Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 39:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેઓ બળતણનાં લાકડાં વીણવા સીમમાં જશે નહિ, કે લાકડાં માટે વનનાં વૃક્ષો કાપશે નહિ. તેઓ તો શત્રુઓએ ફેંકી દીધેલાં યુદ્ધશસ્ત્રો જ બાળશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂંટશે અને તેમની ધનસંપત્તિ પડાવી જનારની ધનસંપત્તિ તેઓ પડાવી લેશે.” આ તો પ્રભુ પરમેશ્વર પોતે કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેથી તેઓ સીમમાંથી કંઈ લાકડાં વીણી લાવશે નહિ, ને વનમાંથી કંઈ પણ કાપી લાવશે નહિ; કેમ કે તેઓ યુદ્દશસ્ત્રો બાળશે. તેમને પાયમાલ કરનારાઓને તેઓ પાયમાલ કરશે, ને તેમને લૂંટી લેનારારોને તેઓ લૂંટી લેશે, એમ પ્રભુ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેઓ વનમાંથી લાકડાં ભેગાં કરશે નહિ અને જંગલમાંથી કાપી લાવશે નહિ, તેઓ હથિયારો બાળશે; તેઓને લૂંટનારાઓને તેઓ લૂટશે અને પાયમાલ કરનારાઓને પાયમાલ કરશે. આમ પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 સાત વર્ષ સુધી તેઓને બળતણ માટે બીજું કશું વાપરવું પડશે નહિ, માણસોને લાકડાં વીણવા વગડામાં જવું પડશે નહિ કે લાકડા કાપવા જંગલમાં નહિ જાય, પણ હથિયારથી જ તાપણાં સળગતા રાખશે. તેમને લૂંટનારાઓને તેઓ લૂટશે અને તેમનું પડાવી લેનારનું તેઓ પડાવી લેશે.” આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 39:10
13 Iomraidhean Croise  

પ્રભુએ ઈજિપ્તીઓની દૃષ્ટિમાં એ લોકો પ્રત્યે આદરભાવ પેદા કર્યો. તેથી તેમણે જે કંઈ માગ્યું તે ઇજિપ્તીઓએ તેમને આપ્યું. આ રીતે ઇઝરાયલીઓએ ઇજિપ્તીઓની સઘળી સંપત્તિ લઈ લીધી.


પ્રત્યેક ઇઝરાયલી સ્ત્રીએ પોતાની પડોશણ કે તેના ઘરમાં રહેતી સ્ત્રી પાસેથી સોનાચાંદીના દાગીના અને વસ્ત્રો માગી લેવાં અને તમારે તે તમારાં છોકરાંને પહેરાવવાં. એ રીતે તમે ઇજિપ્તીઓને લૂંટી શકશો.”


પોતાના વતનના દેશમાં પાછા ફરવા માટે ઘણી પ્રજાઓ ઇઝરાયલીઓને મદદ કરશે. પ્રભુની ભૂમિમાં તેઓ ઇઝરાયલીઓના દાસદાસીઓ તરીકે તેમની સેવા કરશે. એકવાર ઇઝરાયલને બંદીવાન કરનારાઓને હવે ઇઝરાયલ બંદીવાન કરશે, અને તેમના પર જુલમ ગુજારનારાઓ પર ઇઝરાયલીઓ રાજ કરશે.


હે વિનાશક, તારી કેવી દુર્દશા થશે! તારો પોતાનો વિનાશ થયો નથી. હે દગાખોર, હજી તને દગો દેખાયો નથી. તું વિનાશ કરી રહે એટલે તારો વિનાશ કરાશે. તારી દગાખોરી પૂરી થાય એટલે તને દગો દેવાશે.


પ્રભુએ કહ્યું: “એ બધું બનશે તે દિવસે હું ગોગને ઇઝરાયલ દેશમાં મૃતસમુદ્રને પૂર્વે આવેલ હામોન-ગોગની ખીણ કબ્રસ્તાન તરીકે આપીશ. ત્યાં ગોગ અને તેનું આખું લશ્કર દફનાવાશે, લોકો એ ખીણને ‘હામોન-ગોગ’ની એટલે, ગોગના સૈન્યની ખીણ તરીકે ઓળખશે.


પ્રજાઓમાં બાકી રહી ગયેલા ઇઝરાયલના કેટલાક લોકો વનમાં કે ગૌચરોમાં શિકાર શોધતા સિંહના જેવા થશે. સિંહ ઘેટાંના ટોળામાં ધૂસે છે, તેમના પર ત્રાટકે છે અને તેમને ફાડી ખાય છે, અને બચાવની કોઈ આશા હોતી નથી.


તેઓ તમને લૂંટી લેશે. તમે ઘણી પ્રજાઓને લૂંટી છે, પણ તેઓમાંથી બચી ગયેલા લોકો હવે તમને લૂંટશે; કારણ, તમે તેમનામાં ખૂનામરકી ચલાવી છે અને દુનિયાના લોકો અને તેમનાં શહેરો પર જોરજુલમ ગુજાર્યા છે.


હે પ્રભુ, શું નદીઓએ તમને કોપાયમાન કર્યા? શું સમુદ્રે તમને રોષ ચઢાવ્યો? તમે તમારા લોકોને વિજય પમાડયો ત્યારે તમે વાદળો પર સવારી કરી અને ઝંઝાવાતી વાદળાં તમારા રથ હતાં.


યહૂદિયાના પુરુષો યરુશાલેમનું રક્ષણ કરવા ઝઝૂમશે. તેઓ મોટા પ્રમાણમાં સોનુંરૂપું અને વસ્ત્રો વિગેરે સર્વ સંપત્તિ પ્રજાઓ પાસેથી લૂંટી લેશે.


જે રીતે તમે બીજાઓનો ન્યાય કરશો તે જ રીતે ઈશ્વર પણ તમારો ન્યાય કરશે, અને જે ધારાધોરણો તમે બીજાઓને માટે વાપરો છો તે જ તેઓ તમારે માટે વાપરશે.


જે બંદીવાસમાં જવાના હોય તે બંદીવાસમાં જશે; જે તલવારથી માર્યા જવાના હોય, તે તલવારથી જ માર્યા જશે. આ બધું તો ઈશ્વરના લોકોમાં સહનશક્તિ અને વિશ્વાસ માંગી લે છે.


જે રીતે તે વર્તી છે તે રીતે તમે પણ તેની સાથે વર્તો, તેનાં કાર્યોનો બમણો બદલો આપો. તેણે તૈયાર કરેલાં પીણાં કરતાં બમણાં જલદ પીણાંથી તેનો પ્યાલો ભરી દો.


Lean sinn:

Sanasan


Sanasan