Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 3:19 - પવિત્ર બાઇબલ C.L.

19 પણ જો તું તે દુષ્ટને ચેતવે તેમ છતાં તે પોતાની દુષ્ટતા અને ભૂંડા માર્ગો ન છોડે, તો તે તેનાં દુષ્કર્મોના કારણે મરશે, પણ તારો જીવ તો બચી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 પરંતુ દુષ્ટને તું ચેતાવે તે છતાં તે પોતાની દુષ્ટતાથી તથા પોતાના કુમાર્ગથી પાછો ન હઠે, તો તે પોતાની દુષ્ટતામાં માર્યો જશે; પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે, તે પોતાની દુષ્ટતાથી કે પોતાના દુષ્ટ કાર્યોથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મરશે, પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 “પણ જો તું તે દુષ્ટ માણસને ચેતવે અને તે પોતાનો દુષ્ટ વ્યવહાર ન છોડે તો, તે પોતાના પાપે મરશે, પણ તારો જીવ બચી જશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 3:19
24 Iomraidhean Croise  

વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની જિદને વળગી રહેનાર એકાએક નાશ પામશે અને બચવાનો ઉપાય રહેશે નહિ.


એ સમયે એ દેશમાં નૂહ, દાનિયેલ અને યોબ એ ત્રણ માણસો હોય તો પણ પોતાના સદાચરણથી ફક્ત પોતાની જ જિંદગી બચાવી શકશે. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.


તો હું પ્રભુ પરમેશ્વર મારા પોતાના શપથ લઈને કહું છું કે જો કે નૂહ, દાનિયેલ અને યોબ તેમાં હોય તો તેઓ પોતાનાં પુત્રો કે પુત્રીઓને બચાવી શકશે નહિ. પોતાની નેકીથી તેઓ માત્ર પોતાની જિંદગી બચાવશે.”


હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


પણ જો તું કોઈ સદાચારીને પાપ ન કરવા અંગે ચેતવે, અને તે પાપ ન કરે તો તારી ચેતવણી લક્ષમાં લેવાને લીધે તે નક્કી જીવતો રહેશે, અને તે ઉપરાંત તારો પોતાનો જીવ પણ બચી જશે.”


તો દેશ પર શત્રુનું આક્રમણ જોઇને તે ચોકીદાર રણશિંગડું વગાડીને લોકોને ચેતવે.


કારણ, તેણે ચેતવણી લક્ષમાં લીધી નહિ. તેથી તેના ખૂનની જવાબદારી તેને પોતાને જ શિર રહે. રણશિંગડાનો અવાજ સાંભળીને તે ચેત્યો હોત તો તે પોતાનો પ્રાણ બચાવી શક્યો હોત.


પણ જો તેં તે દુષ્ટને તેનાં દુરાચરણ છોડી દેવાની ચેતવણી આપી હોય અને છતાં તે પોતાના દુરાચારથી ન ફરે તો તે તેનાં પાપે મરશે, પણ તું તારી પોતાની જિંદગી બચાવીશ.”


તેથી હું આજે જ આ વાત ગંભીરપણે જાહેર કરું છું! જો તમારામાંના કોઈનો નાશ થાય તો હું જવાબદાર નથી.


આ બાબતમાં કોઈ પોતાના ભાઈનું ખોટું ન કરે કે તેનો ગેરલાભ ન ઉઠાવે. અમે પહેલાં પણ તમને આ વાત જણાવી હતી, અને હવે કડક ચેતવણી આપીએ છીએ કે એવું કરનારાઓને પ્રભુ શિક્ષા કરશે.


તારી પોતાની જાતની અને તારા શિક્ષણની કાળજી રાખ. આ બાબતો કર્યા કર, કારણ, તેમ કરવાથી તું પોતાને તથા તારું સાંભળનારાઓને બચાવી શકીશ.


તેથી સાવધ રહો, અને બોલનારની વાણી સાંભળવાનો ઇનકાર ન કરો. દુનિયા પર દૈવી સંદેશો આપનારનું સાંભળવાનો ઇનકાર કરનારાઓ બચી શક્યા નહિ, તો પછી સ્વર્ગમાંથી ચેતવનાર તરફ આપણે પીઠ ફેરવીએ તો કેવી રીતે બચી શકીશું?


Lean sinn:

Sanasan


Sanasan