હઝકિયેલ 40:21 - પવિત્ર બાઇબલ C.L.21 તેના પ્રવેશમાર્ગની બંને તરફની દરવાનોની ત્રણ ત્રણ ઓરડીઓ, તેમની વચ્ચેની દીવાલો અને મોટો ખંડ એ બધાં પૂર્વના બાહ્ય દરવાજા આગળ હતાં તેવાં જ હતાં. એ દરવાજાના વિસ્તારની કુલ લંબાઈ પચીસ મીટર અને તેની પહોળાઈ સાડાબાર મીટર હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તેની દેવડીઓમાં આ બાજુએ ત્રણ ને પેલી બાજુએ ત્રણ હતી. તેઓ [ની વચ્ચેના] ખાંભો તથા તેની પરસાળ પહેલા દરવાજાના માપ પ્રમાણે હતાં. તેની લંબાઈ પચાસ હાથ ને પહોળાઈ પચીસ હાથ હતી. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તેની ખંડો આ બાજુએ ત્રણ અને બીજી બાજુએ ત્રણ હતા, દરવાજા અને પરસાળનાં માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, લંબાઈ પચાસ હાથ અને પહોળાઈ પચીસ હાથ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ21 આ દરવાજામાં પણ દરેક બાજુએ ત્રણ રક્ષક ઓરડીઓ હતી, આ દરવાજાની રક્ષક ઓરડીઓના, તેમની વચ્ચેની ભીંતના અને પરસાળના માપ પૂર્વ તરફના દરવાજાના માપ પ્રમાણે જ હતાં, દરવાજાની લંબાઇ 50 હાથ હતી, બંને તરફની રક્ષક ઓરડીઓની છત વચ્ચેની પહોળાઇ 25 હાથ હતી. Faic an caibideil |