હઝકિયેલ 30:6 - પવિત્ર બાઇબલ C.L.6 પ્રભુ કહે છે: “ઉત્તરના મિગ્દોલ નગરથી દક્ષિણના સૈયેને નગર સુધીના ઇજિપ્તના ટેકેદારો યુદ્ધમાં તલવારથી માર્યા જશે અને પોતાની લશ્કરી તાક્તનો ઈજિપ્તનો ઘમંડ ઓસરી જશે. હું, પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)6 યહોવા કહે છે કે મિસરને ટેકો આપનારો માર્યા જશે, ને તેના સામર્થ્યનો ગર્વ ઊતરી જશે, પ્રભુ યહોવા કહે છે કે, મિગ્દોલથી સૈયેને સુધી તેમાંના લોકો તરવારથી માર્યા જશે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20196 યહોવાહ આમ કહે છે: મિસરને ટેકો આપનારાઓ પડી જશે અને તેઓના સાર્મથ્યનું અભિમાન ઊતરી જશે. મિગ્દોલથી તે સૈયેને સુધી તેઓના સૈનિકો તલવારથી પડી જશે.” આમ પ્રભુ યહોવાહ કહે છે. Faic an caibideilપવિત્ર બાઈબલ6 “‘યહોવા મારા માલિકના આ વચન છે: મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે. ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ તરવારથી નાશ પામશે. એમ યહોવા મારા માલિક જાહેર કરે છે. Faic an caibideil |