Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:8 - પવિત્ર બાઇબલ C.L.

8 હું આકાશના બધા પ્રકાશિત તારાઓ અને નક્ષત્રોને ઝાંખા પાડી દઇશ અને તારા આખા દેશ પર અંધકાર ફેલાવી દઇશ. હું પ્રભુ પરમેશ્વર એમ કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 આકાશની સર્વ પ્રકાશિત જ્યોતિઓને હું તારા માથા પર નિસ્તેજ બનાવીશ, ને તારા દેશ પર અંધકાર ફેલાવીશ, એ પ્રમાણે પ્રભુ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 હું આકાશના બધાં નક્ષત્રોને અંધકારમય કરી દઈશ, તારા દેશમાં અંધકાર ફેલાવીશ.” એમ પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 હું આકાશના બધા નક્ષત્રોને અંધકારમાં ડુબાડી દઇશ અને તારા આખા દેશમાં અંધકાર ફેલાવી દઇશ.” આ યહોવા મારા માલિકના વચન છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:8
9 Iomraidhean Croise  

પછી ઈશ્વરે કહ્યું, “રાત અને દિવસને જુદાં પાડવા માટે આકાશના ધુમ્મટમાં જ્યોતિઓ થાઓ. એ જ્યોતિઓ દિવસો, વર્ષો અને ઋતુઓનો સમય સૂચવવા ચિહ્નરૂપ બની રહો.


તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઊગતો નથી અને તે તારાગણનો પ્રકાશ રોકી દે છે.


ત્યારે મોશેએ પોતાનો હાથ આકાશ તરફ લાંબો કર્યો એટલે ત્રણ દિવસ સુધી સમગ્ર ઇજિપ્ત પર ઘોર અંધકાર વ્યાપી ગયો.


માતપિતાને શાપ દેનારનો દીવો ઘોર અંધકારમાં ઓલવાઈ જશે.


કારણ, તે પછી તો સૂર્ય અને પ્રકાશ, ચંદ્ર અને તારા અંધકારમાં જતા રહેશે અને વાદળાં વરસી વરસીને પાછાં આવશે.


આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપશે નહિ. સૂર્ય તો ઊગશે ત્યારે જ અંધકારમય હશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.


સૂર્ય, ચંદ્ર અને તારાઓ પીગળી જશે. જેમ પુસ્તકનો વીંટો વીંટાળી લેવામાં આવે તેમ આકાશો અલોપ થઈ જશે. દ્રાક્ષવેલા પરથી સૂકાં પાદડાં અને અંજીરી પરથી પાકાં અંજીર ખરી પડે તેમ તારાઓ ખરી પડશે.


તેમની આગેકૂચ થતાં ધરતી ધ્રૂજે છે અને આકાશ થરથરે છે. સૂર્ય અને ચંદ્ર ઝાંખા પડી જાય છે અને તારાઓ ઝબૂક્તા મટી જાય છે.


એ દિવસ આવે ત્યારે ઠંડી કે હિમ નહિ હોય. અંધકાર પણ નહિ હોય. સતત દિવસનો પ્રકાશ હશે, અને રાત્રિના સમયે પણ એ પ્રકાશ રહેશે. એવું ક્યારે બનશે એ તો માત્ર પ્રભુ જ જાણે છે.


Lean sinn:

Sanasan


Sanasan