Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 39:21 - પવિત્ર બાઇબલ C.L.

21 પ્રભુએ કહ્યું: “હું સર્વ દેશો સમક્ષ મારું ગૌરવ પ્રગટ કરીશ, અને સર્વ દેશો મેં કરેલી ન્યાયપૂર્ણ સજા અને મેં વાપરેલું બાહુબળ જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હું મારું ગૌરવ સર્વ પ્રજાઓમા સ્થાપીશ, ને સર્વ પ્રજાઓ મેં જે ન્યાય કરીને શિક્ષા કરી છે તે તથા તેમના પર મેં હાથ નાખેલો છે તે જોશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 ‘હું પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. સર્વ પ્રજાઓ કે જેઓનો ન્યાય કરીને મેં તેઓને શિક્ષા કરી છે તે તથા તેઓના પર મેં હાથ નાખેલો છે તે જોશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 દેવ કહે છે, “આ રીતે હું બીજી પ્રજાઓ મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. ગોગને થયેલી શિક્ષા સર્વ લોકો જોશે અને તેઓ જાણશે કે મેં તે કર્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 39:21
18 Iomraidhean Croise  

કારણ, રાતદિવસ તમારી ભારે શિક્ષાનો હાથ મારા પર હતો. ઉનાળાની ગરમીમાં ભેજ સુકાઈ જાય તેમ મારું બળ સુકાઈ ગયું. (સેલાહ)


રાષ્ટ્રોને શિક્ષા કરનાર ઈશ્વર, તથા માનવજાતને જ્ઞાન શીખવનાર પ્રભુ, શું દુષ્ટોને સજા નહિ કરે?


હું તેનું હૃદય હઠીલું કરીશ, એટલે તે તમારી પાછળ પડશે; અને ફેરો તથા તેના સૈન્ય ઉપર વિજય મેળવીને હું મારો મહિમા વધારીશ. ત્યારે ઇજિપ્તીઓ જાણશે કે હું પ્રભુ છું.” ઇઝરાયલીઓએ તે પ્રમાણે કર્યું.


છતાં ફેરો તમારું સાંભળશે નહિ; પછી હું મારો હાથ ઇજિપ્ત પર લંબાવીને તેને આકરી સજા કરીશ અને મારાં સૈન્યોને, એટલે ઇઝરાયલનાં કુળોને હું ઇજિપ્તમાંથી બહાર કાઢી લાવીશ.


આમ, માણસો અને ઢોરઢાંકને જૂઓનો ત્રાસ થયો. ત્યારે જાદુગરોએ ફેરોને કહ્યું, “આ તો ઈશ્વરનું કામ છે.” તો પણ પ્રભુએ કહ્યું હતું તેમ ફેરોનું હૃદય હઠીલું થયું અને તેણે તેમનું માન્યું નહિ.


પણ હું તને મારું સામર્થ્ય બતાવી આપું અને એ દ્વારા આખી પૃથ્વી પર મારું નામ પ્રગટ થાય એ માટે મેં તને જીવતો રાખ્યો છે.


તમારા દુશ્મનોને સજા કરવાને તમે તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ તે જાણતા નથી. તમારા લોક પ્રત્યેનો તમારો અદમ્ય પ્રેમ જોઈને તેઓ શરમાઈ જાઓ અને તમારા શત્રુઓ માટે અનામત રાખેલો અગ્નિ તેમને ભરખી જાઓ.


તો હે અમારા પ્રભુ, અમને આશ્શૂરીઓના હાથમાંથી બચાવો, જેથી દુનિયાની બધી પ્રજાઓ જાણે કે તમે પ્રભુ જ એકમાત્ર ઈશ્વર છો.”


અન્ય પ્રજાઓમાં તમે જેને કલંક લગાડયું છે એવું મારું મહાન નામ ખરેખર પવિત્ર છે એવું હું બતાવી આપીશ અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ પરમેશ્વર છું. હું તમારા માયમ દ્વારા પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતા સિધ કરી બતાવીશ.


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


દેશના સર્વ નિવાસીઓ તેમને દફનાવવામાં સહાય કરશે, અને તેથી મારા વિજયના દિવસે તેમનું સન્માન કરાશે. હું પ્રભુ પરમેશ્વર પોતે એ કહું છું.


મારા લોકની સ્ત્રીઓને તેમના રમણીય ઘરોમાંથી કાઢી મૂકો છો અને તેમનાં બાળકોને મારી આશિષથી હમેશાં વંચિત રાખો છો.


પૃથ્વીના એક છેડાથી બીજા સુધીના લોકો મારું સન્માન કરે છે. સર્વ જગ્યાએ તેઓ મારી આગળ ધૂપ બાળે છે અને સ્વીકાર્ય અર્પણો ચઢાવે છે.


ઇઝરાયલના લોકો પોતાની નજરે એ જોશે અને કહેશે, “ઇઝરાયલ દેશ બહાર પ્રભુ પરાક્રમ દાખવે છે!”


તેથી તેમણે ફરીથી પલિસ્તીઓના રાજવીઓને બોલાવડાવીને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વરની કરારપેટી તેના સ્થાને પાછી મોકલી આપો. જેથી તે અમને અને અમારા કુટુંબોને મારી નાખે નહિ.” ઈશ્વર તેમને સખત શિક્ષા કરી રહ્યા હોવાથી આખા શહેર પર આફત ઊતરી હતી.


એ જોઈને આશ્દોદના લોકોએ કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર આપણને અને આપણા દેવ દાગોનને શિક્ષા કરે છે. આપણે હવે આ કરારપેટીને અહીં વધુ સમય રાખી શકીએ નહિ.”


પછી તે ક્યાં જાય છે તેનું ધ્યાન રાખો. જો તે પોતાના દેશની સરહદના બેથ શેમેશ નગર તરફ જાય તો માનવું કે આપણા પર આ ભયંકર આફત મોકલનાર ઇઝરાયલીઓના ઈશ્વર જ છે, પણ જો તેમ ન થાય, તો પછી આપણને ખબર પડશે કે આ પ્લેગનો રોગ તેમણે મોકલ્યો નથી, પણ માત્ર આકસ્મિક ઘટના છે.”


Lean sinn:

Sanasan


Sanasan