Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:17 - પવિત્ર બાઇબલ C.L.

17 યહૂદા અને ઇઝરાયલના લોકો પણ તારો માલ ખરીદતા અને બદલામાં તને ઘઉં, મધ અને ઓલિવ તેલ તથા ગૂગળ આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 યહૂદિયા તથા ઇઝરાયલ દેશના લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, લાખ, મધ, તેલ તથા બોળ આપીને તારો માલ લેતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 યહૂદિયા તથા ઇઝરાયલી લોકો તારી સાથે વેપાર કરતા હતા. તેઓ મિન્નીથનાં ઘઉં, બાજરી, મધ, તેલ, ઔષધ તથા બોળ આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 “‘યહૂદા અને ઇસ્રાએલના લોકો તારો માલ ખરીદી બદલામાં તને ઘઉં, જૈતુન, મધ, લાખ, તેલ તથા સુગંધીત દ્રવ્યો આપતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:17
9 Iomraidhean Croise  

તેમના પિતા ઇઝરાયલે તેમને કહ્યું, “જો એમ જ હોય તો આમ કરો, તમે એ માણસને માટે તમારી ગૂણોમાં દેશની ઉત્તમ પેદાશ એટલે થોડો ગુગળ, થોડું મધ, સુગંધી દ્રવ્યો, બોળ, પિસ્તાં અને બદામ લઈ જાઓ.


મારા માણસો લબાનોનથી સમુદ્રકિનારા સુધી લાકડાં લઈ આવશે અને ત્યાંથી તેમને તરાપા પર બાંધીને તમે નક્કી કરો તે સ્થળે સમુદ્રમાર્ગે લઈ આવશે. ત્યાં મારા માણસો તેમને છોડી દેશે અને તમારા માણસો તેમનો કબજો સંભાળી લેશે. તમે મારા માણસોને ખાદ્ય સામગ્રી પૂરી પાડો એટલી મારી માગણી છે.”


તમારા માણસોની ખોરાકી માટે હું બે હજાર ટન ઘઉં, બે હજાર ટન જવ, ચાર લાખ લીટર દ્રાક્ષાસવ અને ચાર લાખ લીટર ઓલિવતેલ પૂરાં પાડીશ.”


લોકોએ સલાટો અને સુથારોનું વેતન ચૂકવવા પૈસા આપ્યા અને સમુદ્રમાર્ગે યાફા સુધી લાવવાનાં લબાનોનનાં ગંધતરુનાં લાકડાં માટે તૂર અને સિદોન શહેરોને મોકલવા ખોરાકપાણી અને ઓલિવ તેલ આપ્યાં. એ બધું ઈરાનના સમ્રાટ કોરેશની પરવાનગી પ્રમાણે કરવામાં આવ્યું.


શું ગિલ્યાદમાં કોઈ વિકળાના વૃક્ષનો લેપ ઉપલબ્ધ નથી? શું ત્યાં કોઈ વૈદ નથી? તો પછી મારા લોકનો કારી ઘા હજુ કેમ રૂઝાયો નથી?


હેરોદ તૂર અને સિદોનના લોકો પર ઘણો ક્રોધે ભરાયો હતો; તેથી તેમનું પ્રતિનિધિમંડળ હેરોદને મળવા ગયું. પ્રથમ તેમણે મહેલના કારભારી બ્લાસ્તસને પોતાના પક્ષનો કરી લીધો. પછી તેમણે હેરોદ પાસે જઈને સમાધાન માટે વિનંતી કરી. કારણ, હેરોદના રાજ્યમાંથી તેમના દેશને અન્‍ન પુરવઠો મળતો હતો.


વળી, ગાયોનું માખણ, ઘેટાંબકરાંનું દૂધ, ઘેટાંબકરાંની ચરબી, બાશાન પ્રદેશના આખલા અને બકરાં અને ઉત્તમ પ્રકારના ઘઉં અને શ્રેષ્ઠ દ્રાક્ષાસવથી તેમનું પોષણ કર્યું.


ત્યાં ઘઉં અને જવ પાકે છે, ત્યાં દ્રાક્ષ, અંજીર અને દાડમ થાય છે, ત્યાં ઓલિવ તેલ અને મધ ઉપજે છે.


તેણે તેમને અરોએરથી મીન્‍નીથના વિસ્તાર સુધી બધાં મળીને વીસ નગરોમાં અને છેક આબેલ-ર્કાનાઈમ સુધી માર્યા. મહા ભારે ક્તલ થઈ, અને ઇઝરાયલીઓની આગળ આમ્મોનીઓ તાબે થઈ ગયા.


Lean sinn:

Sanasan


Sanasan