Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 30:16 - પવિત્ર બાઇબલ C.L.

16 હું ઇજિપ્તને આગ લગાડીશ અને સીન પર ભારે આપત્તિ આવી પડશે. નો નગરના કોટ ભાંગીને ભૂકો થઈ જશે અને નોફ શહેરમાં પૂરનાં પાણી ફરી વળશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હું મિસરમાં આગ સળગાવીશ, સીન પર ભારે આપત્તિ આવી પડશે, નો ભાંગીતૂટી જશે. અને દુશ્મનો નોફને રાતદિવસ હેરાન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હું મિસરમાં અગ્નિ સળગાવીશ, સીનમાં ભારે આફત આવશે, નોનો ભાંગી પડશે. નોફને દુશ્મનો રાતદિવસ હેરાન કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હું મિસરને આગ ચાંપીશ અને પાપનું નગર ભયથી થરથરી ઊઠશે. નોફની દિવાલમાં ગાબડાં પડશે અને, મેમ્ફિઓના દુશ્મનો તેમને રાતદિવસ હેરાન કરશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 30:16
9 Iomraidhean Croise  

ઇજિપ્તનાં નગરો મિગ્દોલ, તાહપાન્હેસ, નોફ અને પાથ્રોસ પ્રદેશમાં વસતા યહૂદિયાના બધા લોકો વિષે પ્રભુનો આવો સંદેશ યર્મિયાને મળ્યો.


તેં તારા વેપારધંધામાં એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે તારા પવિત્રસ્થાનોને પણ અપવિત્ર બનાવ્યાં છે. આથી મેં તૂર શહેરને આગ લગાડી અને તારા સર્વ પ્રેક્ષકોનાં દેખતાં તું બળીને ભસ્મીભૂત બની ગયો.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું નોફમાંની મૂર્તિઓનો અને તેની પ્રતિમાઓનો નાશ કરીશ. ઇજિપ્તમાં કોઈ શાસક નહિ હોય અને હું આખા દેશને ભયભીત બનાવીશ.


હું પાથ્રોસને ઉજ્જડ કરીશ, અને ઉત્તરના સોઆન નગરને આગ લગાડીશ. નો નગરનો ન્યાય કરીને તેને શિક્ષા કરીશ.


હું ઇજિપ્તના મહાન કિલ્લારૂપ નગર સીન પર મારો રોષ ઠાલવીશ. હું નો નગરની ધનસંપત્તિનો વિનાશ કરીશ.


ઓન અને પીલેસેથ નગરોના જુવાનો યુદ્ધમાં માર્યા જશે અને બીજા લોકો દેશનિકાલ થશે.


હું માગોગ ઉપર અને સમુદ્રકાંઠે નિશ્ર્વિંત થઈને રહેતા લોકો પર અગ્નિ વરસાવીશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


વિનાશમાંથી ઊગરવા લોકો નાસી છૂટશે ત્યારે ઇજિપ્તીઓ તેમને એકઠા કરીને મેમ્ફીસ નામના સ્થળે દફન કરવા માટે લઈ જશે. તેમના રૂપાના દાગીના ઝાંખરામાં પડશે અને તેમનાં ઘરની જગ્યાએ કાંટા ઊગી નીકળશે.


Lean sinn:

Sanasan


Sanasan