Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 36:9 - પવિત્ર બાઇબલ C.L.

9 હું તમારે પક્ષે છું. હું તમારા તરફ ફરીશ. તમારી ભૂમિ ફરીથી ખેડાશે અને ત્યાં વાવણી થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 કેમ કે, જુઓ, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 કેમ કે જો, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, તમારામાં ખેડાણ તથા વાવેતર થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 કારણ કે જુઓ, હું તમારા પક્ષમાં છું, હું તમારી તરફ ફરીશ, ને તમારામાં ખેડાણ તથા વાવેતર થશે;

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 36:9
13 Iomraidhean Croise  

સેનાધિપતિ પ્રભુ અમારી સાથે છે; અમારા પૂર્વજ યાકોબના ઈશ્વર અમારા આશ્રય છે. (સેલાહ)


હે અમારા ઈશ્વર પ્રભુ, તમે તમારા લોકને ઉત્તર આપ્યો; જો કે તમે તેમનાં ભૂંડાં કામોની શિક્ષા કરી; છતાં તમે તેમને દર્શાવ્યું કે તમે ક્ષમા આપનાર ઈશ્વર છો!


પ્રભુ કહે છે, “એવો સમય આવશે જ્યારે ઇઝરાયલ અને યહૂદિયાના પ્રદેશોને હું જનજનાવરથી ભરચક કરી દઈશ.


ત્યાં તેઓ મકાનો બાંધશે, દ્રાક્ષાવાડીઓ રોપશે અને સલામતીમાં રહેશે. તેમની ધૃણા કરનાર તેમના પડોશી દેશોને હું સજા કરીશ ત્યારે તેઓ જાણશે કે હું તેમનો ઈશ્વર પ્રભુ છું.”


હું તેમને ઇઝરાયલના પહાડો પર ઉત્તમ ચારો ચરાવીશ. પહાડોનાં ઢોળાવો પરનો ચારો તેમનો થશે. ત્યાં તેઓ ગૌચરમાં ચરશે અને ઇઝરાયલના પહાડોના ઉત્તમ ચારાથી તેમનું પોષણ થશે.


જે ખેતરો તેમાં થઈને આવજા કરનાર સૌની દષ્ટિમાં પડતર અને વેરાન દેખાતાં હતાં ત્યાં ફરીથી ખેડાણ થશે.


તે સમયે પર્વતો દ્રાક્ષવાડીઓથી છવાઈ જશે અને પ્રત્યેક ટેકરી પર ઢોરઢાંક હશે, સમગ્ર યહૂદિયા માટે પુષ્કળ પાણી ઉપલબ્ધ હશે. પ્રભુના મંદિરમાંથી એક ઝરણું વહેતું થશે અને અખાયા ખીણને પાણી પાશે.


હું તમને આશિષ આપીશ, તમારો વંશ વધારીશ અને તમે વૃદ્ધિ પામશો. તમારી સાથેના મારા કરારનું હું પાલન કરીશ.


વખારમાં અનાજ નથી; વાવવાનાં બી જેટલું પણ નહિ. દ્રાક્ષવેલા, અંજીરીઓ, દાડમડીઓ અને ઓલિવ વૃક્ષોને હજી ફળ આવ્યાં નથી. તોપણ આજથી હું તમને આશિષ આપીશ.”


તેઓ શાંતિમાં પાકની વાવણી કરશે. તેમના દ્રાક્ષવેલાને દ્રાક્ષો થશે. ધરતીમાંથી અનાજ પાકશે અને વરસાદ પણ પુષ્કળ પડશે; બચી ગયેલા લોકોને હું આ બધા આશીર્વાદો આપીશ.


આ બધું જાણ્યા પછી આપણે શું કહીશું? જો ઈશ્વર આપણા પક્ષના છે, તો આપણી વિરુદ્ધ કોણ?


Lean sinn:

Sanasan


Sanasan