Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 31:3 - પવિત્ર બાઇબલ C.L.

3 તું તો લબાનોનના સુંદર, ઘટ્ટાદાર અને ઊંચા ગંધતરુ જેવો છે. તેની ટોચ વાદળોને સ્પર્શે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 જો, આશૂરી તો લબાનોનના એરેજવૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તથા તેનું કદ ઊંચું હતું; તેની ટોચ વાદળ સુધી પહોંચી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જો, આશ્શૂરી લબાનોનના દેવદાર વૃક્ષ જેવો હતો, તેની ડાળીઓ સુંદર, તેની છાયા ઘટાદાર, તેનું ઊંચાઈ ઘણી હતી! અને તે વૃક્ષની ટોચ ડાળીઓ કરતાં ઉપર હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તું બાબિલના સુંદર ઘટાદાર શાખાઓવાળા કેદારવૃક્ષ સમો છે. તારો છાંયો ખૂબ વિશાળ છે અને તું એટલો ઉંચો છે કે તું વાદળાને અડકે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 31:3
24 Iomraidhean Croise  

નેકજનો તાડની જેમ ખીલશે; તેઓ લબાનોનના ગંધતરુની જેમ ઊંચા વધશે.


તારા સંદેશકો મારફતે તેં પ્રભુની નિંદા કર્યે રાખી છે. વળી, તેં કહ્યું છે કે, ‘મેં મારા રથોથી ઊંચા પર્વતો અને લબાનોનના ઊંચા શિખરો સર કર્યાં છે. ત્યાંનાં ઊંચાં ઊંચાં ગંધતરુઓ અને દેવદારનાં ઉત્તમ વૃક્ષોને કાપી નાખ્યાં છે. હું તેના સૌથી છેવાડાનાં શિખરો પરનાં ગાઢ જંગલોમાં પહોંચી ગયો છું.


તે વ્યક્તિ પાણીની નજીક રોપાયેલા વૃક્ષ જેવી છે; તેનાં મૂળ ઝરણાં તરફ પહોંચે છે; તાપ પડે તેનો તેને ડર નથી; કારણ, તેનાં પાંદડાં લીલાંછમ રહે છે. તેને અનાવૃષ્ટિની પણ ચિંતા નથી! તે તો ફળ આપ્યે જ જાય છે.


તેથી હું ઇઝરાયલનો ઈશ્વર સેનાધિપતિ પ્રભુ આ પ્રમાણે કહું છું. મેં જેમ આશ્શૂરના રાજાને સજા કરી તેમ બેબિલોનના રાજા અને તેના દેશને જરૂર સજા કરીશ.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “હું આ ઊંચા ગંધતરુની ટોચની ડાળી પરથી એક કુમળી કૂંપળ તોડી લઇશ અને તેને એક ઊંચા અને ઉન્‍નત પર્વત પર રોપીશ.


તેની ડાળીઓ શાસકોના રાજદંડના જેવી મજબૂત હતી. તેની ગીચ ડાળીઓ અને ઊંચાઇ સૌને વિસ્મિત કરતી હતી.


હવે હું, પ્રભુ પરમેશ્વર, આમ કહું છું. એ વૃક્ષે વધીને પોતાની ટોચ વાદળ સુધી પહોંચાડી છે. એ જેમ જેમ ઊંચું થતું ગયું છે તેમ તેમ એ ગર્વિષ્ઠ થયું છે.


હું જ્યારે એને મૃત્યુલોક શેઓલમાં ફેંકી દઇશ ત્યારે એના પતનથી થયેલા ધડાકાથી પ્રજાઓ ધ્રૂજી ઊઠશે. એદનવાટિકાનાં સર્વ વૃક્ષો અને લબાનોનનાં વિપુલ પાણી પીને સર્વોત્તમ બનેલાં પુષ્ટ વૃક્ષો શેઓલમાં આનંદ પામશે.


તેઓ પણ તેની સાથે શેઓલમાં જશે. અગાઉ તલવારથી ક્તલ થયેલાં પણ ત્યાં પડેલાં હશે. તેની છાયામાં વસતી સર્વ પ્રજાઓ પણ નષ્ટ થઇ જશે.


એને પુષ્કળ પાણી મળ્યું તેથી તે વનનાં બીજાં વૃક્ષો કરતાં કદમાં ઊંચું વયું, તેની ડાળીઓ લાંબી અને મજબૂત બની.


દરેક પ્રકારનાં પંખીઓ તેની ડાળીઓમાં માળા બાંધતાં, એની છાયામાં જંગલી પશુઓ પોતાનાં બચ્ચાંને જન્મ આપતાં અને દુનિયાની પ્રજાઓએ એની છાયામાં આરામ કર્યો.


ઈશ્વરની વાડીનાં ગંધતરુ એની બરોબરી કરી શકે નહિ. એની ડાળીઓ સાથે દેવદારને સરખાવી શકાય નહિ અને ચિનારવૃક્ષની તો કશી વિસાત નહિ. ઈશ્વરના બાગમાંનું કોઈ વૃક્ષ એના જેટલું સુંદર નહોતું.


“આશ્શૂર પણ ત્યાં પડયું છે, તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ સર્વ યુદ્ધમાં માર્યા ગયા હતા.


“હું ઊંઘમાં હતો ત્યારે મને દર્શન થયું. મેં જોયું તો પૃથ્વીના મધ્યભાગમાં એક વિશાળ વૃક્ષ હતું.


તેનાં પાંદડાં સુંદર હતાં. દુનિયામાં સૌને માટે પૂરતાં થાય એટલાં ફળથી તેની ડાળીઓ લચી પડી હતી. વન્ય પ્રાણીઓ તેની છાયામાં આરામ લેતાં, પક્ષીઓ તેની ડાળ પર માળા બાંધતાં અને સર્વ સજીવો તેનાં ફળ ખાતાં.


એટલે બધા ભવિષ્યવેત્તાઓ, જાદુગરો, વિદ્વાનો અને જ્યોતિષો આવ્યા. મેં તેમને મારું સ્વપ્ન જણાવ્યું, પણ તેઓ તેનો ખુલાસો આપી શક્યા નહિ.


તે પોતાની શક્તિથી આશ્શૂરનો પણ નાશ કરશે. તે નિનવે નગરને ઉજ્જડ, ખંડિયેર અને નિર્જળ અરણ્ય બનાવી દેશે.


હે લબાનોન, તારાં દ્વાર ખોલ કે અગ્નિ તારાં ગંધતરુઓને બાળીને ભસ્મીભૂત કરી દે!


હે દેવદારનાં વૃક્ષો, વિલાપ અને કલ્પાંત કરો; ગંધતરુઓ નષ્ટ થયાં છે. એ ભવ્ય વૃક્ષોનો નાશ થયો છે. હે બાશાનનાં ઓકવૃક્ષો, રડો અને વિલાપ કરો! ગાઢ જંગલ કપાઈ ગયાં છે!


કાંટાના છોડે તેમને જવાબ આપ્યો, ‘જો તમે ખરેખર તમારા રાજા તરીકે અભિષેક કરવા માગતા હો, તો આવીને મારી છાયાનો આશ્રય લો. પણ જો તમે નહિ કરો, તો મારી કાંટાળી ડાળીઓમાંથી અગ્નિ ફાટી નીકળશે અને લબાનોનનાં ગંધતરુ બાળી નાખશે.”


Lean sinn:

Sanasan


Sanasan