Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:30 - પવિત્ર બાઇબલ C.L.

30 તેઓ સૌ તારે માટે પોક મૂકીને વિલાપ કરે છે, પોતાના માથાં પર ધૂળ નાખે છે અને રાખમાં આળોટે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 તેઓ તારે માટે શોક કરીને મોટે સાદે વિલાપ કરશે, ને દુ:ખમય પોકાર કરશે, તેઓ પોતાનાં માથાં પર ધૂળ નાખશે, ને રાખમાં આળોટશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 તેઓ તારું દુ:ખ જોઈને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે; તેઓ માથા પર ધૂળ નાખશે અને રાખમાં આળોટશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 તેઓ તારું દુ:ખ જોઇને વિલાપ કરશે અને દુ:ખમય રુદન કરશે અને માથા પર ધૂળ નાખી રાખમાં આળોટશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:30
15 Iomraidhean Croise  

ત્રીજે દિવસે શાઉલની છાવણીમાંથી એક યુવાન નાસી આવ્યો. પોતાનો શોક દર્શાવવાને તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને માથા પર ધૂળ નાખી હતી. તેણે દાવિદ પાસે જઈને તેને ભૂમિ સુધી શિર ટેકવીને નમન કર્યું.


તેમણે દૂરથી યોબને જોયો ત્યારે તેઓ તેને ઓળખી પણ શક્યા નહિ, તેથી તેઓ પોક મૂકીને રડયા. તેમણે પોતપોતાનો ડગલો ફાડયો અને આકાશ તરફ પોતાના માથા પર ધૂળ ઉછાળતાં ઊંડો શોક પ્રગટ કર્યો.


તેથી તેણે શરીરને ખંજવાળવા ઠીકરી લીધી અને રાખના ઢગલામાં જઈને બેઠો.


તેથી મારા શબ્દોને લીધે મને મારા પર નફરત થાય છે, અને ધૂળ તથા રાખમાં બેસીને શોક કરું છું.”


ઓ લોકના પાલકો, તમે પોક મૂકો, અને વિલાપ કરો, ઓ ટોળાના માલિકો, રાખમાં આળોટીને શોક કરો; કારણ, તમારી ક્તલનો સમય આવી પહોંચ્યો છે; માતેલા ઘેટાની જેમ તમે પણ કપાઈને પડશો.


પ્રભુ પોતાના લોકોને કહે છે, “હે મારાં સંતાનો, શોક પ્રદર્શિત કરવા તાટ પહેરીને રાખમાં આળોટો; જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે વિલાપ કરે, તેમ હૈયાફાટ રુદન કરો; કારણ, તમારો વિનાશક ઓચિંતો ત્રાટકશે.


યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે.


તેઓ તારે વિશે આ શોકગીત ગાશે: હે ખ્યાતનામ નગરી, તારો કેવો નાશ થયો છે! તારે ત્યાં સાગરખેડૂઓ વસતા હતા. તારી અને તારા રહેવાસીઓની સમુદ્ર વિસ્તારમાં આણ પ્રવર્તતી હતી. દરિયા કાંઠાના તમામ લોકો પર તમારી ધાક હતી.


એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.


ગાથમાંના આપણા શત્રુઓને આપણા પરાજય વિષે જણાવશો નહિ. તેઓ તમને વિલાપ કરતા જુએ એવું થવા દેશો નહિ. બેથ-લાફ્રાહ (અર્થાત્ ધૂળનાં ઘર)ના લોકો, તમે ધૂળમાં આળોટીને તમારી હતાશા પ્રગટ કરો.


રણક્ષેત્રમાંથી બિન્યામીનના કુળનો એક માણસ નાઠો અને એ જ દિવસે શીલોમાં આવી પહોંચ્યો. શોક દર્શાવવા તેણે પોતાનાં વસ્ત્ર ફાડી નાખ્યાં હતાં અને પોતાના માથા પર ધૂળ નાખી હતી.


Lean sinn:

Sanasan


Sanasan