Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 37:6 - પવિત્ર બાઇબલ C.L.

6 હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, માંસ પૂરીશ અને તમને ચામડીથી ઢાંકી દઇશ અને તમારામાં શ્વાસ ફૂંકીને તમને જીવતાં કરીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 હું તમારા પર‍ સ્નાયુઓ મૂકીશ, ને તમારા પર માંસ લાવીશ, ને તમને ચામડીથી ઢાંકી દઈશ, તમારામાં શ્વાસ મૂકીશ, એટલે તમે જીવતાં થશો; અને તમે જાણશો કે હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 હું તમારા પર સ્નાયુઓ મૂકીશ, તમારા પર માંસ લાવીશ. હું તમને ચામડીથી ઢાંકી દઈશ અને તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો. ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 હું તમારા પર સ્નાયુઓ બાંધીશ, માંસ પૂરીશ, અને તમને ચામડીથી આવરી લઇ તમારામાં શ્વાસ પૂરીશ એટલે તમે જીવતાં થશો અને તમને ખાતરી થશે કે હું યહોવા છું.’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 37:6
27 Iomraidhean Croise  

પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.


એક ઈશ્વરભક્તે આહાબ રાજા પાસે જઈને કહ્યું, “પ્રભુ આમ કહે છે: ‘હું મેદાનોનો નહિ, પણ પર્વતોનો દેવ છું.’ એવું અરામીઓ કહે છે; તેથી તેમના મોટા સૈન્ય પર હું તમને વિજય અપાવીશ, અને તું તથા તારા લોક જાણશો કે હું પ્રભુ છું.”


તમે તમારો શ્વાસ મોકલો ત્યારે તેઓ ઉત્પન્‍ન થાય છે અને એમ તમે પૃથ્વીની સપાટીને નવું જીવન બક્ષો છો.


અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


રાજાઓ તેમના પિતા સમાન અને તેમની રાણીઓ તેમની ધાવ સમાન બનશે. તેઓ તને ભૂમિ સુધી લળી લળીને પ્રણામ કરશે અને તારી ચરણરજ ચાટશે. ત્યારે તને ખ્યાલ આવશે કે હું પ્રભુ છું અને મારા પર આધાર રાખનાર કદી નિરાશ થતા નથી.”


તમે તમારા ઇઝરાયલ દેશની હદમાં જ તલવારનો ભોગ થઇ પડશો. હું તમને એ રીતે સજા કરીશ ત્યારે તમને સૌને ખબર પડશે કે હું પ્રભુ છું.


ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું: કારણ, તમે મારા કરારનો ભંગ કર્યો છે, અને મારા નિયમોનો અમલ કર્યો નથી, પણ તમે તો તમારી આસપાસની પ્રજાઓના રીતરિવાજોને અપનાવ્યા છે.”


હું તમારામાંથી બંડખોરોને અને અપરાધીઓને દૂર કરીશ; અત્યારે તેઓ જ્યાં રહે છે તે દેશોમાંથી તો હું તેમને બહાર કાઢી લાવીશ, પણ તેમને ઇઝરાયલના દેશમાં પ્રવેશવા દઇશ નહિ, અને ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”


જ્યારે હું ઇજિપ્તને ઉજ્જડ તથા વેરાન કરી મૂકીશ અને તેની સર્વ સમૃદ્ધિ ચાલી જશે અને તેની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


વૃક્ષોને ફળ આવશે, ખેતરોમાં પાક થશે અને દરેક જણ પોતાના દેશમાં સહીસલામતીમાં જીવશે. હું મારા લોકની ઝૂંસરી તોડી નાંખીશ અને ગુલામ બનાવનારાઓના હાથમાંથી તેમને છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


ત્યારે એ પણ ખબર પડશે કે, ‘ઇઝરાયલના પર્વતો તો ઉજ્જડ છે અને તે અમારો ભક્ષ થઇ પડશે.’ એવી જે નિંદાજનક વાતો તું બોલ્યો છે તે મેં સાંભળી છે.


મારી અંગત મિલક્ત સમાન ઇઝરાયલને ખેદાનમેદાન થયેલો જોઇને જેમ તું આનંદ કરતો હતો તેમ સેઇરનો પર્વતીય પ્રદેશ, સમસ્ત અદોમ પ્રદેશ પણ વેરાન થઇ જશે ત્યારે સૌ જાણશે કે હું પ્રભુ છું.”


હું તને સદાને માટે વેરાન કરી નાખીશ અને તારા નગરોમાં ફરી કદી વસવાટ થશે નહિ. ત્યારે હું જાણશે કે હું પ્રભુ છું.


હું તમારામાં મારો આત્મા મૂકીશ એટલે તમે જીવતા થશો અને હું તમને તમારા પોતાના દેશમાં વસાવીશ. ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. મેં એ કરવાનું વચન આપ્યું છે અને હું તે પાળીશ.” પ્રભુ પરમેશ્વર પોતે એ બોલ્યા છે.


આ રીતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારું માહાત્મ્ય અને મારી પવિત્રતા પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


તે દિવસથી ઇઝરાયલીઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.


ત્યારે મારા લોકો જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું. કારણ, મેં જ તેમને બીજી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા હતા અને હું જ તેમને એકત્ર કરી પોતાના દેશમાં પાછા લાવનાર છું. હું તેઓમાંના એક પણ માણસને અન્ય દેશોમાં રહેવા દેનાર નથી.


હું માગોગ ઉપર અને સમુદ્રકાંઠે નિશ્ર્વિંત થઈને રહેતા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


તેમની મૂર્તિઓની વચ્ચે અને વેદીઓની આસપાસ, એકેએક ડુંગર ઉપર, એકેએક પર્વતના શિખર ઉપર, એકેએક લીલાવૃક્ષ નીચે, એકેએક ઘટાદાર મસ્તગીવૃક્ષ, જ્યાંજ્યાં તેઓ પોતાની મૂર્તિઓ આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં ત્યાં મૃતદેહો વેરવિખેર પડેલા હશે, ત્યારે તેઓ બધાં જાણશે કે હું પ્રભુ છું.


તમારી મધ્યે કત્લેઆમ ચાલશે ત્યારે જેઓ બચી જશે તેઓ કબૂલ કરશે કે હું પ્રભુ છું.


હું તારી દયા ખાઈશ નહિ કે તને છોડી દઈશ નહિ. હું તારાં આચરણ અનુસાર અને તારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તને શિક્ષા કરીશ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”


હું તમારી દયા ખાઈશ નહિ કે તમને જોઈને છોડી દઈશ નહિ. હું તમારાં આચરણ અનુસાર અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ ત્યારે તમે જાણશો કે તમને સજા કરનાર તો હું પ્રભુ છું.


ત્યારે હે ઇઝરાયલ, તું જાણશે કે હું તમારી મધ્યે છું, અને હું યાહવે તમારો ઈશ્વર છું, અને મારા સિવાય બીજો કોઈ નથી. મારા લોક ફરી કદી તિરસ્કાર પામશે નહિ.


“હે ઇઝરાયલ, ત્યારે તું જાણશે કે હું પ્રભુ તારો ઈશ્વર છું. હું સિયોન પર, મારા પવિત્ર પર્વત પર વસું છું. યરુશાલેમ પવિત્ર નગર બનશે અને વિદેશીઓ તેને ફરી ક્યારેય જીતી લેશે નહિ.”


તમારા ખોરાકમાં કંઈ રોટલી અને પીણાં તરીકે માત્ર દ્રાક્ષાસવ કે જલદ આસવ જેવી રોજિંદી ચીજો નહોતી; પરંતુ પ્રભુએ તમારી બધી જરૂરિયાતો પૂરી પાડી, જેથી તમને ખાતરી થાય કે પ્રભુ તમારા ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan