Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 4:14 - પવિત્ર બાઇબલ C.L.

14 પણ મેં કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, મેં મારી જાતને કદી વટલાવી નથી, બચપણથી આજ સુધી મેં કુદરતી રીતે મરેલું કે કોઈ જંગલી પશુએ મારી નાંખેલા પ્રાણીનું માંસ ખાધું નથી, નિષિદ્ધ ઠરાવાયેલ કોઈ ખોરાક મેં કદી મોંમાં નાખ્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 ત્યારે મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવા! જો, હું કદી અશુદ્ધ થયો નથી; કેમ કે મારા નાનપણથી તે અત્યાર સુધી મેં મુડદાલ કે પશુઓએ ફાડી નાખેલા પ્રાણીનું માંસ કદી ખાધું નથી. તેમ જ નાપાક માસ મારા મોંમાં ગયું નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 પણ મેં કહ્યું, “અરેરે, પ્રભુ યહોવાહ, મેં મારા આત્માને અશુદ્ધ કર્યો નથી, મેં બાળપણથી તે આજ સુધી મૃત્યુ પામેલું કે પશુએ મારી નાખેલું પશુ ખાધું નથી, નાપાક માંસ મારા મુખમાં પ્રવેશ્યું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 પણ મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, મેં મારી જાતને કદી અભડાવી નથી. મેં બાળપણથી આજ સુધી કદી કુદરતી રીતે મૃત્યુ પામેલું કે કોઇ જંગલી પશુએ મારી નાંખેલું પ્રાણી ખાધું નથી, મેં કદી નિયમશાસ્ત્ર દ્વારા નિષિદ્ધ ખોરાક મોંમા મૂક્યો નથી.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 4:14
17 Iomraidhean Croise  

તમારાં ઢોર અને તમારાં ઘેટાંના પ્રથમજનિત બચ્ચાંનું મને અર્પણ કરો. પ્રથમજનિત નર સાત દિવસ સુધી પોતાની મા સાથે રહે, પરંતુ આઠમે દિવસે તમે મને તેમનું અર્પણ કરો.


“તમે મારા લોક છો; તેથી તમારે હિંસક પશુઓએ ફાડી ખાધેલા ઢોરનું માંસ ખાવું નહિ; એને કૂતરાંને નાખી દો.


તેઓ કબરોમાં સાધના માટે આસન જમાવે છે અને ગુપ્ત સ્થાનોમાં આખી રાત ધ્યાન ધરે છે. તેઓ ભૂંડનું માંસ ખાય છે અને પારકા દેવોને ચડાવેલ બલિના માંસનો સેરવો પીએ છે.


પ્રભુ કહે છે, “પોતાને પવિત્ર અને શુદ્ધ કરીને પારકા દેવના સરઘસમાં જોડાઈને જેઓ પવિત્ર બગીચાઓમાં જાય છે; જેઓ ભૂંડ, ઊંદર અને અન્ય અશુદ્ધ વસ્તુઓ ખાય છે તેઓ સૌનો એક સાથે અંત આવી લાગ્યો છે. તેમનાં કાર્યો અને કલ્પનાઓ હું જાણું છું.


મેં ઉત્તર આપ્યો, “ઓ પ્રભુ પરમેશ્વર, મને ઉપદેશ કરતાં આવડતું નથી, હું તો હજી કિશોર જ છું.”


ત્યારે મેં કહ્યું, “અરે, પ્રભુ પરમેશ્વર, મારી પાસે એવું કરાવશો નહિ. સૌ કોઇ મારે વિશે આ જ ફરિયાદ કરે છે કે, એ તો હંમેશા ગૂઢ વાણી જ ઉચ્ચારે છે.”


ત્યારે તેમણે મને કહ્યું, “હું તને મનુષ્યવિષ્ટાને બદલે ગાયના છાણ પર રોટલા શેકવાની રજા આપું છું.”


યજ્ઞકારોએ કુદરતી રીતે મરી ગયેલાં તેમજ જંગલી જાનવર દ્વારા મારી નંખાયેલા કોઈ પશુ કે પંખીનું માંસ ખાવું નહિ.”


તેઓ ક્તલ કરતા હતા ત્યારે હું ત્યાં એકલો હતો. મેં ભૂમિ પર શિર ટેકવીને પોકારીને કહ્યું, “હે પ્રભુ પરમેશ્વર, શું તમે યરુશાલેમ ઉપર કોપ વરસાવીને બાકી રહેલા સર્વ ઇઝરાયલીઓનો પણ નાશ કરી નાખશો?”


પણ દાનિયેલે પોતાના મનમાં નિશ્ર્વય કર્યો કે રાજાનું ભોજન કે તેનો દ્રાક્ષાસવ લઈને હું મારી જાતને ભ્રષ્ટ કરીશ નહિ. તેથી તેણે આશ્પનાઝની મદદ માગી.


“જો કોઈ ઇઝરાયલી કે તેઓ મધ્યે વસતો પરદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાય તો તે પોતાનાં વસ્ત્ર ધોઇ નાખે, સ્નાન કરે અને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. પછી તે વિધિગત રીતે શુદ્ધ ગણાય.


કારણ, તે વિધિગત રીતે અશુદ્ધ છે અને જો કોઈ તેમાંથી ખાય તો તેનું અર્પણ હું સ્વીકારીશ નહિ.


યજ્ઞકારે કુદરતી રીતે મૃત્યુ પામેલ કે જંગલી પ્રાણીએ ફાડી ખાધેલ પ્રાણીનું માંસ ખાવું નહિ. તેનાથી તે અશુદ્ધ થશે. હું પ્રભુ છું.


પણ પિતરે કહ્યું, “ના પ્રભુ, એમ નહિ; દૂષિત અને અશુદ્ધ એવું કંઈ મેં કદી ખાધું નથી.”


“કુદરતી રીતે મરી ગયેલા પ્રાણીનું મુડદાલ માંસ તમારે ખાવું નહિ. તમારી વચમાં વસતા પરદેશીને તમે તે ખાવા આપી શકો છો અથવા બીજા પરદેશીઓને તે મુડદાલ વેચી શકો છો પરંતુ તમારે તે ખાવું નહિ; કારણ, તમે તો તમારા ઈશ્વર પ્રભુની પવિત્ર પ્રજા છો. “બકરીના કે ઘેટાના બચ્ચાને તેની માના દૂધમાં તમે બાફશો નહિ.


“પ્રભુએ અશુધ ઠરાવેલી કોઈ ચીજ તમારે ખાવી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan