Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 3:8 - પવિત્ર બાઇબલ C.L.

8 પણ હું તને તેમના જેટલો જ કઠોર અને હઠીલો બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 જો, મેં તારું મુખ તેમનાં મુખ સામે કઠણ, ને તારુ કપાળ તેમનાં કપાળ સામે કઠણ કર્યુ છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 જો, હું તારું મુખ તેઓના મુખ જેટલું કઠણ અને તારું કપાળ તેઓના કપાળ જેટલું કઠોર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેથી હું પણ તને એમના જેટલો જ કઠોર અને હઠીલો બનાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 3:8
13 Iomraidhean Croise  

એલિયાને જોઈને આહાબે કહ્યું, “હે મારા શત્રુ, શું તેં મને પકડી પાડયો છે?” એલિયાએ જવાબ આપ્યો, “હા, મેં તમને પકડી પાડ્યા છે. પ્રભુની દૃષ્ટિએ ઘૃણાસ્પદ છે તે જ કરવા તમે તમારી જાતને વેચી દીધી છે.


પણ મને તો પ્રભુનો સાથ છે તેથી હું ઝંખવાણો પડવાનો નથી કે લજવાવાનો નથી. કારણ, મેં મારું મુખ ચકમકના પથ્થર જેવું દઢ કર્યું છે.


તું તેમની સામે કિલ્લેબંધ નગર, લોખંડી સ્તંભ અને તાંબાના કોટ જેવો થઈ પડીશ.


તો આ લોકો માટે હું તને તાંબાની અભેદ્ય દીવાલ જેવો બનાવીશ. તેઓ ભલે તારા પર આક્રમણ કરે પણ તેઓ તને હરાવી શકશે નહિ, કારણ, તને મદદ કરવાને તથા ઉગારી લેવાને, હું તારી સાથે છું. હું પ્રભુ આ બોલું છું.


પછી મેં કહ્યું, “પણ પ્રભુ તમારી આંખો સત્યતા પર મંડાયેલી છે. તમે તેમને માર્યા, પણ તેઓ દુ:ખી થયા નથી. તમે તેમને કચડયા પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી. તેઓ પથ્થરદિલ થઈને તમારી તરફ પાછા ફરવાની ના પાડે છે.”


પણ ઇઝરાયલીઓ તારો સંદેશ સાંભળશે નહિ, કારણ, તેઓ મારું સાંભળવા તૈયાર નથી. તેઓ બધા કઠોર અને હઠીલા છે.


હું તને ચકમકના ખડક જેવો સખત અને હીરા જેવો કઠણ બનાવીશ. તેઓ બળવાખોર પ્રજા હોવા છતાં ત્યારે તેમનાથી બીવું નહિ, તેમ જ ગભરાવું પણ નહિ.”


પરંતુ ઇઝરાયલના લોકોને તેમનાં પાપ કહી દેખાડવા માટે પ્રભુનો આત્મા મને સામર્થ્ય, વિવેકબુદ્ધિ અને હિંમતથી ભરપૂર કરે છે.


વિશ્વાસને લીધે જ મોશેએ રાજાના ગુસ્સાની બીક રાખ્યા વગર ઇજિપ્તનો ત્યાગ કર્યો. પોતે અદૃશ્ય ઈશ્વરને જોયા હોય, તેમ તે મક્કમ રહ્યો.


Lean sinn:

Sanasan


Sanasan