Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 39:26 - પવિત્ર બાઇબલ C.L.

26 જ્યારે તેઓ ફરીથી પોતાના દેશમાં નિરાંત અને નિર્ભયતામાં વસતા હશે અને તેમને ડરાવનાર કોઈ નહિ હોય, ત્યારે મને બેવફા નીવડીને તેઓ કેવા અપમાનિત થયા હતા તે વાતને વીસરી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તેઓ પોતાની લજ્જા તથા મારી વિરુદ્ધ પોતે કરેલા સર્વ અપરાધ [ની શિક્ષા] ભોગવશે, ત્યાર પછી તેઓ પોતાના દેશમાં નિર્ભયતાથી વસશે, અને કોઈ તેમને બીવડાવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તેઓ શરમથી તથા મારી આગળ કરેલા પોતાના અન્યાયને ભૂલી જશે. તેઓ પોતાના દેશમાં સલામતીથી રહેશે અને તેમનાથી કોઈ ત્રાસ પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 તેઓ પાછા પોતાના વતનમાં શાંતિને સલામતીમાં રહેતા થશે. અને તેઓ કોઇનાથી ડરશે નહિ, ત્યારે મારા પ્રત્યે વિશ્વાસઘાતી થવાની સજા અને શરમ પૂરા થશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 39:26
23 Iomraidhean Croise  

તે જીવ્યો ત્યાં સુધી દાનથી બેરશેબા સુધી સમગ્ર યહૂદિયા અને ઇઝરાયલમાં લોકો સલામતીમાં જીવતા. પ્રત્યેક કુટુંબને પોતાની દ્રાક્ષવાડી અને અંજીરીઓ હતી.


હે અમારા ઈશ્વર પ્રભુ, તમે તમારા લોકને ઉત્તર આપ્યો; જો કે તમે તેમનાં ભૂંડાં કામોની શિક્ષા કરી; છતાં તમે તેમને દર્શાવ્યું કે તમે ક્ષમા આપનાર ઈશ્વર છો!


સિરિયાનાં શહેરો કાયમને માટે છોડી દેવાયેલાં રહેશે. ત્યાં ઘેટાંબકરાંનાં ટોળાં નિરાંતે બેસશે અને કોઈ તેમને બીવડાવનાર હશે નહિ.


કારણ, હું તમારો બચાવ કરવાને તમારી સાથે છું; હું પ્રભુ પોતે એ બોલું છું. જે જે દેશોમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા તે બધાંનું હું નિકંદન કાઢી નાખીશ, પણ હું તમારો વિનાશ કરીશ નહિ; હું તમને ન્યાયના ધોરણે જરૂરી એવી શિક્ષા કરીશ; અને હું તમને શિક્ષા કરવામાંથી બાક્ત રાખીશ નહિ.”


તેમણે મારા પ્રત્યેની નિષ્ઠાનો ત્યાગ કર્યો છે, તેથી હું દેશને ઉજ્જડ બનાવી દઇશ. હું પ્રભુ એ બોલું છું.”


તારે તો તારાં કૃત્યો માટે લજ્જિત થવું જોઈએ. તારી બહેનોનાં પાપની સરખામણીમાં તારાં પાપ એટલાં અધમ છે કે તેઓ નિર્દોષ લાગે. તું તારી બહેનોને પણ બિનગુનેગાર ઠરાવે તેવી છે. તેથી તારે લજવાવું પડશે અને ફજેત થવું પડશે.”


હું તારા સર્વ દુરાચારની તને ક્ષમા આપીશ ત્યારે તને તે બધાં યાદ આવશે અને શરમને કારણે તારું મોં પણ ઉઘાડી શકશે નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


“તેથી હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને આમ કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પૂર્વજોએ મારી સાથે વિશ્વાસઘાત કરીને મને બીજી રીતે પણ અપમાનિત કર્યો છે.


ત્યારે કેવાં ધિક્કારપાત્ર કૃત્યો કરીને તમે પોતાને ભ્રષ્ટ કર્યા હતા તે તમને યાદ આવશે. તમે કરેલાં દુષ્કર્મોને કારણે તમને તમારી જાત પ્રત્યે ઘૃણા પેદા થશે.


લડાઇમાં માર્યા ગયેલાઓની વચ્ચે એલામ પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના સૈનિકોની કબરો છે, એ બધા બેસુન્‍નતીઓ લડાઇમાં માર્યા ગયા હતા. પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, પણ અત્યારે તેઓ અપમાનિત થઇને મૃત્યુલોક શેઓલમાં પડયા છે અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની સ્થિતિ ભોગવે છે.


ઉત્તરના સર્વ સરદારો અને સિદોનીઓ પણ ત્યાં છે. એક સમયે તેઓ પોતાની શક્તિથી ત્રાસ ફેલાવતા હતા. પણ અત્યારે પરપ્રજાના એ બધા લોક અપમાનિત થઇને લડાઇમાં માર્યા ગયેલાઓ સાથે અને પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢયા છે.


હું તેમની સાથે સહીસલામતી બક્ષતો કરાર કરીશ. હું દેશમાંથી બધાં વિકરાળ જંગલી પશુઓને હાંકી કાઢીશ એટલે મારાં ઘેટાં ખુલ્લા ગોચરોમાં નિશ્ર્વિંતતાથી નિવાસ કરશે અને જંગલોમાં સૂશે.


ત્યારે તમને તમારાં અધમ આચરણ અને દુષ્કર્મો યાદ આવશે અને તમે તમારાં પાપો અને અપરાધોને કારણે પોતાને ધિક્કારશો.


ઘણા વર્ષો પછી હું તને આદેશ આપીશ અને તું એવા દેશ પર આક્રમણ કરીશ કે જ્યાં યુદ્ધના સંહારથી બચી ગયેલા અને જુદી જુદી પ્રજાઓમાંથી એકત્ર કરવામાં આવેલા લોકો વસે છે. ઘણાં સમય સુધી ઉજ્જડ અને વસતીહીન રહેલા અને જ્યાં હવે ભિન્‍નભિન્‍ન દેશોમાંથી આવેલા સર્વ લોકો શાંતિ અને સલામતીમાં રહેતા હશે, તે ઇઝરાયલના પહાડો પર તું આક્રમણ કરીશ.


તેઓ યજ્ઞકારો તરીકે મારી હજૂરમાં આવીને મારી સેવા કરી શકશે નહિ, તેઓ મારી કોઈ પવિત્ર વસ્તુઓ પાસે આવી શકશે નહિ કે પરમપવિત્ર સ્થાનમાં પ્રવેશ કરી શકશે નહિ. તેમણે આચરેલાં ધિક્કારપાત્ર કૃત્યોની આ સજા છે.


તમે ભૂતકાળમાં અમારું રક્ષણ કર્યું છે, એટલે હવે યરુશાલેમ પર તમારો ક્રોધ જારી રાખશો નહિ. તે તો તમારું શહેર, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપને લીધે અને અમારા પૂર્વજોની દુષ્ટતાને લીધે આસપાસના દેશોના લોકો યરુશાલેમ તથા તમારા લોકો તરફ તિરસ્કારપૂર્વક જુએ છે.


પ્રત્યેક જણ પોતાની દ્રાક્ષવાડીમાં અને અંજીરવૃક્ષો વચ્ચે શાંતિમાં જીવશે, અને તેમને કોઈ ડરાવશે નહિ. એ તો સર્વસમર્થ પ્રભુના મુખની વાણી છે.


Lean sinn:

Sanasan


Sanasan