Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 3:11 - પવિત્ર બાઇબલ C.L.

11 પછી દેશનિકાલ થયેલા તારા લોકો, એટલે તારા દેશબાંધવો પાસે જા અને કહે કે, ‘આ પ્રભુ પરમેશ્વરનો સંદેશ છે.’ પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 બંદીવાસીઓ પાસે જા, એટલે તારા લોકના સંતાનો પાસે જઈને તેમની સાથે વાત કરીને તેમને કહે, ‘આ પ્રમાણે પ્રભુ યહોવા કહે છે.’ પછી તેઓ ગમે તો સાંભળે કે, ગમે તો ન સાંભળે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 પછી બંદીવાસીઓ એટલે તારા લોકો પાસે જઈને તેઓની સાથે વાત કરીને તેઓને કહે; ‘પ્રભુ યહોવાહ એવું કહે છે; પછી તો તેઓ સાંભળે કે ન સાંભળે.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 પછી બંદીવાસમાં ગયેલા તારા લોકો પાસે જઇને તેઓને કહે: ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે!’ તેઓ સાંભળે કે ન સાંભળે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 3:11
20 Iomraidhean Croise  

ત્યારે પ્રભુએ મોશેને કહ્યું, “હમણાં જ નીચે જા, કારણ, તારા લોક જેમને તું ઇજિપ્તમાંથી કાઢી લાવ્યો તેમણે પાપ કર્યું છે અને મારો નકાર કર્યો છે.


તેથી હવે મેં પ્રભુએ જેમને યરુશાલેમથી બેબિલોન દેશનિકાલ કર્યા છે એવા લોકો તમે મારો સંદેશ સાંભળો:


તેઓ ઉદ્ધત અને હઠીલા છે. હું તને તેમની પાસે મોકલું છું. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરનો સંદેશ છે.


પછી ભલે તેઓ સાંભળે કે ન સાંભળે; કારણ, તેઓ બંડખોર પ્રજા છે. છતાં તેઓ એટલું તો જાણશે કે તેમની મધ્યે એક સંદેશવાહક છે.


તેઓ ભલે સાંભળે કે ન સાંભળે, છતાં તારે મારો સંદેશ તેમને સંભળાવવો. તેઓ તો બંડખોર પ્રજા છે.


“તેથી હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને આમ કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: તમારા પૂર્વજોએ મારી સાથે વિશ્વાસઘાત કરીને મને બીજી રીતે પણ અપમાનિત કર્યો છે.


વળી, તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, હું તને જે કહું તે બધું ધ્યાન દઈને સાંભળ અને તેમને તારા મનથી ગ્રહણ કર.


પછી આત્માએ મને ઊંચકી લીધો અને મેં મારી પાછળ ધરતીકંપના અવાજ જેવી વાણી સાંભળી, “પ્રભુના પરમધામમાં તેમના ગૌરવની સ્તુતિ થાઓ”


હું તેલઅવીવમાં કબાર નદીને કાંઠે વસતા દેશનિકાલ થયેલાઓ પાસે આવ્યો. હું તેમની સાથે સાત દિવસ સુધી સ્તબ્ધ બની બેસી રહ્યો.


પછી જ્યારે હું તારી સાથે વાત કરીશ ત્યારે હું તને ફરી બોલતો કરીશ. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરની વાણી છે. જેને સાંભળવું હોય તે સાંભળે અને જેને ન સાંભળવું હોય તે ન સાંભળે, કારણ, તેઓ બંડખોર પ્રજા છે.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે, કોઈ નેક માણસ પાપ કરે ત્યારે તેની નેકી તેનો જાન બચાવી શકશે નહિ. જો કોઇ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડી દે તો તેની દુષ્ટતાને લીધે તે માર્યો જશે નહિ. જો કોઈ નેક માણસ પાપ કરે તો તેનો જાન બચવા પામશે નહિ.


“તારા લોકો કહે છે કે, ‘પ્રભુનો વ્યવહાર વાજબી નથી.’ પરંતુ હકીક્તમાં તો તેમનું પોતાનું આચરણ યથાર્થ નથી.


“હે મનુષ્યપુત્ર, તારા દેશવાસીઓને આ વાત જણાવ: હું કોઇ દેશ પર યુદ્ધ લાવું અને તે દેશના લોકો પોતાનામાંથી એક વ્યક્તિને પસંદ કરીને તેને ચોકીદાર તરીકે નીમે,


પ્રભુએ કહ્યું, “હે મનુષ્યપુત્ર, તારા લોકો શહેરના કોટની પાસે અને ઘરનાં બારણે તારે વિશે વાતો કરે છે. તેઓ એકબીજાને કહે છે: ‘આવો, પ્રભુ તરફથી આવતો સંદેશો સાંભળીએ.’


તારા લોક તને તેનો અર્થ પૂછે,


અળસીરેસાનાં શ્વેત વસ્ત્ર પહેરેલા દૂતે કહ્યું, “તે સમયે તારા લોકનું રક્ષણ કરનાર મહાન દૂત મિખાયેલ પ્રગટ થશે. તે વખતે, રાષ્ટ્રો અસ્તિત્વમાં આવ્યાં ત્યારથી કદી આવ્યો ન હોય એવો મોટા સંકટનો સમય આવશે. એ સમય આવે ત્યારે તારી પ્રજાના જે લોકનાં નામ ઈશ્વરના પુસ્તકમાં નોંધાયેલાં છે તેમનો બચાવ થશે.


ત્યારે તેમણે રાજાને કહ્યું, “યહૂદિયામાંથી લાવવામાં આવેલ કેદીઓમાંનો દાનિયેલ આપને માન આપતો નથી અને આપના ફરમાનને આધીન થતો નથી. તે દિવસમાં ત્રણવાર નિયમિત રીતે તેના ઈશ્વરની પ્રાર્થના કરે છે.”


પછી પ્રભુએ મને કહ્યું, ‘આ પર્વત પરથી ઊતરીને જલદી જા. કારણ, તારા જે લોકોને તું ઇજિપ્તમાંથી દોરી લાવ્યો છે તેઓ વંઠી ગયા છે. મેં તેમને જે માર્ગ અનુસરવાની આજ્ઞા આપી હતી તેમાંથી તેઓ જલદી ભટકી ગયા છે, અરે, તેમણે તો પોતાને માટે મૂર્તિ બનાવી છે!’


Lean sinn:

Sanasan


Sanasan