Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 39:23 - પવિત્ર બાઇબલ C.L.

23 વળી, બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલીઓએ મારી વિરુદ્ધ પાપ કર્યાં હતાં માટે તેઓ દેશનિકાલ થયા હતા. તેઓ મને બેવફા નીવડયા તેથી હું તેમનાથી વિમુખ થયો હતો અને મેં તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા અને તેઓ તલવારથી માર્યા ગયા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 વળી બધીપ્રજાઓ જાણશે કે ઇઝરાયલ લોકો તેના દુરાચારને લીધે બંદીવાસમાં ગયા; તેઓએ મારો અપરાધ કર્યો, ને મેં પોતાનું મુખ તેઓથી અવળું ફેરવ્યું. તેથી મેં તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપ્યા, ને તેઓ સર્વ તરવારથી માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 બધી પ્રજાઓ જાણશે કે ઇઝરાયલી લોકો જેઓએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે તેઓ તેઓના અન્યાયને લીધે બંદીવાસમાં જશે, તેથી હું મારું મુખ તેઓનાથી અવળું ફેરવીશ અને તેઓને તેમના શત્રુઓના હાથમાં સોંપી દઈશ જેથી તેઓ બધા તલવારથી માર્યા જાય.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 બધી પ્રજાઓ જાણશે કે ઇસ્રાએલીઓએ પાપ કર્યા હતા, તેઓ મને વિશ્વાસઘાતી નીવડ્યા હતા. માટે તેમને દેશવટે જવું પડ્યું હતું. એથી મેં તેમનાથી વિમુખ થઇને તેમને તેમના શત્રુઓના હાથમાં સોંપી દીધા હતા, અને તેઓ બધા જ તરવારનો ભોગ બન્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 39:23
27 Iomraidhean Croise  

અમારા પૂર્વજોના સમયથી આજ સુધી અમે ભયંકર પાપ કર્યાં છે. અમારાં પાપને લીધે અમારા રાજાઓ અને યજ્ઞકારો પરદેશી રાજાઓની સત્તાને તાબે થઈ ગયા છે. અમારી ક્તલ કરવામાં આવી છે, અમને લૂંટી લેવામાં આવ્યા છે. અમને કેદી તરીકે લઈ જવામાં આવ્યા છે અને અમારી આબરૂ લૂંટાઈ છે. આજે પણ અમારી એ જ દશા છે.


હે પ્રભુ, તમે કેમ ખૂબ દૂર રહો છો? સંકટને સમયે તમે કેમ સંતાઈ જાઓ છો?


તેથી ઈશ્વરે વિધર્મી પ્રજાઓને તેમના પર વિજય પામવા દીધો અને તેમના વૈરીઓએ તેમના પર શાસન કર્યું.


હે પ્રભુ, તમે મને તમારી કૃપાથી પર્વતો જેવો વધારે અડગ બનાવ્યો; પણ તમે મારાથી વિમુખ થયા કે હું નાસીપાસ થઈ ગયો.


“જ્યારે તમે પ્રાર્થનામાં તમારા હાથ પ્રસારો ત્યારે હું તમારા તરફથી મારી દષ્ટિ ફેરવી લઈશ. તમે ગમે તેટલી પ્રાર્થના કરશો છતાં હું તમારું સાંભળીશ નહિ; કારણ, તમારા હાથ ખૂનથી ખરડાયેલા છે.


કોણે યાકોબને લૂંટરૂપ કર્યો? કોણે ઇઝરાયલીઓને લૂંટારાઓના હાથમાં સોંપી દીધા? એવું કરનાર તો પ્રભુ છે. આપણે તેમની વિરુદ્ધ પાપ કર્યું છે અને તેમના માર્ગોમાં ચાલ્યા નથી. આપણે તેમના નિયમોને આધીન થયા નથી.


પણ તમારા અપરાધોએ તમારી અને તમારા ઈશ્વરની વચમાં આડશ ઊભી કરી છે, અને તમારાં પાપને લીધે પ્રભુએ પોતાનું મુખ તમારા પરથી ફેરવી લીધું છે, અને તેથી તે સાંભળતા નથી.


