Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 30:18 - પવિત્ર બાઇબલ C.L.

18 હું જ્યારે ઇજિપ્તની સતાનું ખંડન કરીશ અને જે બળ પર તેઓ અભિમાન કરતા હતા તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઈ જશે. વાદળ સમગ્ર ઇજિપ્તને ઢાંકી દેશે અને તેમા નગરના લોકો દેશનિકાલ થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 વળી જ્યારે હું તાહપાનેસમાં મિસરે મૂકેલૌ ઝૂંસરીઓ ભાંગી નાખીશ, ને તેના અંત:કરણમાંના પોતાના બળ વિષેના અભિમાનનો નાશ થશે, ત્યારે ત્યાં દિવસ અંધકારમય થઈ જશે. તેને વાદળ ઢાંકી દેશે, ને તેની પુત્રીઓ ગુલામગીરીમાં જશે,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જ્યારે હું તાહપન્હેસમાં મિસરે મૂકેલી ઝૂંસરીઓ તોડી ભાંગી નાખીશ, ત્યારે તેના સામર્થ્યનું અભિમાન સમાપ્ત થઈ જશે. ત્યાં વાદળ તેને ઢાંકશે, તેની દીકરીઓ ગુલામીમાં જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 જે દિવસે હું મિસરની સત્તાને તોડી પાડીશ અને જે બળ ઉપર એ અભિમાન કરે છે તેનો અંત આણીશ ત્યારે તાહપન્હેસમાં અંધકાર છવાઇ જશે અને આખા મિસર પર વાદળ ઘેરાશે, અને ત્યાંનાં બધા નગરોના વતનીઓ કેદ પકડાશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 30:18
30 Iomraidhean Croise  

કારણ, તેમણે દેશની સપાટીને એવી છાઈ દીધી હતી કે બધી સપાટી કાળી કાળી દેખાતી હતી. કરાથી બચી ગયેલી દેશની સર્વ વનસ્પતિ અને વૃક્ષોનાં બધાં ફળ તીડો ખાઈ ગયાં. આખા ઇજિપ્તમાં છોડ કે ઝાડ પર કંઈ લીલોતરી રહેવા પામી નહિ.


એ સમયે હું તમારા ખભા પરથી આશ્શૂરના જુલમનો બોજો ઉતારી મૂકીશ અને તમે પુષ્ટ થયા હોવાથી તમારી ગરદન પરથી તેમની ઝૂંસરી ભાંગી નાખીશ.”


આકાશના તારાઓ અને નક્ષત્રો પ્રકાશ આપશે નહિ. સૂર્ય તો ઊગશે ત્યારે જ અંધકારમય હશે અને ચંદ્ર પ્રકાશ આપશે નહિ.


વીણાના સંગીત સહિતનો તારો સર્વ વૈભવ વિલાઈ ગયો છે અને તને મૃત્યુલોક શેઓલમાં ઉતારી દેવામાં આવ્યો છે. તું અળસિયાંની પથારી પર પડયો છે અને તેં કીડાઓનો કામળો ઓઢયો છે.’ ”


હું મારા ઇઝરાયલ દેશમાં આશ્શૂરીઓને કચડી નાખીશ અને મારા પર્વતો પર તેમને ખૂંદી નાખીશ. હું મારા લોકને આશ્શૂરની ઝૂંસરીમાંથી અને તેમના ખભા પરના તેમના બોજથી મુક્ત કરીશ.


ઇજિપ્ત વિષેનો આ સંદેશ છે: પ્રભુ વેગવાન વાદળ પર સવાર થઈને ઇજિપ્તમાં આવે છે. તેમની સમક્ષ ઇજિપ્તની મૂર્તિઓ ધ્રૂજી ઊઠી છે અને ઇજિપ્તના લોકોના હોશકોશ ઊડી ગયા છે.


એ દિવસે તેઓ ઇઝરાયલ પર ધૂઘવતા સમુદ્રની જેમ ગર્જશે. જો કોઈ દેશ પર દષ્ટિપાત કરે તો તેને અંધકાર અને આફત જ દેખાશે. પ્રકાશ પણ વાદળોથી ઘેરાઈ જશે.


સર્વસમર્થ પ્રભુનો કોપ આખા દેશમાં ભભૂકી ઊઠયો છે અને લોકો એમાં બળતણ જેવા બન્યા છે. કોઈ પોતાના ભાઈ પર દયા રાખતો નથી.


કારણ, વર્ષો પૂર્વે તમે મિદ્યાનીઓના સૈન્યને હરાવ્યું હતું તે પ્રમાણે તમે તમારા લોક પરની ઝૂંસરીનાં, તેમના ખભા પરના ત્રાસદાયક દાંડાના એટલે તેમના પર જુલમ કરનારાઓના દંડના ભાંગીને ચૂરેચૂરા કરી નાખ્યા છે.


મેમ્ફીસ અને તાહપન્હેસના લોકોએ તેની ખોપરી ભાંગી નાખી છે.


પ્રભુએ આ પ્રમાણે કહ્યું, “તું તારે માટે ઝૂંસરી અને ચામડાની વાધરી બનાવ અને તે ઝૂંસરી તારી ગરદન પર મૂક;


પછી સંદેશવાહક હનાન્યાએ સંદેશવાહક યર્મિયાની ગરદન પરથી ઝૂંસરી લઈ લીધી અને તેને ભાંગી નાખી.


“હનાન્યા પાસે જઈને તેને કહે કે પ્રભુ આ પ્રમાણે કહે છે: તેં લાકડાની ઝૂંસરી ભાંગી નાખી છે, પણ એને બદલે, હું લોખંડની ઝૂંસરી બનાવીશ.


“હું સેનાધિપતિ પ્રભુ પોતે કહું છું કે તે દિવસે હું તેમની ગરદન પરથી તેની ઝૂંસરી તોડી નાખીશ અને તેમનાં બંધનો છોડી નાખીશ.


ઇજિપ્તનાં નગરો મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં વસતા યહૂદિયાના બધા લોકો વિષે પ્રભુનો આવો સંદેશ યર્મિયાને મળ્યો.


ઇજિપ્તમાં એ વિષે ઘોષણા કરો! તેનાં નગરો મિગ્દોલ, નોફ તથા તાહપાન્હેસમાં જાહેરાત કરો; સાવધ થાઓ, તૈયાર થાઓ! કારણ, તમારી આસપાસ બધું યુદ્ધમાં તારાજ થયું છે.


પ્રભુએ પોતાના ક્રોધમાં સિયોનને અંધકારથી ઢાંકી દીધું છે. ઇઝરાયલની ગૌરવસમી નગરીને તેમણે ખંડિયેરમાં ફેરવી નાખી છે. પોતાના ક્રોધના દિવસે તેમણે પોતાના મંદિરની પણ પરવા કરી નથી.


તે સૌથી નિર્બળ રાજ્ય થશે અને ફરી કદી બીજી પ્રજાઓ સામે માથું ઊંચકશે નહિ. હું તેમને એટલા પામર બનાવી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર હકૂમત ચલાવી શકશે નહિ.


હું ઇજિપ્તીઓને બીજી પ્રજાઓમાં અને દુનિયાના અન્ય દેશોમાં વેરવિખેર કરી દઈશ.


તે દિવસ એટલે પ્રભુનો દિવસ આવ્યો છે. તે વાદળાંથી ઘેરાયેલો દિવસ છે, પ્રજાઓને માટે સંકટનો દિવસ છે.


એ વૃક્ષ તો ઇજિપ્તનો રાજા અને તેનો જનસમુદાય છે. એદનવાટિકાનાં વૃક્ષો પણ એનાં જેટલાં ઊંચા કે મહાન નહોતાં. હવે, એદનનાં વૃક્ષોની જેમ એ અધોલોકમાં ફેંકાઇ જશે અને લડાઇમાં માર્યા ગયેલા પરપ્રજાના લોક સાથે પડયું રહેશે.” એમ પ્રભુ પરમેશ્વર કહે છે.


હું તારો વિનાશ કરીશ ત્યારે આકાશને ઢાંકી દઇશ અને તારાઓને નિસ્તેજ બનાવી દઇશ. સૂર્ય વાદળો પાછળ સંતાઇ જશે અને ચંદ્ર પોતાનો પ્રકાશ આપશે નહિ.


વૃક્ષોને ફળ આવશે, ખેતરોમાં પાક થશે અને દરેક જણ પોતાના દેશમાં સહીસલામતીમાં જીવશે. હું મારા લોકની ઝૂંસરી તોડી નાંખીશ અને ગુલામ બનાવનારાઓના હાથમાંથી તેમને છોડાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


તું, તારું સર્વ સૈન્ય તથા તારી સાથે આવેલી બીજી અનેક પ્રજાઓના લડવૈયાઓ એ દેશ પર આંધીની જેમ ત્રાટકશો અને દેશને વાદળની પેઠે ઢાંકી દેશો.”


સૂર્ય અને ચંદ્ર અંધકારમય થઈ જશે અને તારાઓ પ્રકાશશે નહિ.


મેં પ્રભુ, તમારા ઈશ્વરે તમને ઇજિપ્તમાંથી મુક્ત કર્યા છે. તેથી હવે ફરીથી તમે ગુલામ બનશો નહિ. મેં તમારી ગુલામીની ઝૂંસરી તોડી નાખી છે અને તમને ગૌરવથી ઉન્‍નત મસ્તકે ચાલતા કર્યા છે.


આ દિવસોની વિપત્તિઓ પછી તરત જ સૂર્ય પોતાનું તેજ ગુમાવશે અને ચંદ્ર પ્રકાશશે નહિ. આકાશમાંથી તારાઓ ખરશે અને આકાશનાં નક્ષત્રો તેમના માર્ગમાંથી હટાવાશે.


Lean sinn:

Sanasan


Sanasan