Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 28:5 - પવિત્ર બાઇબલ C.L.

5 તેં બુદ્ધિમાન વેપારીની બુદ્ધિથી ઘણો નફો કર્યો છે. તારી સંપત્તિને લીધે તારું મન ગર્વિષ્ઠ બન્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 તારા પુષ્કળ જ્ઞાનથી [ને] તારા વેપારથી તેં તારી સમૃદ્ધિ વધારી છે, ને તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તારા પુષ્કળ ડહાપણથી તથા તારા વેપારથી, તેં તારી સમૃદ્ધિ વધારી છે, તારી સમૃદ્ધિને લીધે તારું મન ગર્વિષ્ઠ થયું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 તું વેપારમાં ઘણો કાબેલ છે. તેથી તું ઘણો ધનવાન થયો છે અને તે કારણે તું અભિમાની થયો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 28:5
32 Iomraidhean Croise  

હવે અમાસ્યા, તેં અદોમીઓને હરાવ્યા તેથી તું ગર્વિષ્ઠ થયો છે. તારી કીર્તિથી સંતોષ માનીને તારે ઘેર રહે. તારા પર અને તારા લોકો પર આપત્તિ આવે એવી મુશ્કેલી શું કરવા ઊભી કરે છે?”


અમાસ્યા, અદોમીઓને હરાવ્યા હોવાથી હવે તું બડાઈ હાંકે છે! છાનો માનો બેસી રહે ને! તું શા માટે તારી તથા તારા લોકોની પાયમાલી નોતરે છે?”


“આ માણસને જુઓ; જેણે ઈશ્વરને પોતાના આશ્રય ન બનાવ્યા, પરંતુ પોતાના વિપુલ ધન પર ભરોસો રાખ્યો, અને પોતાની દુષ્ટતામાં સલામતી શોધી તે એ છે.”


જુલમથી પડાવેલા પૈસા પર ભરોસો રાખશો નહિ; લૂંટેલી સંપત્તિથી લાભ થવાની આશા રાખશો નહિ; અને જો સંપત્તિમાં વૃદ્ધિ થાય, તો તે પર ચિત્ત ચોંટાડશો નહિ.


ઈશ્વર એકવાર બોલ્યા છે; બેવાર મેં આ વાત સાંભળી છે, કે


પોતાના ધન પર ભરોસો રાખનાર પાનખરનાં પાનની જેમ ખરી પડશે, પણ નેકજનો વસંતનાં પર્ણોની જેમ ખીલી ઊઠશે.


પોતાની જાતને વિદ્વાન માની બેઠેલા માણસ કરતાં મૂર્ખના ભાવિ માટે વિશેષ આશા રાખી શકાય!


નહિ તો હું સમૃદ્ધિથી છકી જઈને, તમારો નકાર કરું, અને કહું કે, ‘યાહવે તે કોણ?’ અથવા, ગરીબ હોવાને લીધે ચોરી કરીને મારા ઈશ્વરના નામને બટ્ટો લગાડું.


સમુદ્રમાર્ગે શીહોરનું અનાજ આવતું અને ઇજિપ્તના નાઇલના પ્રદેશમાં થતા મબલક પાકમાંથી તમે નફો મેળવતા. તૂર તો દેશવિદેશનું વ્યાપારી કેન્દ્ર બની ગયું હતું!


બીજાઓને મુગટથી નવાજતી નગરી તૂર, જેના વેપારીઓ સરદારો સમા અને જેના સોદાગરો પૃથ્વીમાં માનવંતા હતા તેના પર આ બધી આફતનું નિર્માણ કોણે કર્યું?


તમારી કેવી દુર્દશા થશે! તમે પોતાને જ્ઞાની અને બુદ્ધિશાળી સમજો છો.


હે બેવફા લોકો, તમારી ઓસરી જતી શક્તિ વિષે બડાઈ કેમ કરો છો; અને તમારા બળ પર ભરોસો રાખીને કોઈ તમારા પર આક્રમણ કરવાની હિંમત કરશે નહિ એવું કેમ કહો છો?


તારી બહેન સદોમનો અપરાધ આ હતો: તે અને તેની પુત્રીઓ અતિશય ખાનપાન અને સુખચેનને લીધે સાવ ઉદ્ધત અને બેફિકર બની ગઇ હતી. તેઓ ગરીબો અને પીડિતોને મદદ કરતી નહોતી.


તારા સૌંદર્યને લીધે તું ગર્વિષ્ઠ બન્યો અને તારી કીર્તિને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ બની હતી. પરિણામે, મેં તને જમીનદોસ્ત કર્યો અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.


“હે મનુષ્યપુત્ર, તૂરના શાસકને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: તું તારા મનના અભિમાનમાં ‘દેવ’ હોવાનો દાવો કરે છે. તું કહે છે કે કે ‘હું મધદરિયે ઈશ્વરની જેમ સિંહાસન પર બેઠો છું.’ તું પોતાને ઈશ્વર જેવો જ્ઞાની માની બેઠો છે. છતાં તું મનુષ્ય જ છે, દેવ નથી.


વિજયને લીધે અને પોતે મારી નાખેલા સૈનિકોને લીધે તે ગર્વિષ્ઠ બનશે, પણ તેનો વિજય ઝાઝો ટકશે નહિ.


તે વખતે તે બોલ્યો, “બેબિલોન કેવું મહાન છે! મારી સત્તા અને સામર્થ્ય તેમ જ મારું ગૌરવ તથા પ્રતાપ પ્રગટ કરવા મેં એને મારા પાટનગર તરીકે બાંધ્યું છે.”


“હવે હું નબૂખાદનેસ્સાર આકાશના ઈશ્વરની સ્તુતિ કરું છું અને તેમને માનમહિમા આપું છું. તેમનાં કાર્યો યથાર્થ અને માર્ગો ન્યાયી છે. તે ગર્વથી વર્તનારને નીચો પાડે છે.”


પણ તમે સારા દેશમાં આવ્યા એટલે પુષ્ટ અને તૃપ્ત થયા અને પછી ગર્વિષ્ઠ થઈને મને ભૂલી ગયા.


તૂરે પોતાની કિલ્લેબંધી કરી છે અને સોનારૂપાનો એટલો સંગ્રહ કર્યો છે કે તે ધૂળ સમાન થઈ પડયું છે!


બધાની એક્સરખી કાળજી રાખો. અભિમાન ન કરો, પરંતુ સાધારણ દરજ્જાના લોકો સાથે ય સામેલ થાઓ. તમે જ બુદ્ધિમાન છો એમ ન સમજો.


જો જો મનમાં એમ ન ધારતા કે, ‘મારી પોતાની શક્તિથી અને મારે હાથે જ આ સર્વ સંપત્તિ પ્રાપ્ત કરી છે.’


આ યુગના ધનિકોને આજ્ઞા કર કે તેઓ ગર્વિષ્ઠ ન બને. ધન જેવી ક્ષણિક બાબતો પર નહિ પણ આપણા ઉપયોગને માટે સર્વ કંઈ ઉદારતાથી આપનાર ઈશ્વર પર આશા રાખે,


Lean sinn:

Sanasan


Sanasan