છતાં કોઈ તમારે નામે વિનંતી કરતો નથી કે તમને ગ્રહણ કરવા જાગ્રત થતો નથી. તમે અમારાથી તમારું મુખ સંતાડયું છે અને અમને અમારા પાપાચારની પકડમાં છોડી દીધા છે.


પ્રભુ યાકોબના વંશજોથી વિમુખ થઈ ગયા છે, પણ હું તેમનામાં જ મારી આશા રાખીશ અને તેમના પર જ ભરોસો મૂકીશ.


ખાલદીઓ અંદર પ્રવેશીને ભારે યુદ્ધ મચાવશે અને મારા કોપમાં સંહાર કરેલા માણસોના મૃતદેહોથી તેઓ એ ખંડેરોને ભરી દેશે. આ નગરના લોકોનાં દુષ્કૃત્યોને લીધે મેં મારું મુખ તેનાથી ફેરવી લીધું છે;


તમારાં દુષ્ટ આચરણ અને ભ્રષ્ટ કાર્યો પ્રભુ સહી શક્યા નહિ, તેથી તો તમારો દેશ ખંડેર, શાપિત અને નિર્જન બન્યો છે અને આજ સુધી તેમ જ છે.


યરુશાલેમે અઘોર પાપ કર્યું. એનાથી એ નગરી મલિન બની છે. તેનું સન્માન કરનારા હવે તેને વખોડે છે, કારણ, તેમણે તેની નગ્નતા જોઈ છે. તે નિસાસા નાખે છે અને શરમથી પોતાનું મોં છુપાવે છે.


“તેથી હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને આમ કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પૂર્વજોએ મારી સાથે વિશ્વાસઘાત કરીને મને બીજી રીતે પણ અપમાનિત કર્યો છે.


તમારી આસપાસની બાકી રહેલી પ્રજાઓ જાણશે કે મેં, પ્રભુએ, ખંડેર બનેલાં નગરોને ફરી બાંધ્યાં છે અને વેરાન બનેલી ભૂમિમાં ફરી વાવેતર કર્યું છે. મેં, પ્રભુએ, તે કરવાનું વચન આપ્યું છે અને હવે હું એ પાળીશ.”


હું ઇઝરાયલના લોકો પર મારો આત્મા રેડીશ અને તેમનાથી કદી વિમુખ થઈશ નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”


વળી, હું તેમનાથી પણ વિમુખ થઈ જઈશ અને શત્રુઓને મારું પવિત્ર મંદિર ભ્રષ્ટ કરવા દઈશ. લૂંટારાઓ તેમાં પ્રવેશ કરીને તેને ભ્રષ્ટ કરશે.


તમે મારી સાથેનો કરાર તોડયો હોવાથી હું તમારા પર યુદ્ધ મોકલીશ. જો તમે નગરોમાં સલામતીને માટે ભરાઈ જશો તો હું તમારા પર રોગચાળો મોકલીશ અને તમારે દુશ્મનને શરણે જવું પડશે.


તેમણે કહ્યું, ‘હું વિમુખ થઈને તેમની ઉપેક્ષા કરીશ, અને પછી જોઈશ કે તેમના કેવા હાલ થાય છે.’ કારણ, તેઓ તો હઠીલી પેઢી અને દગાખોર સંતાન છે.


જો તેમના ખડક સમા ઈશ્વરે તેમને તજી દીધા ન હોત, અને તેમના પ્રભુએ તેમને શત્રુઓને હવાલે કર્યા ન હોત, તો શું શત્રુના એકે તેમના હજારને નસાડયા હોત? અથવા બે માણસે તેમના દશ હજારને હરાવ્યા હોત?


તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો; જેથી લૂંટફાટ કરનારા તેમના પર હુમલો કરી તેમને લૂંટી જાય તેમ પ્રભુએ કર્યું. તેમણે તેમની આસપાસ તેમના શત્રુઓને તેમના પર પ્રબળ કર્યા અને ઇઝરાયલીઓ પોતાનું રક્ષણ કરી શક્યા નહિ.


તેથી ઇઝરાયલ પર પ્રભુનો ક્રોધ ભભૂકી ઊઠયો અને તેમણે તેમને મેસોપોટેમિયાના રાજા કૂશાન-રિશઆથાઈમને સ્વાધીન કરી દીધા, અને તેઓ આઠ વર્ષ સુધી તેના તાબામાં રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan