Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 28:12 - પવિત્ર બાઇબલ C.L.

12 “હે મનુષ્યપુત્ર, તું તૂરના રાજવીના થનારા હાલહવાલ માટે મોટે સાદે શોકગીત ગા અને તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: એક વખત તું સંપૂર્ણતાની નમૂનેદાર પ્રતિકૃતિ હતો. તું કેવો જ્ઞાની અને સર્વાંગસુંદર હતો!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 “હે મનુષ્યપુત્ર, તૂરના રાજા સંબંધી એક પરજિયો ગાઈને તેને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તું જ્ઞાનપૂર્ણ ને સર્વાગે સુંદર હોઈને માપ પૂરું કરે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 “હે મનુષ્યપુત્ર, તૂરના રાજાને માટે વિલાપગીત ગા. તેને કહે કે, ‘પ્રભુ યહોવાહ આમ કહે છે: તું સંપૂર્ણતાનો નમૂનો હતો, તું ડહાપણથી ભરપૂર અને સૌદર્યમાં સંપૂર્ણ હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “હે મનુષ્યના પુત્ર, તું તૂરના રાજાને માટે શોકગીત ગા. અને તેને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: “‘એક વખત તું સંપૂર્ણતાની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો, તું જ્ઞાનનો અને સૌદર્યનો ભંડાર હતો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 28:12
28 Iomraidhean Croise  

યર્મિયા સંદેશવાહકે યોશિયા રાજા માટે વિલાપગીત રચ્યું. તેના શોકમાં સ્ત્રી કે પુરુષ ગાયકોમાં આ ગીત ગાવાનો ઇઝરાયલમાં રિવાજ બની ગયો છે. વિલાપના ગીતસંગ્રહમાં એ ગીત છે.


પ્રભુની વિરુદ્ધ સફળ થાય એવું કોઈ જ્ઞાન, કોઈ સમજ કે કોઈ આયોજન નથી.


આશ્શૂરનો રાજા બડાઈ મારે છે, “મેં એ મારા બાહુબળથી કર્યું છે, હા, મારી બુદ્ધિથી કર્યું છે; કારણ, હું ચતુર છું. મેં રાજ્યોની સીમાઓ ખસેડી નાખી છે અને તેમના ભંડારો લૂંટયા છે. મેં આખલાની જેમ ત્યાંના રહેવાસીઓને ખૂંદ્યા છે.


એ દિવસે તમે બેબિલોનના રાજાને મહેણાં મારતાં કહેશો, “જુલમગાર કેવો નષ્ટ થઈ ગયો છે! તેનો ઉગ્ર ક્રોધ કેવો શમી ગયો છે!


પ્રભુ આ પ્રમાણે કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે, પહેલવાન પોતાના બળ વિષે અને શ્રીમંત પોતાના ધન વિષે ગર્વ કરે નહિ.


ઈશ્વરે મને ઇઝરાયલના બે રાજવીઓ વિષે વિલાપ ગીત ગાવા કહ્યું:


તેના થડને આગ લાગી અને તેની ડાળીઓને અને ફળોને ભસ્મ કર્યાં છે. શાસકોનો રાજદંડ બને એવી એકેય મજબૂત ડાળી તેમાં રહી નથી.” આ વિલાપ ગીત છે. તે વારંવાર ગવાતું આવ્યું છે.


તેઓ તારે વિશે આ શોકગીત ગાશે: હે ખ્યાતનામ નગરી, તારો કેવો નાશ થયો છે! તારે ત્યાં સાગરખેડૂઓ વસતા હતા. તારી અને તારા રહેવાસીઓની સમુદ્ર વિસ્તારમાં આણ પ્રવર્તતી હતી. દરિયા કાંઠાના તમામ લોકો પર તમારી ધાક હતી.


તેઓ તારે માટે વિલાપ કરે છે અને શોકગીત ગાય છે. સમુદ્રમાં શાંત થઈ પોઢી ગયેલા તૂરને કોની સાથે સરખાવી શકાય?


મને ફરીથી પ્રભુનો સંદેશ મળ્યો:


તારા સર્જન સમયે અને તે પછી તારામાં દુષ્ટતા માલૂમ પડી ત્યાં સુધી તો તારું આચરણ નિર્દોષ હતું


આ વિલાપ ગીત છે. દેશવિદેશની પ્રજાઓની સ્ત્રીઓ ઇજિપ્ત અને તેના લોકો માટે વિલાપ કરતાં એ ગાશે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું.”


“હે મનુષ્યપુત્ર, ઇજિપ્તના રાજા ફેરો વિષે વિલાપગીત દ્વારા તું તેને મારો આ સંદેશ પહોંચાડ: ‘તું પ્રજાઓમાં પોતાને સિંહ માનતો હતો, પણ તું તો નદીનાં પાણી ચાતરનાર મગરમચ્છ જેવો છે. તું તારા પગથી નદીનાં પાણીને ડહોળીને તેને મેલાં બનાવે છે.’


પ્રભુએ કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલીઓને મંદિર દેખાડ અને તેમને તેના નકશાનો અભ્યાસ કરવા દે; જેથી તેઓ તેમના દુરાચાર માટે લજ્જિત થાય.


હાદ્રાખની સરહદ પરનું હમાથ પણ તેમનું છે. એ જ રીતે તૂર અને સિદોનનાં શહેરો તેમની સઘળી કારીગરી સહિત પ્રભુનાં છે.


છોકરો મોટો થયો અને સશક્ત બન્યો; તે જ્ઞાનપૂર્ણ હતો, અને તેના પર ઈશ્વરની આશિષ હતી.


તેથી ભાઈઓ, તમે પવિત્ર આત્માથી અને જ્ઞાનથી ભરપૂર હોય એવા સાત સેવકો તમારામાંથી પસંદ કરો. અમે તેમને એ જવાબદારી સોંપીશું.


તેમને માટે ઉઘરાવેલા ફાળાની સોંપણીનું ક્મ પૂરું કરી હું સ્પેન જવા વિદાય થઈશ, અને ત્યાં જતાં રસ્તામાં તમારી પણ મુલાકાત લઈશ.


કારણ, દુન્યવી જ્ઞાન ઈશ્વરની દૃષ્ટિમાં મૂર્ખાઈ છે. ધર્મશાસ્ત્રમાં લખેલું છે, “ઈશ્વર જ્ઞાનીઓને તેમની હોશિયારીમાં પકડી પાડે છે.”


એ રીતે તેમણે આપણા પર તેમની માલિકીની મુદ્રા મારી છે; એટલે, આપણને જે કંઈ મળનાર છે એની ખાતરીરૂપે તેમણે આપણાં હૃદયોમાં વાસો કરવા પવિત્ર આત્મા આપ્યો છે.


આથી અમે તમારે વિષે સાંભળ્યું છે ત્યારથી અમે તમારે માટે પ્રાર્થનામાં માગવાનું ચૂક્તા નથી કે ઈશ્વર તમને પોતાની ઇચ્છાની જાણકારી તથા પવિત્ર આત્મા દ્વારા જ્ઞાન અને સમજથી ભરપૂર કરે.


ખ્રિસ્તમાં જ ડહાપણ અને જ્ઞાનનો સર્વ સંગ્રહ છુપાયેલો છે.


Lean sinn:

Sanasan


Sanasan