Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 4:17 - પવિત્ર બાઇબલ C.L.

17 તેમનાં ખોરાક અને પાણી ખૂટી પડશે. તેઓ સૌ ભયભીત થઈને એકબીજા સામે તાકી રહેશે અને પોતાનાં પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 જેથી તેઓને રોટલી તથા પાણીનો કાળ પડે, ને તેઓ ભયભીત થઈને એકબીજા સામે જુએ, ને પોતાના પાપમાં ઝૂરી ઝૂરીને નાશ પામે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 કેમ કે તેઓને ખોરાક તથા પાણીની અછત થશે, પછી તેઓ હતાશ થઈને પોતાના ભાઈઓ સામે જોશે અને તેઓના અન્યાયને કારણે ઝૂરીઝૂરીને તેઓનો નાશ થશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 હું ખોરાક અને પાણીની અછત ઊભી કરીશ, પછી તેઓ હતાશ થઇ જશે અને પોતાના પાપોને કારણે તેઓ કરમાઇ જશે અને વેડફાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 4:17
7 Iomraidhean Croise  

ઘેરાને લીધે નગરમાં ખોરાકની એટલી તીવ્ર તંગી પ્રવર્તતી હતી કે ગધેડાના માથાની કિંમત ચાંદીના એંસી સિક્કા અને કબૂતરની પાંચસો ગ્રામ હગારની કિંમત ચાંદીના પાંચ સિક્કા હતી.


અને ઈશ્વર પ્રભુ તરફથી આ પ્રમાણેનો સંદેશો આપવા કહ્યું: “રાજા આગળ વાંચેલા પુસ્તકમાં લખેલા શાપથી હું યરુશાલેમ અને તેના સર્વ લોકોને શિક્ષા કરીશ.


તમારે માથે પાઘડી અને પગમાં જોડા પહેરેલાં હશે. વળી, તમે શોક કે વિલાપ કરશો નહિ. તમારા પાપે તમે ઝૂરીઝૂરીને મરશો ને એકબીજાની આગળ વિલાપ કરશો.


પ્રભુએ મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને કહે કે તમે લોકો એમ કહો છો કે, ‘અમારાં પાપો અને અપરાધોનો બોજો અમારે શિર છે, તેથી અમે ક્ષીણ થતા જઈએ છીએ, પછી અમે કેવી રીતે જીવતા રહીએ?’


હું તમારો અન્‍નનો પુરવઠો કાપી નાખીશ એટલે દસ સ્ત્રીઓ ફક્ત એક જ તવા પર બધી રોટલીઓ શેકશે. તેઓ તમને નિયત પ્રમાણમાં વજન કરીને રોટલી વહેંચશે અને તે ખાવા છતાં તમે ભૂખ્યા જ રહેશો.


તમારામાંના જે કોઈ થોડાક ત્યાં બચી જશે તેઓ તમારાં પોતાનાં અને તમારાં પૂર્વજોના પાપને લીધે નાશ પામશે.


તેથી બે-ત્રણ નગરના તરસ્યા લોકો નજીકના શહેરમાં પાણી શોધવા ગયા, તો ત્યાં પણ પીવા પૂરતું ય પાણી નહોતું. તો પણ તમે મારી પાસે પાછા આવ્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan