Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 39:25 - પવિત્ર બાઇબલ C.L.

25 પણ પ્રભુ પરમેશ્વર કહે છે કે, “હવે હું યાકોબના વંશજો એટલે કે ઇઝરાયલના લોકો પ્રત્યે દયા દર્શાવીશ અને તેમની દુર્દશા પલટી નાખીને તેમને પુન: આબાદ બનાવીશ. હું મારા પવિત્ર નામનું સન્માન જાળવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હવે હું યાકૂબની ગુલામગીની હાલત ફેરવી નાખીશ, ને ઇઝરાયલની આખી પ્રજા પર કૃપા કરીશ; અને હું પોતાના પવિત્ર નામ વિષે આવેશી રહીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 માટે પ્રભુ યહોવાહ આમ કહે છે: હું યાકૂબની હાલત ફેરવી નાખીશ, ઇઝરાયલી લોકો પર કરુણા કરીશ, હું મારા પવિત્ર નામ વિષે આવેશી થઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 “પણ હવે, હું યાકૂબના વંશજો ઇસ્રાએલીઓ પર દયા કરી તેમનો ભાગ્યપલટો કરીશ. બંદીવાસનો અંત લાવીશ, અને તેઓની આબાદી પાછી આપીશ; કારણ કે હું મારા પવિત્ર નામની પ્રતિષ્ઠા વિષે જાગૃત છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 39:25
31 Iomraidhean Croise  

હે પ્રભુ, તમે તમારા દેશ પર પ્રસન્‍ન થયા હતા; તમે યાકોબના વંશજોને પુન: આબાદ બનાવ્યા હતા.


તમે મૂર્તિઓને નમન કરશો નહિ અથવા તેમની ઉપાસના કરશો નહિ; કારણ, હું યાહવે તમારો ઈશ્વર મારા પ્રત્યે અનન્ય નિષ્ઠા માગનાર છું. તેથી તો માતાપિતાના પાપને લીધે તેમને અને તેમની ત્રીજી કે ચોથી પેઢી સુધી મારો તિરસ્કાર કરનાર સૌને સજા કરું છું;


પ્રભુ ફરીથી યાકોબના વંશજો પર દયા કરશે; હા, તે ઇઝરાયલને પોતાના લોક તરીકે ફરીથી પસંદ કરશે. તે તેમને ફરીથી પોતાના વતનમાં વસાવશે. પરદેશીઓ પણ ત્યાં આવીને યાકોબના વંશજોની સાથે સાથે રહેશે.


દેશવટો પામેલા ઇઝરાયલીઓને પાછા એકઠા કરનાર પ્રભુ પરમેશ્વર કહે છે, “જેમને મેં એકત્ર કર્યા છે તે ઉપરાંત હું બીજાઓને પણ એકઠા કરીશ.”


જે દેશોમાં મેં મારા લોકને હાંકી કાઢયા હતા ત્યાંથી બાકી રહેલાઓને હું વતનમાં પાછા લાવીશ; અને ત્યાં તેઓ સફળ થશે અને વૃદ્ધિ પામશે.


હું પ્રભુ પોતે કહું છું કે હું તમને જરૂર મળીશ; હું તમારી પરિસ્થિતિ પલટી નાખીશ, અને જે જે દેશો અને પ્રજાઓમાં મેં તમને વેરવિખેર કરી નાખ્યા હતા તે બધામાંથી હું તમને એકત્ર કરીશ, અને જે જે સ્થળેથી મેં તમને દેશનિકાલ કર્યા હતા તે જ સ્થળે હું તમને પાછા લાવીશ. હું પ્રભુ આ બોલું છું.”


તે સમયે ઇઝરાયલના લોકો યહૂદિયાના લોકો સાથે જોડાઈ જશે અને બન્‍ને એકત્ર થઈને ઉત્તર દેશમાંથી નીકળીને તેમના પૂર્વજોને કાયમના વારસા તરીકે આપેલા વચનના દેશમાં તેઓ પાછા આવશે.


પ્રભુ કહે છે, “મારા સેવક યાકોબના વંશજો, બીશો નહિ; હે ઇઝરાયલના લોકો, ભયભીત થશો નહિ; કારણ, દૂર દેશમાંથી હું તમને છોડાવીશ, અને તમારા વારસોને હું દેશનિકાલની ધરતી પરથી પાછા લાવીશ. યાકોબના વારસો પાછા આવીને શાંતિ અને સલામતીમાં જીવશે અને કોઈ તેમને ડરાવશે નહિ.


પ્રભુ કહે છે, “હું યાકોબના વંશજોના તંબૂઓને પુન: ઊભા કરીશ, અને તેમના દરેક ઘરકુટુંબ પર દયા દર્શાવીશ. યરુશાલેમ તેના જૂના ટીંબા પર ફરીથી બંધાશે, અને તેના રાજમહેલને તેના મૂળ સ્થાને પુન: સ્થાપિત કરવામાં આવશે.


