તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.