Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 36:2 - પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પ્રભુ યહોવા કહે છે કે, શત્રુઓ તારી વિરુદ્ધ ‘વાહ વાહ’ કહ્યું છે, ને [કહ્યું છે કે,] ‘પ્રાચીન ઉચ્ચસ્થાનોની માલિકી અમે ભોગવીએ છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પ્રભુ યહોવાહ આમ કહે છે; દુશ્મન તમારે વિષે “વાહ, વાહ” કહે છે અને “આ પ્રાચીન ઉચ્ચસ્થાનો અમારા કબ્જામાં છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આ યહોવા મારા માલિક કહે છે; ‘દુશ્મન તમારે વિષે વાત કરે છે અને કહ્યું, આહા! હવે આ પ્રાચીન ઉચ્ચસ્થાનો અમારા તાબામાં આવ્યા છે!’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 36:2
13 Iomraidhean Croise  

ત્યાં ઈશ્વરે સ્વર્ગમાંના પોતાના નિવાસસ્થાન જેવું મંદિર બનાવ્યું અને તેને સનાતન પૃથ્વી જેવું દઢ બનાવ્યું


હે મારા ઈશ્વર, તેમને વંટોળની ધૂળની જેમ વેરવિખેર કરી નાખો, તેમને પવનથી ઊડતા તણખલા જેવા કરો.


તો તને મારામાં સાચો આનંદ થશે. હું તને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર સવારી કરાવીશ અને તારા પૂર્વજ યાકોબને મેં આપેલા દેશમાં હું તારું ભરણપોષણ કરીશ.”


આમ્મોનના લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું ઇઝરાયલ લોકોનાં સંતાનો નથી? શું તેમના વંશવારસો રહ્યા નથી? તો પછી શા માટે મિલ્કોમ દેવની પૂજા કરનારા લોકો ગાદ પ્રદેશનો કબજો લઈને ત્યાંનાં નગરોમાં વસવાટ કરે છે?


તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: મારું મંદિર અપવિત્ર થતું જોઈને, ઇઝરાયલનો દેશ વેરાન થતો જોઈને અને યહૂદિયાના લોકોને દેશનિકાલ થતાં જોઈને તમે રાજીરાજી થઈ ગયા હતા.


“હે મનુષ્યપુત્ર, તૂર નગરના લોકો આનંદમાં આવી જઈને યરુશાલેમ નગર વિષે બોલી ઊઠયા છે કે ‘આહાહા, પ્રજાઓના પ્રવેશદ્વાર સમું યરુશાલેમ ભાંગી પડયું છે! એનો વેપારધંધો પડી ભાગ્યો છે. તે હવે કદી અમારું હરીફ બની શકશે નહિ.’


જો કે હું પ્રભુ યહૂદા અને ઇઝરાયલનો ઈશ્વર છું, તોપણ તેઓ તેમના પ્રદેશ સહિત તારાં છે અને તું તેમના પર કબજો જમાવશે એવું તું બોલ્યો હતો.


ત્યારે એ પણ ખબર પડશે કે, ‘ઇઝરાયલના પર્વતો તો ઉજ્જડ છે અને તે અમારો ભક્ષ થઇ પડશે.’ એવી જે નિંદાજનક વાતો તું બોલ્યો છે તે મેં સાંભળી છે.


પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના પર્વતોને ઉદ્દેશીને તેમના વિશે સંદેશ પ્રગટ કર; તું તેમને કહે કે: હે ઇઝરાયલના પર્વતો, પ્રભુનો સંદેશ સાંભળો.


હું, પ્રભુ પરમેશ્વર, મારા ક્રોધાવેશમાં આસપાસની પ્રજાઓ અને વિશેષ કરીને અદોમ વિરુદ્ધ બોલ્યો છું. તેમણે હર્ષોલ્લાસમાં આવીને ઘૃણાપૂર્વક મારા દેશનો કબજો લીધો છે અને તેનાં ગોચરો પર અધિકાર જમાવ્યો છે.


મારા લોકના નગરમાં કૂચ કરી જઈ તેમની દુર્દશા પર તારે જોઈ રહેવું જોઈતું નહોતું, તેમ જ તેમની વિપત્તિના વખતે તારે તેમની સંપત્તિ પચાવી પાડવી જોઈતી નહોતી.


પ્રભુ પરમેશ્વર મને સામર્થ્ય બક્ષે છે. તે મારા પગને હરણના જેવા ચપળ બનાવે છે અને મને પર્વતીય સ્થાનોમાં સંભાળીને ચલાવે છે. (સંગીત સંચાલક માટે નોંધ: ગીત તંતુવાદ્ય સાથે ગાવાનું છે.)


“પ્રભુએ તેમને ઉચ્ચપ્રદેશોમાં વસાવ્યા, અને ખેતરોની પેદાશમાંથી ખવડાવ્યું; તેમણે ખડકોની બખોલમાં મળતા મધથી; પથરાળ પ્રદેશમાં પાંગરતાં ઓલિવવૃક્ષોના તેલથી,


Lean sinn:

Sanasan


Sanasan