Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 37:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તેથી તું મારા તરફથી તેમને સંદેશ પ્રગટ કરીને તેમને કહે કે, પ્રભુ પરમેશ્વર તમને કહે છે, ‘હે મારા લોકો, હું તમારી કબરો ઉઘાડીશ અને તેમાંથી તમને બહાર કાઢીને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 એ માટે પ્રબોધ કરીને તેમને કહે, પ્રભુ યહોવા કહે છે કે, હે મારા લોકો, જુઓ, હું તમારી કબરો ઉઘાડીશ ને તમને તમારી કબરોમાંથી ઉઠાડીને બહાર લાવીશ, અને હું તમને ઇઝરાયલના દેશોમાં પાછા લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, ‘પ્રભુ યહોવાહ કહે છે: હે મારા લોક, જુઓ, ‘હું તમારી કબરો ખોલીશ અને તમને તેમાંથી ઊભા કરીને બહાર કાઢી લાવીશ અને હું તમને ઇઝરાયલ દેશમાં પાછા લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તેથી પ્રબોધ કરીને તેઓને કહે કે, યહોવા મારા માલિક કહે છે: ‘હું તમારા બંદીવાસની કબરો ખોલી નાખીશ અને તમને ફરીથી ઊભા કરીશ અને ઇસ્રાએલ દેશમાં પાછા લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 37:12
21 Iomraidhean Croise  

એ સમયે પ્રભુ ફરીવાર હાથ લંબાવીને તેના બચેલા લોકને આશ્શૂરમાંથી, ઇજિપ્તમાંથી, પાથ્રોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, બેબિલોનમાંથી, હમાથમાંથી અને સમુદ્રના ટાપુમાંથી પાછા લાવશે.


અમારાં મરેલાંઓ સજીવન થશે, તેમનાં શબ પાછાં બેઠાં થશે, કબરમાં સૂતેલાં જાગી ઊઠશે અને આનંદનાં ગીત ગાશે. જેમ સવારનું ઝાકળ પૃથ્વીને તાજગી આપે છે તેમ પ્રભુ મરેલાંઓને સજીવન કરશે.


એ બધું જોઈને તમારાં હૃદય આનંદવિભોર બની જશે અને લીલોતરીની જેમ તમારાં અંગઅવયવ ખીલી ઊઠશે. ત્યારે પ્રભુ પોતાના સેવકોના પક્ષમાં પોતાનું બાહુબળ દાખવશે; પણ તેમના શત્રુઓ પર તો તે ક્રોધ દાખવશે.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “મેં ઇઝરાયલીઓને જે પ્રજાઓમાં વિખેરી નાખ્યા છે ત્યાંથી હું તેમને એકઠા કરીશ. ત્યારે તેમને લીધે સર્વ પ્રજાઓમાં આ વાત પ્રગટ થશે કે હું પવિત્ર છું. ઇઝરાયલના લોકો તેમના પોતાના દેશમાં એટલે મારા સેવક યાકોબને આપેલા દેશમાં વસશે.


હું તમને અન્ય પ્રજાઓમાંથી મુક્ત કરીને સર્વ દેશોમાંથી એકત્ર કરીશ અને તમને તમારા દેશમાં પાછા લાવીશ.


મારા લોકો જ્યાં દટાયા છે તે કબરો ઉઘાડીને હું તેમને બહાર લાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


પછી તું તેમને કહેજે કે પ્રભુ પરમેશ્વર કહે છે: ‘જે અન્ય પ્રજાઓમાં ઇઝરાયલીઓ ગયા છે. તેઓમાંથી હું તેમને મુક્ત કરીશ, તેમને સર્વ સ્થળેથી એકઠા કરીશ ને તેમને તેમના પોતાના દેશમાં પાછા લાવીશ.


મારા સેવક યાકોબને આપેલા દેશમાં તેઓ વસશે. ત્યાં તેમના પૂર્વજો પણ રહેતા હતા. ત્યાં તેઓ અરે, તેમનાં સંતાનોનાં સંતાનો પણ તેમાં કાયમને માટે વસશે. મારા સેવક દાવિદ જેવો રાજા તેમના પર શાશ્વત શાસન કરશે.


તેમણે કહ્યું,: “તું આ હાડકાંને સંદેશ સંભળાવ. એ સૂકાં હાડકાંને કહે કે તેઓ પ્રભુનો સંદેશ સાંભળે.


મરી ગયેલાઓમાંના ઘણા સજીવન થશે. કેટલાક સાર્વકાલિક જીવનનો અનુભવ માણશે, તો બીજા કેટલાક સાર્વકાલિક લજ્જા ભોગવશે.


શું હું એ લોકોને મૃત્યુલોક શેઓલથી બચાવું? હું એમને મૃત્યુમાંથી છોડાવું? અરે મૃત્યુ, તારી પીડા ક્યાં છે? ઓ મૃત્યુલોક શેઓલ, તારો વિનાશ ક્યાં છે? હું આ લોકો પર હવે દયા દર્શાવીશ નહિ.


બે દિવસમાં તે આપણામાં ચૈતન્ય લાવશે અને ત્રીજે દિવસે તો ઉઠાવશે.


તમે મારું સોનુંરૂપું પચાવી પાડયું છે અને મારો સમૃદ્ધ ખજાનો તમારા દેવમંદિરોમાં ઢસડી ગયા છો.


એવો સમય આવે છે જ્યારે હું તારા વેરવિખેર થઈ ગયેલા લોકોને વતનમાં પાછા લાવીશ. આખી દુનિયામાં હું તમને નામીચા કરીશ અને તમને ફરીથી સમૃદ્ધ કરીશ.” પ્રભુ પોતે એ બોલ્યા છે.


“હવે સમજો કે હું જ એકમાત્ર ઈશ્વર છું, મારા સિવાય અન્ય કોઈ ઈશ્વર નથી. હું મારું છું અને હું જીવાડું છું અને મારા હાથમાંથી છોડાવી શકે એવો કોઈ જ નથી.


હુકમ અપાશે, મુખ્ય દૂતનો અવાજ સંભળાશે, ઈશ્વરનું રણશિંગડું વાગશે, અને પ્રભુ પોતે સ્વર્ગમાંથી ઊતરી આવશે. જેઓ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને મૃત્યુ પામ્યાં છે તેઓ પ્રથમ સજીવન થશે.


પછી સમુદ્રે તેનામાં મરણ પામેલાંઓને સોંપી દીધાં. મૃત્યુએ અને હાડેસે પણ તેમની પાસેનાં મરેલાંઓને સોંપી દીધાં અને બધાંનો તેમનાં કાર્યો પ્રમાણે ન્યાય થયો.


પ્રભુ મારે છે અને તે જીવાડે છે. તે માણસોને શેઓલમાં મોકલે છે, અને ત્યાંથી તેમને પાછા પણ લાવે છે.


Lean sinn:

Sanasan


Sanasan