કારણ કે હું પ્રભુ પોતે કહું છું કે એવો સમય આવશે કે જ્યારે હું ઇઝરાયલ અને યહૂદિયાના મારા લોકની પરિસ્થિતિ પલટી નાખીશ અને તેમના પૂર્વજોને મેં જે દેશ આપ્યો હતો ત્યાં હું તેમને પાછા લાવીને ફરીથી વસાવીશ. હું પ્રભુ પોતે આ બોલું છું.”


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે હું ઇઝરાયલના સર્વ કુળોનો ઈશ્વર થઈશ અને તેઓ મારા લોક થશે.


ત્યારે મેં તેમને દૂરથી દર્શન દીધું હતું. હે ઇઝરાયલના લોકો, મેં સાચે જ તમારા પર અગાધ મમતા રાખી છે અને અવિચળ પ્રેમથી તમને મારી તરફ આકર્ષ્યા છે;


મારા ક્રોધમાં અને મહાકોપમાં મેં તમને અન્ય દેશોમાં વેરવિખેર કરી નાખ્યા હતા; પણ હવે હું તેમને ત્યાંથી એકત્ર કરીને આ સ્થળે પાછા લાવીશ અને તેમને સલામતીમાં વસાવીશ.


તો જ હું યાકોબના વંશજોનો અને મારા સેવક દાવિદના વંશજોનો ત્યાગ કરીશ અને અબ્રાહામ, ઇસ્હાક અને યાકોબના વંશજો માટે દાવિદના વંશમાંથી ઉત્તરાધિકારી પસંદ નહિ કરું. ના, ના, હું તો મારા લોક પર દયા રાખીશ અને તેમને ફરીથી આબાદ કરીશ.


યહૂદિયા અને યરુશાલેમને હું સમૃદ્ધ કરીશ અને તેમને પહેલાંના જેવાં ફરી બાંધીશ.


હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: ઇઝરાયલ દેશમાં ઇઝરાયલી કોમના સર્વ લોકો, ઇઝરાયલના ઊંચા પર્વત, એટલે, મારા પવિત્ર પર્વત પર મારી આરાધના કરશે. ત્યાં હું તમારા પર પ્રસન્‍ન થઇશ અને તમારી પાસે સર્વ પ્રકારનાં બલિદાનો, તમારાં સર્વોત્તમ અર્પણો અને તમારી પવિત્ર ભેટો માગીશ.


હું તેમને પરદેશોમાંથી અને અન્ય જાતિઓમાંથી કાઢી લાવીને એકત્ર કરીશ અને તેમને પોતાના દેશમાં પાછાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર અને ઝરણાંઓ પાસે દોરી જઇશ અને તેમને આનંદદાયક ગોચરોમાં ચરાવીશ.


હું તમારા પર વસતી વધારીશ એટલે કે સમગ્ર ઇઝરાયલી વંશની વૃદ્ધિ થશે. નગરો ફરીથી વસતીવાળાં થશે અને ખંડેરોનું પુન:નિર્માણ થશે.


ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’


હું મારા ઇઝરાયલી લોકોને મારું પવિત્ર નામ જણાવીશ, અને હું ફરી કદી મારા પવિત્ર નામને કલંક લાગવા દઈશ નહિ. ત્યારે બધી પ્રજાઓ જાણશે કે હું પ્રભુ, ઇઝરાયલનો પવિત્ર ઈશ્વર છું.”


યહૂદિયાના અને ઇઝરાયલના લોકો ફરીથી એક થશે. તેઓ પોતાને માટે એક જ આગેવાન પસંદ કરશે અને તેઓ ફરીથી તેમની ભૂમિ પર સ્થાપિત થશે અને સમૃદ્ધિ મેળવશે. સાચે જ યિઝ્રએલનો દિવસ મહાન દિવસ થશે!


પછી પ્રભુએ પોતાના દેશ પ્રત્યે દરકાર દાખવી; પોતાના લોકો પર દયા દર્શાવી.


હું મારા ઇઝરાયલી લોકને તેમના વતનમાં પાછા લાવીશ. તેઓ પોતાનાં ખંડિયેર બની ગયેલાં શહેરો ફરીથી બાંધશે અને તેમાં વસશે. તેઓ દ્રાક્ષવાડીઓ રોપશે અને તેનો દ્રાક્ષાસવ પીશે; તેઓ વાડીઓ રોપશે અને તેનાં ફળ ખાશે.


પ્રભુ પ્રતિસ્પર્ધીઓને સાંખી લેતા નથી. તે તેમના વિરોધીઓને સજા કરે છે અને તેમના રોષમાં તે તેમને બદલો વાળી આપે છે.


અને સર્વસમર્થ પ્રભુએ કહ્યું હતું તે જણાવવા દૂતે મને કહ્યું: “યરુશાલેમ, મારા પવિત્ર નગર માટે મારા દિલમાં ઊંડો પ્રેમ અને ચિંતા છે,


“યરુશાલેમના લોકો પરનો મારો અત્યંત પ્રેમ, જે પ્રેમે મને તેના શત્રુઓ પર કોપાયમાન બનાવ્યો છે તેને લીધે હું તેને મદદ કરવા ઝંખું છું.


Lean sinn:

Sanasan


Sanasan