Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:8 - પવિત્ર બાઇબલ C.L.

8 સિદોન અને આર્વાદ નગરોના રહેવાસીઓ તારાં હલેસાં મારનારા હતા; જ્યારે નિપુણ સુકાનીઓ તારા પોતાના જ માણસો હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તારા હલેસાં મારનારા સિદોનના તથા આર્વાદના રહેવાસીઓ હતા. હે તૂર, તારામાં જે તારા કુશળ પુરુષો હતા, તેઓ તારા સુકાનીઓ હતા,

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તારાં હલેસાં મારનારા સિદોન તથા આર્વાદના રહેવાસીઓ હતા. તારામાં જે તૂરના કુશળ પુરુષો હતા તેઓ તારા ખલાસીઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તારાં હલેસાં મારનારા સિદોન અને આર્વાદના રહેવાસીઓ હતાં. તારા પોતાના કુશળ માણસો તારા ખલાસીઓ હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:8
13 Iomraidhean Croise  

કનાનનો પ્રથમ પુત્ર સિદોન હતો; હેથ તેનો બીજો પુત્ર હતો. કનાનના અન્ય પુત્રો:


“ઝબુલૂન દરિયાકિનારે વસશે, તે વહાણોનું બંદર બનશે, અને તેની સરહદ છેક સિદોન સુધી પહોંચશે.


તેથી મારે માટે લબાનોનમાંથી ગંધતરુ કાપવાને માણસો મોકલો. મારા માણસો તેમની સાથે કામ કરશે અને તમે નક્કી કરો તે પ્રમાણે હું તમારા માણસોનું વેતન ચૂકવીશ. તમે જાણો છો કે મારા માણસોને તમારા સિદોની માણસોના જેવી વૃક્ષ કાપવાની આવડત નથી.”


શલોમોનના માણસો સાથે કામ કરવા હિરામના રાજાએ કેટલાક અનુભવી દરિયા ખેડૂઓને મોકલ્યા.


આર્વાદી, સમારી તથા હમાથી.


શું મેં જેમ કાલ્નો પર તેમ ર્ક્કમીશ પર, જેમ હમાથ પર તેમ આર્પાદ પર અને જેમ સમરૂન પર તેમ દમાસ્ક્સ પર જીત મેળવી નથી?


દમાસ્ક્સ વિષે સંદેશ: પ્રભુ કહે છે, “હમાથ અને આર્પાદના લોકો માઠા સમાચાર સાંભળીને ચિંતાતુર બન્યા છે. સાગરની જેમ તેઓ ખળભળી ઊઠયા છે અને તેમને કંઈ ચેન પડતું નથી


આર્વાદના સૈનિકો તારા કોટની ચોકી કરતા હતા અને ગામાદના માણસો તારા બુરજો સાચવતા હતા. તેઓ તારા કોટ પર પોતાની ઢાલો લટકાવતા હતા. તેમણે જ તને સર્વાંગસુંદર બનાવ્યું હતું.


ડૂબતા ખલાસીઓની ચીસોના પડઘાથી કિનારા ધ્રૂજી ઊઠયા.


“હે મનુષ્યપુત્ર, સિદોન તરફ મોં ફેરવીને તેની વિરુદ્ધ સંદેશ પ્રગટ કર.


પ્રભુએ ઇઝરાયલીઓને તેમના પર વિજય પમાડયો. ઇઝરાયલીઓએ તેમના પર હુમલો કરી ઉત્તરમાં છેક મિસ્રેફોથ-માઈમ અને મોટા સિદોન સુધી અને પૂર્વમાં છેક મિસ્પાની ખીણ સુધી પીછો કર્યો. દુશ્મનોમાંથી એકેય જીવતો ન રહ્યો ત્યાં સુધી લડાઈ ચાલી.


Lean sinn:

Sanasan


Sanasan