Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:7 - પવિત્ર બાઇબલ C.L.

7 હું તારો વિનાશ કરીશ ત્યારે આકાશને ઢાંકી દઇશ અને તારાઓને નિસ્તેજ બનાવી દઇશ. સૂર્ય વાદળો પાછળ સંતાઇ જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હું તને હોલવી નાખીશ ત્યારે હું આકશને ઢાંકી દઈશ, ને તેના તારાઓને નિસ્તેજ કરી નાખીશ. હું સૂર્યને વાદળથી ઢાંકી દઈશ ને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હું તને હોલવી દઈશ ત્યારે હું આકાશને ઢાંકી દઈશ અને તારાઓને અંધકારમય કરી નાખીશ. હું સૂર્યને વાદળોથી ઢાંકી દઈશ અને ચંદ્ર પ્રકાશશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 જ્યારે હું તને હોલવી દઇશ ત્યારે હું આકાશને ઢાંકી દઇશ, અને તારાઓને અંધકારમય કરી નાખીશ. હું સૂર્યને વાદળોથી ઢાંકી દઇશ અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:7
22 Iomraidhean Croise  

તે સૂર્યને આજ્ઞા કરે તો તે ઊગતો નથી અને તે તારાગણનો પ્રકાશ રોકી દે છે.


નેકજનોનો પ્રકાશ આનંદપ્રદ હોય છે, જ્યારે દુષ્ટોનો દીવો ઓલવાઈ જશે.


કારણ, તે પછી તો સૂર્ય અને પ્રકાશ, ચંદ્ર અને તારા અંધકારમાં જતા રહેશે અને વાદળાં વરસી વરસીને પાછાં આવશે.


આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપશે નહિ. સૂર્ય તો ઊગશે ત્યારે જ અંધકારમય હશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.


સૂર્ય, ચંદ્ર અને તારાઓ પીગળી જશે. જેમ પુસ્તકનો વીંટો વીંટાળી લેવામાં આવે તેમ આકાશો અલોપ થઈ જશે. દ્રાક્ષવેલા પરથી સૂકાં પાદડાં અને અંજીરી પરથી પાકાં અંજીર ખરી પડે તેમ તારાઓ ખરી પડશે.


અંધકાર છવાય અને અંધારી ટેકરીઓ પર ઠોકર ખાઈને પડો તે પહેલાં, અને તમે પ્રકાશની આશા રાખી હતી પણ એને બદલે તે તેને ઊંડી ગમગીની અને ઘોર અંધકારમાં ફેરવી નાખે તે પહેલાં, તમારા ઈશ્વર પ્રભુને માન આપો.


હું જ્યારે ઇજિપ્તની સતાનું ખંડન કરીશ અને જે બળ પર તેઓ અભિમાન કરતા હતા તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઈ જશે. વાદળ સમગ્ર ઇજિપ્તને ઢાંકી દેશે અને તેમા નગરના લોકો દેશનિકાલ થશે.


તે દિવસ એટલે પ્રભુનો દિવસ આવ્યો છે. તે વાદળાંથી ઘેરાયેલો દિવસ છે, પ્રજાઓને માટે સંકટનો દિવસ છે.


પ્રભુ પરમેશ્વર પ્રમાણે કહે છે: “જે દિવસે એ વૃક્ષ મૃતકોની દુનિયા શેઓલમાં પહોંચી જશે, તે દિવસે શોકની નિશાની તરીકે પાતાળ એને ઢાંકી દે તેમ હું કરીશ. હું નદીઓના જળપ્રવાહ રોકી રાખીશ ને ઝરણાંઓને બહાર આવવા દઇશ નહિ. વૃક્ષના મૃત્યુને કારણે હું લબાનોન પર્વત પર અંધકાર આણીશ ને વનનાં બધાં વૃક્ષોને કરમાવી નાખીશ.


જેમ કોઇ ઘેટાપાળક આમતેમ વિખેરાઇ ગયેલાં પોતાનાં ઘેટાંને શોધવા જાય છે અને તેમને પાછાં લાવે છે, તેમ હું પણ મારાં ઘેટાંને શોધીશ અને તેમને બધેથી એકત્ર કરીને પાછા લાવીશ. જ્યાં જ્યાં તેઓ વિખેરાઇ ગયાં હશે ત્યાંથી હું તેમને પાછાં લઇ આવીશ.


તેમની આગેકૂચ થતાં ધરતી ધ્રૂજે છે અને આકાશ થરથરે છે. સૂર્ય અને ચંદ્ર ઝાંખા પડી જાય છે અને તારાઓ ઝબૂક્તા મટી જાય છે.


એ તો અંધારાનો અને ઉદાસીનતાનો, કાળો અને વાદળાંવાળો દિવસ હશે. પર્વતો પર પથરાઈ જતા અંધકારની જેમ તીડોનું મોટું સૈન્ય આગળ વધી રહ્યું છે. એના જેવું કદી થયું નથી કે હવે થવાનું નથી.


પ્રભુનો એ મહાન અને ભયંકર દિવસ આવ્યા પહેલાં સૂર્ય અંધરાઈ જશે અને ચંદ્ર રક્ત સમાન લાલ બની જશે.


સૂર્ય અને ચંદ્ર અંધકારમય થઈ જશે અને તારાઓ પ્રકાશશે નહિ.


તે દિવસે હું ભરબપોરે સૂર્યને અસ્ત કરી દઈશ અને ધોળે દિવસે પૃથ્વીને અંધકારમય કરી દઈશ. હું સર્વશક્તિમાન પ્રભુ એ બોલ્યો છું.


આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે.


“વિપત્તિના એ દિવસો પછી સૂર્ય અંધકારમય બની જશે, ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ,


“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે.


પછી ચોથા દૂતે તેનું રણશિંગડું વગાડયું એટલે સૂર્યના ત્રીજા ભાગ પર, ચંદ્રના ત્રીજા ભાગ પર અને ત્રીજા ભાગના તારાઓ પર ઘા થયો. તેથી તેમનું ત્રીજા ભાગનું તેજ જતું રહ્યું. દિવસના ત્રીજા ભાગ દરમિયાન અને રાત્રિના ત્રીજા ભાગ દરમિયાન પ્રકાશ નહોતો.


Lean sinn:

Sanasan


Sanasan