Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:26 - પવિત્ર બાઇબલ C.L.

26 તારા હલેસાંબાજો તને ભરદરિયે લઈ ગયા અને ત્યાં પવને તને કાંઠાથી દૂર મધદરિયે ભાંગી નાંખ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે. પૂર્વના વાયુએ સમુદ્રની વચ્ચે તને ભાંગી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તારા હલેસાં મારનારા તને ભરસમુદ્રમાં લાવ્યા છે; પૂર્વના પવનોએ તને સમુદ્રની વચ્ચે ભાંગી નાખ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 પરંતુ હવે તારા કુશળ ખલાસીઓ તને ભરસમુદ્રમાં લઇ ગયા છે. તારું સમર્થ વહાણ પૂર્વના તોફાની પવનોમાં સપડાયું છે અને મધદરિયે તારા ભુક્કેભુક્કા ઉડાવી દીધા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:26
13 Iomraidhean Croise  

ઉત્તરના વાવાઝોડાથી તાર્શીશનાં વહાણોના ચૂરેચૂરા થતા હોય તેવી તેમની દશા થઈ.


અમે જેમ ઈશ્વરનાં મહાન કાર્યો વિષે સાંભળ્યું હતું, તે જ પ્રમાણે સેનાધિપતિ પ્રભુના નગરમાં, હા, ઈશ્વરના નગરમાં, અમે અમારી સગી આંખે થતું નિહાળ્યું છે! ઈશ્વર તે નગરને સદાસર્વદા ટકાવી રાખશે. (સેલાહ)


હે તાર્શિશના વહાણવટીઓ, તમે વિલાપ કરો. તમારા ગઢ સમા નગરનો નાશ થયો છે.


પૂર્વના પવનથી જેમ ધૂળ ઊડી જાય, તેમ હું તેમના શત્રુઓ આગળ તેમને વેરવિખેર કરી નાખીશ. તેમના પર આફત આવી પડશે ત્યારે હું તેમના તરફ મારું મુખ નહિ, પણ મારી પીઠ ફેરવીશ.”


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તને વસ્તીહીન ખંડેર નગર જેવું ઉજ્જડ બનાવી દઈશ, અને તારા પર સમુદ્રનાં પાણી ફેરવી વાળીશ અને તને અગાધ પાણીમાં ઢાંકી દઈશ.


તું ભાંગી ગયું તે દિવસે તારી ધનસંપત્તિ, તારી બધી વેપારસામગ્રી, તારા સર્વ ખલાસીઓ અને સુકાનીઓ, મરામત કરનાર કારીગરો અને વેપારીઓ અને બધા સૈનિકો દરિયામાં ડૂબી ગયા.


હવે સાગરમાં તારા ભૂકેભૂકા બોલી ગયા છે. તું ડૂબી ગયું છે. તારી સાથે તારો સર્વ માલસામાન અને તારાં બધાં માણસો સમુદ્રમાં તળિયે ડૂબી ગયાં છે.


તેઓ તને મારી નાખીને તને દરિયાના તળિયે ફેકી દેશે.


પણ તરત જ ‘ઇશાનિયા પવન’ તરીકે ઓળખાતો સખત પવન ટાપુ પરથી ફુંકાવા લાગ્યો.


પણ વહાણ સમુદ્રમાંના રેતીના ટેકરા સાથે અથડાયું. વહાણનો આગલો ભાગ ખૂંપી ગયો અને આગળ વધી શક્યો નહિ, જ્યારે ભયંકર મોજાંથી પાછલા ભાગના ભાંગીને ટુકડેટુકડા થઈ ગયા.


દૂતે મને એ પણ કહ્યું, “જે ઘણાં પાણી તેં જોયાં, જેના પર પેલી વેશ્યા બેઠી છે, તે તો પ્રજાઓ, લોકો, રાષ્ટ્રો અને ભાષાઓ છે.


Lean sinn:

Sanasan


Sanasan