Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:25 - પવિત્ર બાઇબલ C.L.

25 લડાઇમાં માર્યા ગયેલાઓની વચ્ચે એલામ પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના સૈનિકોની કબરો છે, એ બધા બેસુન્‍નતીઓ લડાઇમાં માર્યા ગયા હતા. પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, પણ અત્યારે તેઓ અપમાનિત થઇને મૃત્યુલોક શેઓલમાં પડયા છે અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની સ્થિતિ ભોગવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 તેઓએ તેને માટે તથા તેના સર્વ જનસમૂહને માટે કતલ થયેલાઓમાં શય્યા બિછાવી છે; તેની કબરો તેની આસપાસ છે, તેઓ સર્વ બેસુન્નત તથા તરવારથી કતલ થયેલા છે; કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, ને તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે. કતલ થયેલાઓમાં તેને મૂકવામાં આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 તેની આસપાસ તેની કબરો છે. તેઓએ એલામ તથા તેના સમુદાય માટે કતલ થયેલાઓની વચમાં પથારી કરી છે; તેઓમાંના બધા બેસુન્નતીઓ તથા તલવારથી કતલ થયેલા છે. તેઓ પૃથ્વીમાં ત્રાસ લાવ્યા હતા. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થશે. તેઓને મારી નંખાયેલા મધ્યે મૂકવામાં આવ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

25 એલામ યુદ્ધમાં માર્યા ગયેલાઓની વચમાં પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના યોદ્ધાઓની કબરો આવેલી છે. એ બધા વિશ્વાસઘાતી લોકો યુદ્ધમાં માર્યા ગયા હતા. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે બધાને ભયથી થથરાવી મૂકતા હતા. પણ અત્યારે તો તેઓ પોતાની લજ્જાની સાથે નરકમાં જઇને પડ્યાં છે, અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની દશા ભોગવે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:25
11 Iomraidhean Croise  

ગાથમાં તે કહેશો નહિ કે આશ્કલોનની શેરીઓમાં એ જાહેર કરશો નહિ; નહિ તો પલિસ્તીયા દેશની સ્ત્રીઓ આનંદ કરશે અને પરપ્રજાની પુત્રીઓ ખુશ થશે.


તેણે પોતાના યુવાન શસ્ત્રવાહકને કહ્યું, “તારી તલવાર ખેંચીને મને આરપાર વીંધી નાખ, નહિ તો આ પરપ્રજાના પલિસ્તીઓ આવીને મારું અપમાન કરશે. પરંતુ તે યુવાન એમ કરતાં બહુ બીધો. તેથી શાઉલે પોતાની તલવાર લઈને તે પર પડતું મૂકાયું.


જો હું ઊંચે આકાશમાં ચઢી જાઉં તો તમે ત્યાં છો! જો હું નીચે મૃત્યુલોક શેઓલમાં પથારી કરું તો તમે ત્યાં પણ છો!


તેમને કહે: શું તમે પોતાને સૌંદર્યમાં સર્વશ્રેષ્ઠ માનો છો? તમે પણ અધોલોકમાં ઊતરી જશો અને પરપ્રજાના લોક સાથે પડી રહેશો.


સૌથી મહાન પરાક્રમી પુરુષો અને ઇજિપ્તને પક્ષે લડનારાઓ ઇજિપ્તીઓને મૃત્યુલોક શેઓલમાં આવકાર આપતાં કહે છે: પરપ્રજાના જે લોક યુદ્ધમાં માર્યા ગયા છે, તે અહીં આવ્યા છે અને અહીં પડયા છે.


“એલામ પણ ત્યાં છે. તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ બધા લડાઇમાં માર્યા ગયા છે. એક સમયે પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, તે સર્વ લડાઇમાં માર્યા જઈ ઈશ્વર સાથેના કોઈ સંબંધ વિનાની સ્થિતિમાં પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પહોંચી ગયા છે અને અત્યારે તેઓ અપમાનિત થઈને ત્યાં પોઢી ગયા છે.


મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.


“હું, પ્રભુ પરમેશ્વર જાહેર કરું છું કે તન અને મનની સુન્‍નત ન કરાવી હોય તેવો કોઈ પરપ્રજાજન મારા મંદિરમાં પ્રવેશ કરે નહિ. ઇઝરાયલી લોકો સાથે વસતો કોઈ પરપ્રજાજન પણ મારા મંદિરમાં પ્રવેશ કરી શકશે નહિ.”


“ઓ હઠીલાઓ, ઓ નાસ્તિકો, ઈશ્વરનો સંદેશો સાંભળવામાં તમે કેવા બહેરા છો? તમે તમારા પૂર્વજોના જેવા છો; તમે પણ હંમેશાં પવિત્ર આત્માનો વિરોધ કરતા રહ્યા છો.


તેથી હું તેને માંદગીના બિછાને નાખીશ અને તેણે કરાવેલાં કૃત્યોથી વ્યભિચારીઓ પાછા નહિ ફરે તો હું તેમને ભારે સતાવણીમાં નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan