Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 36:3 - પવિત્ર બાઇબલ C.L.

3 એ માટે તું સંદેશ પ્રગટ કરીને ઇઝરાયલના પર્વતોને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: “બીજી પ્રજાઓએ તમારા પર અધિકાર જમાવી તમને પાયમાલ કર્યા છે અને ચારે બાજુથી તમને રોળી નાખ્યા છે અને આસપાસની પ્રજાઓએ તમારી મજાક ઉડાવી છે અને કૂથલી કરી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એ માટે ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા એમ કહે છે કે, તેઓએ તમને પાયમાલ કર્યા છે, ને તેઓ ચારે તરફથી અમને ગળી ગયા છે કે, તમે બાકી રહેલી પ્રજાઓનું વતન તઈ પડો ને તમે કૂથલી કરનારાની તથા નિંદકોની બત્રીસીએ ચઢ્યા છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 માટે ભવિષ્યવાણી કરીને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે, તમારો પ્રદેશ ઉજ્જડ થઈ ગયો તેને કારણે, ચારેબાજુથી તમારા પર થયેલા હુમલાને કારણે તથા બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, એટલે તમે લોકો વિષે નિંદા કરનાર હોઠ તથા જીભ બની ગયા છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 “એમને તું એમ કહે કે, આ યહોવા મારા માલિકના વચન છે, ‘હે ઇસ્રાએલના પર્વતો, બીજી પ્રજાઓએ તમારો કબજો લીધો, અને તમને વેરાન બનાવી દીધા અને તમને બધી બાજુએથી તમને કચડી નાખ્યા એટલે તમે તો કુથલીનો વિષય બની ગયા છો અને લોકો તમારા વિષે ખરાબ વાતો કરે છે.’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 36:3
33 Iomraidhean Croise  

તેઓ પોતાના મનમાં એમ ન કહે કે, “આહા, અમારી ઇચ્છા ફળી છે,” અને તેઓ એમ ન કહે કે, “અમે તેને ગળી ગયા છીએ.”


હે ઈશ્વર, મારી અરજ સાંભળો; મારી પ્રાર્થના પ્રતિ કાન ધરો.


ચૌટે બેસનારા મારે વિષે ચર્ચા કરે છે, અને નશાબાજો મારે વિષે ગીતો રચે છે.


વિધર્મીઓ શા માટે અમને પૂછે કે, “તમારો ઈશ્વર કયાં છે?” તમારા સેવકોનું રક્ત વહેવડાવનાર પ્રજાઓનું અમારી નજર સામે જ વેર વાળો.


અમારા પડોશી દેશો અમારી નિંદા કરે છે; અમારી આસપાસના સૌ અમારો ઉપહાસ અને તિરસ્કાર કરે છે.


આપણે તેમને મૃત્યુલોક શેઓલની માફક જીવતા જ ગળી જઈએ અને ગર્તામાં જનારની જેમ તેમને આખાને આખા ઉતારી દઈએ;


તેમણે આ ભૂમિની હાલત ભયંકર કરી મૂકી છે; તેને જોઈને ફિટકાર ઊપજે છે. તેની પાસેથી પસાર થનાર હાહાકાર મચાવે છે અને આઘાત પામીને માથું ધૂણાવે છે.


તેઓ તેની સામે સિંહોની જેમ ધૂરકે છે અને તેમણે તેની ભૂમિને ઉજ્જડ બનાવી દીધી છે તેનાં નગરો ખંડેર અને વસતીહીન બનાવી દીધાં છે.


હું તેમના પર એવો ત્રાસ વર્તાવીશ કે તેમને જોઈને દુનિયાના બધા દેશોમાં હાહાકાર મચી જશે. હું જ્યાં જ્યાં તેમને હાંકી કાઢીશ ત્યાં ત્યાં લોકો તેમની નિંદા અને મશ્કરી કરશે; તેમને મહેણાં મારશે અને શાપ આપશે.


સિયોનવાસીઓ કહેશે, “બેબિલોનના રાજાએ યરુશાલેમનો ભક્ષ કર્યો અને તેને પચાવી દીધું. ખાલી પાત્રની જેમ તેણે નગરને ખાલી કર્યું. રાક્ષસી અજગરની જેમ તેને ગળી ગયો, તેણે પોતાનું ઉદર સ્વાદિષ્ટ વાનગીઓથી ભરી દીધું અને નકામી ચીજોને ઓકી કાઢી.


સિદકિયા યહૂદિયાનો રાજા બન્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો અને તેણે યરુશાલેમમાં રહીને અગિયાર વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હમૂટાલ હતું અને તે લિબ્ના નગરના વતની યર્મિયાની પુત્રી હતી.


પ્રભુએ યહૂદિયાનાં બધાં ગામોનો નિર્દયપણે નાશ કર્યો છે, અને દેશના સંરક્ષક કિલ્લાઓ તોડી પાડયા છે. તેમણે રાજા અને તેમના અધિકારીઓને બદનામ કર્યા છે.


પ્રભુએ એક શત્રુની જેમ ઇઝરાયલનો નાશ કર્યો છે. તેમણે તેના કિલ્લાઓ અને મહેલોને ખંડિયેર કર્યા છે. તેમણે યહૂદિયાના લોક પર ભારે દુ:ખ મોકલ્યું છે.


તેઓ આખો દિવસ મારા વિષે વાત કરે છે અને મારી વિરુદ્ધ કાવાદાવા કરે છે.


વસ્તીવાળાં નગરો ઉજ્જડ બનાવી દેવાશે અને આખો દેશ વેરાન બની જશે. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


“સહીસલામતી જેવું કંઈ ન હોવા છતાં બધું સહીસલામત છે એમ કહીને તેઓ મારા લોકોને ભમાવે છે. મારા લોકો તકલાદી ભીંત બાંધે છે ત્યારે આ સંદેશવાહકો તેના ઉપર ચૂનાના લપેડા કરે છે.


તેં મારી વિરુદ્ધ ફાવે તેવી બડાઇઓ હાંકી છે અને તે મેં સાંભળી છે.


હું, પ્રભુ પરમેશ્વર, મારા ક્રોધાવેશમાં આસપાસની પ્રજાઓ અને વિશેષ કરીને અદોમ વિરુદ્ધ બોલ્યો છું. તેમણે હર્ષોલ્લાસમાં આવીને ઘૃણાપૂર્વક મારા દેશનો કબજો લીધો છે અને તેનાં ગોચરો પર અધિકાર જમાવ્યો છે.


તમે ભૂતકાળમાં અમારું રક્ષણ કર્યું છે, એટલે હવે યરુશાલેમ પર તમારો ક્રોધ જારી રાખશો નહિ. તે તો તમારું શહેર, તમારો પવિત્ર પર્વત છે. અમારા પાપને લીધે અને અમારા પૂર્વજોની દુષ્ટતાને લીધે આસપાસના દેશોના લોકો યરુશાલેમ તથા તમારા લોકો તરફ તિરસ્કારપૂર્વક જુએ છે.


છતાં પ્રથમ તો તેમણે દેશ ત્યજી દેવો પડશે; જેથી ભૂમિને સંપૂર્ણ આરામ મળે. વળી, તેમણે મારા નિયમો અને આજ્ઞાઓ પાળ્યાં નહિ હોવાથી તેની સંપૂર્ણ સજા તેમણે ભોગવવી પડશે.


મારા લોકના નગરમાં કૂચ કરી જઈ તેમની દુર્દશા પર તારે જોઈ રહેવું જોઈતું નહોતું, તેમ જ તેમની વિપત્તિના વખતે તારે તેમની સંપત્તિ પચાવી પાડવી જોઈતી નહોતી.


અમારું અપમાન કરવામાં આવે છે, ત્યારે અમે માયાળુ શબ્દોથી પ્રત્યુતર આપીએ છીએ. અમે આ દુનિયાના કચરા જેવા થયા છીએ. છેક આ સમય સુધી અમે દુનિયાના ઉતાર જેવા મનાયા છીએ.


જે સર્વ દેશોમાં તમે વેરવિખેર થઈ જશો તેમના લોકોમાં તમારી દશા જોઈને હાહાકાર મચી જશે. તેઓ તમારી ઠઠ્ઠા-મશ્કરી અને નિંદા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan