Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:21 - પવિત્ર બાઇબલ C.L.

21 સૌથી મહાન પરાક્રમી પુરુષો અને ઇજિપ્તને પક્ષે લડનારાઓ ઇજિપ્તીઓને મૃત્યુલોક શેઓલમાં આવકાર આપતાં કહે છે: પરપ્રજાના જે લોક યુદ્ધમાં માર્યા ગયા છે, તે અહીં આવ્યા છે અને અહીં પડયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સહાયકારીઓની સાથે શેઓલમાંથી બોલશે. તેઓ, એટલે બેસુન્નતો, નીચે પડ્યા, તેઓ તરવારથી કતલ થઈને પડી રહ્યા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સાથીઓની સાથે શેઓલમાંથી બોલશે: ‘તેઓ અહીં નીચે આવ્યા છે! તેઓ તલવારથી મારી નંખાયેલા બેસુન્નતીઓ સાથે સૂઈ ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “જ્યારે તે પોતાના સર્વ મિત્રો સાથે કબરમાં જશે ત્યારે પરાક્રમી યોદ્ધાઓ ત્યાં તેઓનું સ્વાગત કરશે. જે પ્રજાઓનો તેણે ધિક્કાર કર્યો હતો તેઓની સાથે તે રહેશે. એ બધા તરવારથી માર્યા ગયેલાઓ છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:21
11 Iomraidhean Croise  

મારા શત્રુઓ એકાએક મૃત્યુ પામો! તેઓ જીવતા જ મૃત્યુલોક શેઓલમાં ઊતરી પડો! કારણ, તેમનાં ઘર અને મન ભૂંડાઈથી ભરેલાં છે.


દુષ્ટો મૃત્યુલોક શેઓલ પ્રતિ ઘસડાઈ જશે. સાચે જ, ઈશ્વરની અવજ્ઞા કરનાર બધા લોકોનો એ જ અંજામ થશે.


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


બળવાન માણસ કચરા જેવો અને તેનું કામ તણખલાં જેવું થશે. એ બન્‍ને સાથે જ બાળી નંખાશે અને આગ હોલવનાર કોઈ હશે નહિ.


એ વૃક્ષ તો ઇજિપ્તનો રાજા અને તેનો જનસમુદાય છે. એદનવાટિકાનાં વૃક્ષો પણ એનાં જેટલાં ઊંચા કે મહાન નહોતાં. હવે, એદનનાં વૃક્ષોની જેમ એ અધોલોકમાં ફેંકાઇ જશે અને લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે પડયું રહેશે.” એમ પ્રભુ પરમેશ્વર કહે છે.


તેમને કહે: શું તમે પોતાને સૌંદર્યમાં સર્વશ્રેષ્ઠ માનો છો? તમે પણ અધોલોકમાં ઊતરી જશો અને પરપ્રજાના લોક સાથે પડી રહેશો.


પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી.


Lean sinn:

Sanasan


Sanasan