Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:6 - પવિત્ર બાઇબલ C.L.

6 તારા રક્તની છોળોથી હું પર્વતોની ટોચ સુધી ભૂમિને તરબોળ કરી દઇશ અને તારા રક્તથી નદીનાળાં છલકાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 વળી જેમાં તું તરે છે તે ભૂમિને છેક પર્વતિ સુધી હું તારા રક્તથી તરબોળ કરીશ; અને નાળાં તારા રક્તથી ભરપૂર થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે હું તારું લોહી પર્વત પર રેડીશ, નાળાઓને તારા રક્તથી ભરી દઈશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 તારા લોહીથી હું ધરતીને તર કરી દઇશ. તારા લોહીથી પર્વતો છંટાઇ જશે અને નદીનાળા ઊભરાઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:6
7 Iomraidhean Croise  

તો હવે પ્રભુ તમને જણાવે છે કે તે હવે જે કાર્ય કરવાના છે તે પરથી તે પ્રભુ છે એની તમને ખબર પડશે. હું મારા હાથમાંની આ લાકડી નાઇલનાં પાણી પર મારીશ એટલે પાણી રક્ત બની જશે.


તેમના ક્તલ થઈ ગયેલાઓને ફેંકી દેવાશે અને તેમનાં શબ સડીને દુર્ગંધ મારશે. તેમના લોહીથી પર્વતો તરબોળ થઈ જશે.


જંગલી આખલા, વાછરડા અને પુખ્ત ગોધાની જેમ લોકોની ક્તલ થશે. તેમનો પ્રદેશ લોહી લોહી થઈ જશે અને તેમની ભૂમિ ચરબીથી લથબથ થઈ જશે


તેથી હું, પ્રભુ પરમેશ્વર, મારા પોતાના સમ ખાઇને કહું છું કે હું તને કત્લેઆમ માટે તૈયાર કરીશ. સંહારમાંથી તું છટકી શકશે નહિ, તેં ખૂનનો અપરાધ કર્યો છે એટલે ખૂન તારો પીછો કરશે.


હું તેના પર્વતોને મૃતદેહોથી ભરી દઈશ અને યુદ્ધમાં માર્યા ગયેલાંના મૃતદેહોથી તેના ડુંગરો, ખીણો અને નાળાં છવાઇ જશે.


શહેર બહાર આવેલા દ્રાક્ષકુંડમાં તે દ્રાક્ષોને પીલીને તેમનો રસ કાઢવામાં આવ્યો અને તેમાંથી આશરે ત્રણસો કિલોમીટર લાંબી અને આશરે બે મીટર ઊંડી રક્તની નદી વહેવા લાગી.


માણસોએ તમારા લોકોનું અને તેમના સંદેશવાહકોનું રક્ત રેડયું છે, અને એટલે જ તમે તેમને પીવા માટે રક્ત આપ્યું છે. તેઓ તેને માટે જ લાયક છે!”


Lean sinn:

Sanasan


Sanasan