Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 30:4 - પવિત્ર બાઇબલ C.L.

4 એ દિવસે ઇજિપ્ત પર યુદ્ધ આવી પડશે. કૂશ પર મહા દુ:ખ આવી પડશે. ઇજિપ્તમાં અનેક માર્યા જશે, દેશનું ધન લૂંટાઈ જશે અને તેના પાયા ખંડેર બની જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 મિસર પર તરવાર આવશે, ને જ્યારે કતલ થયેલાઓ મિસરમાં પડશે ત્યારે કૂશમાં ભારે દુ:ખ થશે. તેઓ [મિસર] ના જનસમૂહને પકડી લઈ જશે, ને તેના પાયા તોડી પાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 મિસર વિરુદ્ધ તલવાર આવશે, મારી નંખાયેલા લોકો મિસરમાં પડશે, ત્યારે કૂશમાં દુઃખ થશે ત્યારે તેઓ તેની સંપત્તિ લઈ જશે અને તેના પાયા તોડી પાડવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 એ દિવસે મિસરમાં અને કોનો સંહાર થશે, તેની સંપત્તિ લૂંટાઇ જશે અને દેશ આખો ખેદાનમેદાન થઇ જશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 30:4
19 Iomraidhean Croise  

તેથી મોઆબના લોકો પોતાના દેશ પર આવી પડેલી આફતને લીધે રુદન કરશે. તેઓ કીરહરેસેથની સૂકી દ્રાક્ષોની પોળીઓ સંભારીને નિસાસા નાખીને રડશે.


કૂશની નદીઓની પેલે પારના પ્રદેશમાં પાંખોનો ફફડાટ સંભળાય છે.


પ્રભુ કહે છે, “હું ઇજિપ્તમાં આંતરવિગ્રહ ચલાવીશ. ભાઈ ભાઈની સામે, પડોશી પડોશીની સામે, નગર નગરની સામે અને રાજ્ય રાજ્યની સામે લડશે.


આશ્દોદનું પતન થયું ત્યારે પ્રભુએ કહ્યું, “મારો સેવક યશાયા ત્રણ વર્ષ સુધી ખુલ્લા શરીરે અને ઉઘાડે પગે ફર્યો છે. એ તો ઇજિપ્ત તથા કૂશનું જે થવાનું છે તેની નિશાની છે.


હે ઘોડેસ્વારો, આગેકૂચ કરો! રથો મારી મૂકો! સૈનિકો આક્રમણ કરો! કુશ અને પુટના ઢાલધારીઓ અને લૂદના પ્રવીણ ધનુર્ધારીઓ, આગળ વધો!


નગરની ચારેબાજુએથી રણનાદ ગજવો. હવે બેબિલોન નગરીએ શરણાગતિ સ્વીકારી છે. તેના બુરજો તૂટી પડયા છે અને તેનો કોટ તોડી પાડવામાં આવ્યો છે. હું પ્રભુ બેબિલોન પર વેર વાળું છું તેથી તેના પર તમારું વેર વાળો! તેણે તમારા જેવા હાલ કર્યા હતા તેવા જ તેના પણ કરો.


હું તારે ત્યાં રોગચાળો મોકલીશ અને તારી શેરીઓમાં કત્લેઆમ ચલાવીશ. ચારે બાજુથી તારા પર આક્રમણ થશે અને તારાં માણસો માર્યા જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”


હું ઇજિપ્તને સૌથી વેરાન દેશ બનાવી દઈશ. ચાળીસ વર્ષ સુધી ઇજિપ્તનાં નગરો કોઈપણ દેશનાં અન્ય નગરો કરતાં વધુ ઉજ્જડ બની જશે. હું ઇજિપ્તીઓને નિર્વાસિતો બનાવી દઈશ. તેઓ બધા દેશોમાં નાસી છૂટશે અને બીજી પ્રજાઓ વચ્ચે વસશે.”


તેથી હું, પ્રભુ પરમેશ્વર આમ કહું છું: હું રાજા નબૂખાદનેસ્સારને ઇજિપ્ત દેશ સોંપી દઉં છું. તે એ દેશને લૂંટી લેશે, તેની ધનસંપત્તિ ઉઠાવી જશે અને તે લૂંટ તેના સૈન્ય માટે શ્રમના બદલામાં મળેલું વેતન બની રહેશે.


આથી હું, પ્રભુ પરમેશ્વર, તને કહું છું કે હું તારા પર તલવારધારી માણસો દ્વારા હુમલો કરાવીશ. તેઓ તારા જનજનાવરોનો સંહાર કરશે.


એ સૈન્યમાં ઇરાન, કૂશ તથા પુટનાં ઢાલ અને શિરટોપથી સજ્જ થયેલ સૈનિકો છે.


તે ઇજિપ્તના સોનારૂપાના ગુપ્ત ભંડારો અને સર્વ મૂલ્યવાન ચીજવસ્તુઓ લઈ જશે. તે લિબિયા અને સુદાન પર જીત મેળવશે.


પ્રભુ કુશી લોકોનો પણ તલવારથી સંહાર કરશે.


Lean sinn:

Sanasan


Sanasan