Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 38:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હું તને પાછો ફેરવીશ, ને તારા જડબામાં કડીઓ ઘાલીને તારા સમસ્ત સૈન્ય સહિત હું તને બહાર ખેંચી લાવીશ. તારા વિશાળ સૈન્યમાં ઘોડા અને શસ્ત્રસજ્જ ઘોડેસ્વારો હશે, તેમાંના પ્રત્યેક સૈનિકે પોતાના હાથમાં ઢાલ અને તલવાર ધારણ કરેલી હશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું તને પાછો ફેરવીશ, ને તારાં જડબાંમાં કડીઓ નાખીને તને બહાર ખેંચી કાઢીશ, ને તારું બધું સૈન્ય, ઘોડાઓ તથા ઘોડેસવારો, તેઓ સર્વ પૂરા શસ્ત્રસજ્જિત, ઢાલો તથા ઢાલડીઓ ધારણ કરેલાઓનો મોટો સમુદાય કે જેમાંના સર્વના હાથમાં તરવારો છે તેઓ,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું તને પાછો ફેરવીશ અને તારા જડબામાં આંકડી નાખીને તને બહાર ખેંચી કાઢીશ અને તારાં સર્વ સૈન્ય, ઘોડા, ઘોડેસવારો, પૂરા શસ્ત્રસજ્જ, નાનીમોટી ઢાલોથી સજ્જ થયેલો મોટો સમુદાય, જેમાંના બધા હાથમાં તલવારો છે તેઓ,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું તારા જડબામાં આંકડી નાખીને તને પાછો ફેરવીશ; તારા, ભભકાદાર વસ્ત્રો સજેલા ઘોડાને, શસ્ત્રસજ્જ ઘોડેસવારોને અને નાનીમોટી ઢાલોથી સજ્જ અને તરવાર ચલાવતી તારી સમગ્ર સેનાને ઘસડી જઇશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 38:4
14 Iomraidhean Croise  

મને તારી ઉદ્ધતાઈની અને તારા અભિમાનની ખબર મળી છે, અને હવે હું તારા નાકમાં કડી અને તારા મુખમાં ગલ નાખીને તું જે રસ્તેથી આવ્યો તે જ રસ્તે તને પરત મોકલી દઈશ.”


દાવિદ વેરાનપ્રદેશમાં ગઢમાં હતો ત્યારે તેના સૈન્યમાં ગાદના કુળમાંથી જોડાનાર યુદ્ધકુશળ શૂરવીર સૈનિકોનાં નામ આ છે. તેઓ ઢાલ અને ભાલા વાપરવામાં પાવરધા હતા. વળી, સિંહના જેવા વિકરાળ અને પહાડી હરણના જેવા ચપળ હતા.


અમાસ્યાએ યહૂદા અને બિન્યામીનના કુળોના સર્વ પુરુષોને તેમના ગોત્ર પ્રમાણે લશ્કરી એકમોમાં ગોઠવ્યા અને પ્રત્યેક હજાર હજારના અને પ્રત્યેક સો સોના એકમ પર સેનાધિકારીઓ મૂક્યા. એમાં વીસ વર્ષ કે તેથી વધારે ઉંમરના ભાલા અને ઢાલ વાપરવામાં કુશળ હોય એવા એકંદરે ત્રણ લાખ પુરુષો હતા.


એ રોષને લીધે તારી તુમાખીની મને જાણ થઈ છે. તેથી હું તારા નાકમાં કડી ભરાવીને અને તારા મોંમાં લગામ ઘાલીને તું જે માર્ગેથી આવ્યો છે તે જ માર્ગે હું તને પાછો મોકલી દઈશ.”


કોણે રથો, ઘોડા અને ચુનંદા સૈનિકો સહિતના સૈન્યનો નાશ કર્યો? ફરી પાછા ઊઠે નહિ એ રીતે તેઓ ઢળી પડયા. તેઓ દીવાની જ્યોતની જેમ બૂઝાઈ ગયા.”


હે ઘોડેસ્વારો, આગેકૂચ કરો! રથો મારી મૂકો! સૈનિકો આક્રમણ કરો! કુશ અને પુટના ઢાલધારીઓ અને લૂદના પ્રવીણ ધનુર્ધારીઓ, આગળ વધો!


તે આશ્શૂરના રાજ્યપાલો અને સેનાનાયકો પર મોહી પડી. તેઓ સૌ સંપૂર્ણ શસ્ત્રસજ્જ સુંદર જુવાનો અને ઘોડેસ્વારો હતા.


પણ હું તારા જડબામાં આંકડો ભરાવીશ અને તારી નદીનાં માછલાં તારાં ભીંગડાને વળગાડીશ. પછી તેને ચોંટેલી બધી માછલીઓ સાથે હું તને નાઇલ નદીમાંથી બહાર ખેંચી કાઢીશ.


તું ઉત્તરના સૌથી છેડેના ભાગમાં આવેલા તારા સ્થાનથી આવશે. તારી સાથે વિશાળ અશ્વદળ હશે અને તેમાં અનેક પ્રજાઓના લડવૈયાઓ સામેલ હશે.


તેને કહે કે, પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ગોગ, હું તારી વિરુદ્ધ છું.


હું તને પાછો વાળીને દોરી લાવીશ, અને તને ઉત્તરના સૌથી દૂરના ભાગોમાંથી ઇઝરાયલના પર્વતો પર આક્રમણ કરવા લઈ આવીશ.


મારા ભોજનની મેજ પરથી તમે ઘોડા અને ઘોડેસ્વારો, શૂરવીરો અને યોદ્ધાઓને ખાઈને તૃપ્ત થશો.” પ્રભુ પરમેશ્વર પોતે એમ કહે છે.


“અરામના રાજાનો આખરી સમય લગભગ નજીકમાં હશે ત્યારે ઇજિપ્તનો રાજા તેના પર આક્રમણ કરશે. અરામનો રાજા પણ રથો, ઘોડા અને વહાણો ઉપયોગમાં લઈ પૂરી તાક્તથી તેનો સામનો કરશે. પાણીના પૂરની જેમ તે ઘણા દેશો પર હુમલો કરશે.


પ્રભુ પરમેશ્વરે પોતાની પવિત્રતાના સમ ખાધા છે કે એવા દિવસો આવશે જ્યારે તેઓ તમને કડી ઘાલીને ઘસડી જશે અને તમારામાંની પ્રત્યેક ગલે ભરાયેલી માછલીની જેમ ખેંચી કઢાશે.


Lean sinn:

Sanasan


Sanasan