Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 38:9 - પવિત્ર બાઇબલ C.L.

9 તું, તારું સર્વ સૈન્ય તથા તારી સાથે આવેલી બીજી અનેક પ્રજાઓના લડવૈયાઓ એ દેશ પર આંધીની જેમ ત્રાટકશો અને દેશને વાદળની પેઠે ઢાંકી દેશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તું તારા સર્વ સૈન્ય તથા ઘણી પ્રજાઓ પોતાની સાથે લઈને ચઢશે, તું તોફાનની જેમ આવશે, ને તું દેશને ઢાંકી દેનાર વાદળ જેવો થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તું, તારું સઘળું સૈન્ય તથા તારી સાથેના ઘણા સૈનિકો આવશે, તું તોફાનની જેમ આવશે, દેશમાં વાદળની જેમ છવાઈ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 તું, તારી વિશાળ સેના તથા તારી સાથે લડનારી બીજી પ્રજાઓના લોકો વાવાઝોડાની જેમ આવી પહોંચી દેશમાં વાદળની જેમ છવાઇ જશો.’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 38:9
12 Iomraidhean Croise  

તમે ગરીબોના આશ્રય, દીનદુખિયાના આધાર, તોફાન સામે ઓથો અને તડકામાં છાયા સમા છો.


પ્રભુની પાસે એક જબરો અને જોરાવર વીરપુરુષ આક્રમણ કરવા તૈયાર છે. તે કરાના તોફાનની જેમ, વિનાશકારી વંટોળની જેમ, ધોધમાર વરસાદની જેમ અને ધસમસતાં ઊભરાતાં પૂરની જેમ તેને જોરથી જમીન પર પછાડશે.


તેમનાં બાણ તીક્ષ્ણ છે અને તેમનાં ધનુષ્ય તાણેલાં છે. તેમના ધોડાની ખરીઓ ચકમકના પથ્થર જેવી છે અને તેમના રથનાં પૈડાં વંટોળિયાની જેમ ફરે છે.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


તું એ લપેડા કરનારાઓને કહે કે, એ ભીંત તો પડી જશે. તેના પર મુશળધાર વરસાદ વરસશે, કરા પડશે અને વાવાઝોડું ફૂંકાશે.


હું જ્યારે ઇજિપ્તની સતાનું ખંડન કરીશ અને જે બળ પર તેઓ અભિમાન કરતા હતા તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઈ જશે. વાદળ સમગ્ર ઇજિપ્તને ઢાંકી દેશે અને તેમા નગરના લોકો દેશનિકાલ થશે.


આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી.


તેઓ દરિયાકિનારાની રેતીના કણ જેટલા હશે. તેઓ આખી પૃથ્વી પર ફેલાઈ જશે અને ઈશ્વરના લોકોની છાવણીને અને ઈશ્વરના પ્રિય શહેરને ઘેરો ઘાલશે પણ આકાશમાંથી અગ્નિ ઊતરીને તેમનો નાશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan