશે અને તમારા ઓથા અસત્ય પર પૂરનાં પાણી ફરી વળશે.


પણ તમે નિયમ તથા સાક્ષ્યલેખ તરફ ધ્યાન આપો. એના સંદેશ પ્રમાણે તેઓ ન બોલવાના હોય તો તેનાથી તેમને કંઈ જાણકારી પ્રાપ્ત થશે નહિ.


મેં જોયું તો તેને કમર જેવું દેખાતું હતું. કમરની ઉપરનો ભાગ અગ્નિમાં ધગધગતા તાંબા જેવો દેખાતો હતો અને કમરની નીચેનો આખો ભાગ અગ્નિના જેવો ઝળહળતો હતો. તેની ચારે તરફ ઉજ્જવળ ઝળહળાટ પ્રસરેલો હતો.


તેમના પગ સીધા હતા અને તેમના પગનાં તળિયાં વાછરડાની ખરી જેવાં હતાં અને તે ઓપેલા તાંબાની જેમ ચળક્તાં હતાં.


પછી તે મને મંદિરની વચ્ચેના પવિત્રસ્થાનમાં લાવ્યો અને તેણે તેના પ્રવેશદ્વારની બારસાખોનું માપ લીધું, બંને બાજુએ તેની ઊંડાઈ ત્રણ ત્રણ મીટર હતી.


તેણે માપવાના ગજ વડે પૂર્વની બાજુ માપી તો તેનું માપ બસો પચાસ મીટર થયું.


તે માણસ મારી પાસે ઊભો હતો. ત્યાં મંદિરમાંથી મને કોઈની વાણી સંભળાઈ.


તેણે હાથમાં માપદોરી લીધી અને પૂર્વ તરફ ચાલીને પાંચસો મીટર અંતર માપ્યું. પછી તેણે મને પાણીમાં ચલાવ્યો. તે પાણી ધૂંટણસમાં હતાં.


મેં જાયું તો મને માણસના જેવી એક ઝળહળતી આકૃતિ દેખાઈ. તેની કમરથી નીચેનો અર્ધો ભાગ અગ્નિ જેવો હતો અને કમરથી ઉપરનો ભાગ ઓપેલા તાંબાના જેવો તેજોમય હતો.


પછી મને માપદંડ જેવી લાકડી આપવામાં આવી અને કહેવામાં આવ્યું, “ઊઠ, ઈશ્વરના મંદિરનું તથા વેદીનું માપ લે અને જેઓ મંદિરમાં ભજન કરે છે તેમની ગણતરી કર.


મારી સાથે વાત કરનાર દૂતની પાસે નગર, તેનો દરવાજો અને તેનો કોટ માપવા માટે સોનાનો માપદંડ હતો.


Lean sinn:

Sanasan


Sanasan