Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:4 - પવિત્ર બાઇબલ C.L.

4 હું તને ખુલ્લી જમીન પર ફેંકી દઇશ. હું માંસાહારી પક્ષીઓને તારા પર બેસાડીશ અને આખી પૃથ્વીનાં પશુઓ તારા માંસથી તૃપ્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 હું તેને જમીન પર પડ્યો મૂકીશ. હું તેન ખુલ્લા મેદાનમાં ફેંકી દઈશ, ને સર્વ ખેચર પક્ષીઓને તારા પર બેસાડીશ, ને હું આખી પૃથ્વીનાં પશુઓને તારાથી તૃપ્ત કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 હું તને જમીન પર પડતો મૂકીશ, હું તને ખેતરમાં ફેંકી દઈશ, આકાશના સર્વ પક્ષીઓને તારી પર બેસાડીશ; પૃથ્વીનાં બધા જ જીવતાં પશુઓ તારાથી તૃપ્ત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 હું તને ખુલ્લી જમીન પર પછાડીશ અને ભલે પશુપંખીઓ તારી પર આવે, બધાં પ્રાણીઓને તેઓ ધરાઇ જાય ત્યાં સુધી તારું માંસ ખાવા દઇશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:4
19 Iomraidhean Croise  

તેઓ તલવારની ધારથી માર્યા જશે, અને શિયાળવાંનો ભક્ષ થઈ પડશે.


તમે જ લેવિયાથાન નામના જળ-રાક્ષસના માથાં કચડી નાખ્યાં અને તેનું શરીર વનપશુઓને આહાર માટે આપી દીધું.


નકામી ડાળીની જેમ તારા શબને તિરસ્કારપૂર્વક સડવાને ફેંકી દેવાયું. યુદ્ધમાં તલવારનો ભોગ બનેલા સૈનિકોનાં ખૂંદાયેલાં અને પછી પથરાળ ખાડામાં નાખવામાં આવેલાં શબ સાથે તારું શબ છે.


તે જ પ્રમાણે તેમના સૈનિકોનાં શબ શિકારી પક્ષીઓ અને હિંસક પ્રાણીઓને ખાવાને પર્વતો પર પડયાં હશે. તેઓ ઉનાળામાં પક્ષીઓનો અને શિયાળામાં પ્રાણીઓનો ખોરાક થઈ પડશે.


તેઓ ત્યાંથી પાછા વળશે ત્યારે મારી વિરુદ્ધ બળવો કરનારાઓનાં શબ પડેલાં જોશે. તેમનો કીડો કદી મરશે નહિ અને તેમને સળગાવતો અગ્નિ કદી હોલવાશે નહિ. એ દશ્ય આખી માનવજાત માટે ઘૃણાજનક થઈ પડશે.


તે દિવસે પ્રભુએ જેમનો સંહાર કર્યો હશે તેમનાં શબ પૃથ્વીના એક છેડેથી બીજા છેડા સુધી વેરવિખેર પડી રહેશે. કોઈ તેમને માટે શોક કરશે નહિ, તેમને એકઠાં કરીને દફનાવશે પણ નહિ પણ પૃથ્વીની સપાટી પર ખાતરના ઢગની જેમ પથરાશે.”


સૂર્ય, ચંદ્ર અને તારાઓ જેના પર તેઓ અહોભાવ રાખતા હતા, જેમની તેઓ પૂજા કરતા હતા, અનુસરતા હતા અને સલાહ પૂછતા હતા, અને જેમને તેઓ નમન કરતા હતા તેમની સમક્ષ તે હાડકાં વેરવામાં આવશે; એ હાડકાં એકઠાં કરીને દફનાવાશે નહિ, પણ ભૂમિના પૃષ્ઠ પર ખાતરરૂપ પડયાં રહેશે.


પછી હું તને અને એ બધાં માછલાંઓને રણપ્રદેશમાં ફેંકી દઈશ. તારું શરીર ખુલ્લા મેદાનમાં પડશે. તને ત્યાંથી કોઈ હઠાવશે નહિ કે તને દફનાવશે નહિ. હું તને આકાશનાં પંખીઓ અને પૃથ્વીના પશુઓનો ભક્ષ બનાવીશ.


હું તેના પર્વતોને મૃતદેહોથી ભરી દઈશ અને યુદ્ધમાં માર્યા ગયેલાંના મૃતદેહોથી તેના ડુંગરો, ખીણો અને નાળાં છવાઇ જશે.


ઇજિપ્ત રણ બની જશે અને અદોમ વેરાન ખંડિયેર બની જશે, કારણ, તેમણે યહૂદિયાના લોકો પર આક્રમણ કરીને તેમાં નિર્દોષ માણસોને મારી નાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan