Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:23 - પવિત્ર બાઇબલ C.L.

23 તેમની કબરો પાતાળને છેક તળિયે ગોઠવેલી છે. એના બધા સૈનિકો લડાઇમાં માર્યા ગયા અને આશ્શૂરની કબરની આસપાસ તેમની કબરો છે. એક સમયે તો તેઓ પૃથ્વી પર ત્રાસ વર્તાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 તેની કબરો ખાઇને છેક તળિયે ગોઠવેલી ને તેના લોકો તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડેલા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓની કબરો નીચે નરકમાં છે અને તેનો સમુદાય તેની કબરની આસપાસ છે. જેઓ પૃથ્વી પર ત્રાસદાયક હતા, જેઓ તલવારથી કતલ થઈને પડ્યા તેની આસપાસ તેની કબરો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેઓની કબરો નીચે નરકમાં છે અને તેઓના સૈન્યની કબરો ત્યાં ચારે તરફ છે. લોકોને ત્રાસ પમાડનાર પોતે જ શત્રુઓના હાથે મૃત્યુ પામ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:23
14 Iomraidhean Croise  

એ કેવું અપ્રાપ્ય છે તેની માણસને ખબર નથી, અને તે સજીવોની ભૂમિમાં જડતું નથી.


તેથી જીવંતજનોના આ જગતમાં હું પ્રભુની સંમુખ ચાલીશ


હે પ્રભુ, હું તમને પોકાર કરીને કહું છું કે, “તમે જ મારા આશ્રય છો, જીવંતજનોની આ દુનિયામાં તમે જ મારું સર્વસ્વ છો.”


દુનિયામાંના આ જીવનમાં જ હું પ્રભુની ભલાઈનો અનુભવ કરીશ એવો મને હજી યે વિશ્વાસ છે.


શું આ જ માણસે દુનિયાને ઉજ્જડ બનાવી હતી અને તેનાં શહેરોનો નાશ કર્યો હતો? પોતાના કેદીઓને છટકીને ઘેર નાસી જવા ન દેનાર તે શું આ જ માણસ છે?’


મને થયું કે હવે હું જીવતાઓની દુનિયામાં પ્રભુને જોઈશ નહિ. આ દુનિયા પર વસતા કોઈ માણસને હવેથી હું જોઈ શકીશ નહિ.


એ પહેલાં તો હું નિર્દોષ ઘેટાને ક્તલ માટે લઈ જવામાં આવે છે તેના જેવો અજાણ હતો. તેઓ મારી જ વિરુદ્ધ પ્રપંચ રચી રહ્યા છે તેની મને ખબર નહોતી. તેઓ કહેતા હતા, “વૃક્ષ ફૂલ્યુંફાલ્યું છે ત્યારે જ તેને કાપી નાખીએ; આપણે તેને આ જીવતાંની દુનિયામાંથી હણી નાખીએ, કે જેથી કોઈ તેનું નામ યાદ કરે નહિ.”


તેઓ તારે વિશે આ શોકગીત ગાશે: હે ખ્યાતનામ નગરી, તારો કેવો નાશ થયો છે! તારે ત્યાં સાગરખેડૂઓ વસતા હતા. તારી અને તારા રહેવાસીઓની સમુદ્ર વિસ્તારમાં આણ પ્રવર્તતી હતી. દરિયા કાંઠાના તમામ લોકો પર તમારી ધાક હતી.


હું તને મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલી દઈશ. ત્યાં તું પ્રાચીન સમયના લોકો ભેગું થઈ જશે. હું તને પુરાતન ખંડેરોની દુનિયામાં મૃત્યુલોકના ઊંડાણમાં ધકેલાઈ ગયેલા લોકની સાથે વસાવીશ. તું ફરીથી વસતીવાળું બનશે નહિ કે આ દુનિયામાં હયાતી ધરાવશે નહિ.


“ફેરોએ પણ પૃથ્વીના લોક પર ત્રાસ વર્તાવ્યો હતો, તે અત્યારે પોતાના સૈન્ય સહિત યુદ્ધમાં માર્યા ગયેલા પરપ્રજાજનો સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢી ગયો છે.” પ્રભુ પરમેશ્વર એમ કહે છે.


આશ્શૂરીઓ માટે તો પ્રભુએ આવું નિર્માણ કર્યું છે: “તેમનું નામ ચાલુ રાખનાર તેમનો કોઈ વંશજ રહેશે નહિ. તેમનાં દેવમંદિરમાં સ્થાપેલી મૂર્તિઓનું હું ખંડન કરીશ. આશ્શૂરીઓ માટે હું ઘોર ખોદી રહ્યો છું. કારણ, તેઓ હવે જીવવાને લાયક રહ્યા નથી!”


Lean sinn:

Sanasan


Sanasan