હઝકિયેલ 3:20 - પવિત્ર બાઇબલ C.L.20 વળી, જો કોઈ સદાચારી મનુષ્ય પોતાના સદાચારથી વિમુખ થઈ દુરાચાર કરે અને તેથી હું તેને જોખમમાં મૂકું, અને જો તું તેને ચેતવે નહિ તો તે પોતાના પાપને કારણે માર્યો જશે. હું તેનાં સત્કર્મો સંભારીશ નહિ, અને તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ. Faic an caibideilપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)20 વળી જ્ચારે કોઈ નેક માણસ પોતાની નેકીથી ફરી જઈને દુષ્કર્મ કરે, ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે. તેં તેને ચેતવણી નથી આપી તેથી તે તો પોતાના પાપને લીધે મરશે, ને તેનાં કરેલાં સુકૃત્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ. પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માગીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201920 અને જો કોઈ ન્યાયી માણસ પોતાની નેકીથી પાછો ફરે અને દુષ્કર્મ કરે, ત્યારે હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે, કેમ કે તેં તેને ચેતવણી નથી આપી. તે પોતાના પાપને લીધે મરશે. તેણે કરેલાં સારાં કાર્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસે માગીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ20 “વળી, જો કોઇ નીતિવાન માણસ ચલિત થઇને ભૂંડું કાર્ય કરે અને તેના પરિણામ વિષે તું તેમને ચેતવણી આપે નહિ તો યહોવા તેનો નાશ કરશે. તેણે અગાઉ કરેલા સારા કાર્યો તેને સહાયરૂપ થશે નહિ, તે પોતાનાં પાપમાં મૃત્યુ પામશે. પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ગણીશ અને તને શિક્ષા કરીશ. Faic an caibideil |