Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 3:18 - પવિત્ર બાઇબલ C.L.

18 હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 જ્યારે હું દુષ્ટને કહું કે, તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ન ચેતવે, ને દુષ્ટનો જીવ બચાવવા માટે, તેને તેના કુમાર્ગથી [ફરવાને] ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મરશે; પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જ્યારે હું દુષ્ટને કહું કે, ‘તું નિશ્ચે માર્યો જશે’ જો તું તેને નહિ ચેતવે કે, તેને બચાવવા સારુ તેને તેનાં દુષ્ટ કાર્યોથી ફરવાની ચેતવણી નહિ આપે, તો તે દુષ્ટ તેના પાપને કારણે મરશે, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 3:18
31 Iomraidhean Croise  

પણ ભલાભૂંડાનું જ્ઞાન આપનાર વૃક્ષનું ફળ તારે ખાવું નહિ; કારણ, જે દિવસે તું તે ખાશે તે જ દિવસે તું નક્કી મરણ પામશે.”


રૂબેને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે એ છોકરા સંબંધી અપરાધ ન કરો? પણ તમે મારું સાંભળ્યું જ નહિ. હવે આપણી પાસેથી તેના રક્તનો બદલો લેવાઈ રહ્યો છે.”


તો પછી પોતાના ઘરમાં ઊંઘતા નિર્દોષ માણસને મારી નાખનાર દુષ્ટોની કેવી ભૂંડી દશા થવી જોઈએ. એના ખૂનનો બદલો હું હવે તમારી પાસે લઈશ, અને પૃથ્વીના પટ પરથી તમને નષ્ટ કરી દઈશ.”


રાજાને જઈને કહો કે પ્રભુ આમ કહે છે: ‘તને થયેલી ઈજાઓમાંથી તું સાજો થવાનો નથી; તું નક્કી મૃત્યુ પામશે.” એલિયાએ પ્રભુની આજ્ઞા પ્રમાણે કર્યું;


દુષ્ટો તેમની દુષ્ટતાથી જ પતન પામે છે, પણ નેકજનની નિર્દોષતા તેનું રક્ષણ કરે છે.


પણ દુષ્ટોની તો દુર્દશા થશે. તેમના પર આફત આવી પડી છે. તેઓ પોતાનાં દુષ્ટ કર્મોનું ફળ ભોગવશે.


વ્યાજે નાણા ધીરતો હોય ને વટાવ ખાતો હોય તો શું તે જીવશે? તે નહિ જ જીવે. તેણે આ બધાં ઘૃણાસ્પદ કાર્યો કર્યાં છે અને તેથી એ નક્કી માર્યો જશે. તેનું રક્ત તેને માથે.


જે માણસ પાપ કરે તે જ માર્યો જશે. પિતાના પાપનું ફળ પુત્રે ભોગવવું પડશે નહિ અને પુત્રના પાપનું ફળ પિતાએ ભોગવવું પડશે નહિ. સદાચારીનો સદાચાર તેના લાભમાં લેખાશે અને દુષ્ટ તેની દુષ્ટતા માટે જવાબદાર ઠરશે.


સર્વ જીવો મારા છે. પિતા અને પુત્ર બન્‍નેના પ્રાણ પર મારો અધિકાર છે. જે માણસ પાપ કરશે તે જ મરશે.


વળી, જો કોઈ સદાચારી મનુષ્ય પોતાના સદાચારથી વિમુખ થઈ દુરાચાર કરે અને તેથી હું તેને જોખમમાં મૂકું, અને જો તું તેને ચેતવે નહિ તો તે પોતાના પાપને કારણે માર્યો જશે. હું તેનાં સત્કર્મો સંભારીશ નહિ, અને તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે, કોઈ નેક માણસ પાપ કરે ત્યારે તેની નેકી તેનો જાન બચાવી શકશે નહિ. જો કોઇ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડી દે તો તેની દુષ્ટતાને લીધે તે માર્યો જશે નહિ. જો કોઈ નેક માણસ પાપ કરે તો તેનો જાન બચવા પામશે નહિ.


પણ જો ચોકીદાર સંહારક શત્રુને દેશ પર ચડી આવતો જુએ અને છતાં લોકોને ચેતવવા રણશિંગડું ન વગાડે અને શત્રુ આવીને કોઈને મારી નાખે તો મરનારો તો પોતાના દોષને કારણે મર્યો છે, પણ હું તેના ખૂન માટે ચોકીદારને જવાબદાર ઠરાવીશ.


હું, પ્રભુ પરમેશ્વર, સમ ખાઇને કહું છું કે હું તમારી વિરુદ્ધ છું. હું મારાં ઘેટાં તમારી પાસેથી પાછાં લઇ લઇશ. હું ફરી કદી તમને મારાં ઘેટાંનાં પાળકો બનાવીશ નહિ. હું ફરી કદી તમને તમારું પોતાનું જ પોષણ કરવા દઈશ નહિ. હું મારાં ઘેટાંને તમારાથી બચાવીશ અને તેમને તમારો ભક્ષ થવા દઇશ નહિ.


કારણ, પ્રભુએ તેમને વિષે કહ્યું હતું કે બધા લોકો રણપ્રદેશમાં મરણ પામશે, અને યફૂન્‍નેહના પુત્ર કાલેબ અને નૂનના પુત્ર યહોશુઆ સિવાયના અન્ય બધા મરણ પામ્યા.


ના, હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.


ના! હું તમને કહું છું કે જો તમે તમારાં પાપથી પાછા નહિ ફરો, તો તેમની માફક તમે પણ નાશ પામશો.”


ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું જાઉં છું અને તમે મને શોધશો, પરંતુ તમે તમારા પાપમાં મરશો. હું જાઉં છું ત્યાં તમે આવી શક્તા નથી.”


એટલે જ મેં તમને કહ્યું કે તમે તમારા પાપમાં મરશો. હું તે જ છું એવો વિશ્વાસ તમે નહિ મૂકો, તો તમે તમારા પાપમાં જ મરશો.”


પિતરે તેમને બીજાં ઘણાં વચનો કહીને આગ્રહભરી વિનંતી કરી, “આ દુષ્ટ લોકો પર આવી રહેલી શિક્ષામાંથી તમે પોતે બચી જાઓ!”


તો પછી હવે પાપથી પાછા ફરો અને ઈશ્વર તરફ ફરો કે જેથી તમારાં પાપ ભૂંસી નાખવામાં આવે,


તારી પોતાની જાતની અને તારા શિક્ષણની કાળજી રાખ. આ બાબતો કર્યા કર, કારણ, તેમ કરવાથી તું પોતાને તથા તારું સાંભળનારાઓને બચાવી શકીશ.


પ્રભુની સેવાને માટે કોઈને દીક્ષા આપવામાં ઉતાવળ કરીશ નહિ. બીજાઓનાં પાપમાં સામેલ ન થા. પણ તું પોતાને શુદ્ધ રાખ.


તેથી તેમનું સાંભળ, પણ તેમને કડક ચેતવણીઓ આપ અને તેમના રાજાઓ તેમના પ્રત્યે કેવો વર્તાવ કરશે તે સમજાવ.”


Lean sinn:

Sanasan


Sanasan