Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 3:26 - પવિત્ર બાઇબલ C.L.

26 હું તારી જીભ તારે તાળવે ચોંટાડી દઈને તને મૂંગો બનાવી દઈશ, જેથી તું તેમને ચેતવણી આપી શકીશ નહિ, કારણ, તેઓ તો બંડખોર લોકો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 હું તારી જીભને તારે તાળવે એવી રીતે ચોંટાડી દઇશ કે તું મૂંગો થઈ જશે, ને તેમને ઠપકો અપી શકાશે નહિ, કેમ કે તેઓ બંડખોર લોકો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઈશ, જેથી તું મૂક થઈ જશે; તેઓને ઠપકો આપી શકશે નહિ; કેમ કે તેઓ બંડખોર પ્રજા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 અને હું તારી જીભને તારા તાળવે ચોંટાડી દઇશ. જેથી તું મૂંગો બની જશે અને તેઓને ઠપકો આપી શકશે નહિ; તેઓ તો બળવાખોરોની જમાત છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 3:26
18 Iomraidhean Croise  

જો હું તારું સ્મરણ ન કરું, જો હું યરુશાલેમને મારો શ્રેષ્ઠ આનંદ ન માનું; તો મારી જીભ તાળવે ચોંટી જાઓ.


હે પ્રભુ, મારા હોઠ ઉઘાડો; જેથી મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરે.


પ્રભુએ કહ્યું, “હે આકાશો, સાંભળો! હે પૃથ્વી લક્ષ દે! તમે મારી વાત સાંભળો! મેં છોકરાંને પાળીપોષીને ઉછેર્યાં છે પણ તેમણે તો મારી વિરુદ્ધ બળવો પોકાર્યો છે.


યર્મિયા, તારી કમર કાસીને તૈયાર થઈ જા. ઊઠ, હું તને ફરમાવું તે પ્રમાણે તેમને ઉપદેશ કર. તેમનાથી ગભરાઈશ નહિ, નહિ તો હું તેમની સમક્ષ તને ગભરાવી મૂકીશ. આખા દેશના બધા લોકો એટલે યહૂદિયાના રાજાઓ, અધિકારીઓ, યજ્ઞકારો અને જમીનદારો તારી સામે પડશે, પણ તેમનો સામનો કરવા માટે હું તને આજે સામર્થ્ય આપું છું.


દરવાજાઓ જમીનદોસ્ત થયા છે અને એમના લાકડાના દાંડાઓના ટુકડેટુકડા થઈ ગયા છે. રાજા અને અધિકારીઓ બંદીવાસમાં લઈ જવાયા છે. હવે ત્યાં નિયમશાસ્ત્રનું શિક્ષણ અપાતું નથી અને સંદેશવાહકોને પ્રભુ તરફથી સંદર્શન થતાં નથી.


“હે મનુષ્યપુત્ર, તું એવા બંડખોર લોકો મધ્યે વસે છે, કે જેઓ જોવાને આંખો હોવા છતાં જોતા નથી, ને સાંભળવાને કાન હોવા છતાં સાંભળતા નથી. એ તો વિદ્રોહી પ્રજા છે.


તેથી હે મનુષ્યપુત્ર, દેશનિકાલ થનાર માણસની જેમ તારો સરસામાન તૈયાર કર અને તેમના દેખતાં ધોળે દિવસે બીજે સ્થળે જવા ચાલી નીકળ. આમ તો તેઓ બંડખોર તો છે, છતાં કદાચ તેઓ સમજે.


તે દિવસે તું ફરીથી બોલતો થઈ જશે, અને તું તેની સાથે વાત કરીશ. તે પછી તું મૂંગો રહેશે નહિ. એમ તું તેમને માટે ચિહ્નરૂપ થશે, અને ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


તે આવ્યો તેની આગલી સાંજે પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો કબજો લીધો હતો. તે માણસ બીજે દિવસે સવારમાં આવ્યો, ત્યારે પ્રભુએ મને બોલવાની શક્તિ પાછી આપી હતી. આમ, મારી વાચા ખૂલી ગઇ અને ત્યાર પછી હું મૂંગો રહ્યો નહિ.


એ સાંભળીને હું અવાક બની જમીન પર તાકી રહ્યો.


એફ્રાઈમના લોકોએ તો મૂર્તિઓ સાથે સંબંધ બાંધ્યો છે; તેમને તેમના માર્ગે ભટકવા દો. પુષ્કળ દ્રાક્ષાસવ પીધા પછી તેઓ વ્યભિચારમાં મશગૂલ રહે છે અને સન્માનને બદલે અપમાન પસંદ કરે છે.


પ્રભુ કહે છે, “છતાં કોઈ લોકોનો જ દોષ ન કાઢે અથવા તેમને ઠપકો ન દે; કારણ, હે યજ્ઞકારો, મારી ફરિયાદ તો તમારી વિરુદ્ધ છે. તમે રાતદિવસ ભારે ગોટાળા કરો છો


અદાલતમાં અન્યાયને પડકારનાર અને સાચું બોલનારનો તમે તિરસ્કાર કરો છો.


Lean sinn:

Sanasan


Sanasan