Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:13 - પવિત્ર બાઇબલ C.L.

13 ગ્રીસ, તુબાલ અને મેશેખ સાથે તારો વેપાર ચાલતો અને તેઓ ગુલામો અને તાંબાનાં વાસણો આપીને બદલામાં તારો માલ લેતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 યાવાન, તુબાલ તથા મેશેખ તારી સાથે વેપાર કરતા હતા; તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને તેમને બદલે તારો માલ લેતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 યાવાન, તુબાલ તથા મેશેખથી તેઓ તારી સાથે વેપાર કરતા હતા, તેઓ ગુલામો તથા પિત્તળનાં વાસણો આપીને બદલામાં તારો માલ લઈ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 ગ્રીસ, તુબાલ અને મેશેખથી વેપારીઓ ગુલામો અને પિત્તળના વાસણો લાવતા હતા અને બદલામાં તારો માલ લઇ જતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:13
17 Iomraidhean Croise  

યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તીરાસ.


યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ.


યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તિરાશ.


યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.


અરેરે, તેમની મધ્યે વસવું એ તો મારે માટે મેશેખમાં દેશનિકાલ થવા જેવું અથવા કેદારના તંબૂઓમાં વસવા બરાબર છે.


હું તેમને નિશાની આપીશ અને જેમણે મારી ખ્યાતિ સાંભળી નથી અથવા મારું ગૌરવ જોયું નથી તેવા કેટલાક બચી જવા પામેલાઓને હું તાર્શિશ, પુટ, લુદ, મેશેખ, તુબાલ, યાવાન અને દરિયાપારના દેશોમાં મોકલી આપીશ. તેઓ ત્યાંની પ્રજાઓમાં મારો મહિમા પ્રગટ કરશે.


તારા માલની વિપુલતાને લીધે તાર્શિશ સાથે તારો વેપાર હતો અને તારા માલના બદલામાં તું ત્યાંથી રૂપું, લોખંડ, કલાઈ અને સીસું લાવતું.


દેદાન પ્રદેશના લોકો અને ગ્રીકો સૂતર આપીને તારો માલ લેતા. તેઓ તારા માલના બદલામાં ઘડતરનું લોઢું, દાલીચીની અને તજ પણ આપતા.


ત્યાં મેશેખ અને તૂબાલ છે. તેમની ચારે તરફ તેમના સૈનિકોની કબરો છે. એ બધા પરપ્રજાના લોક હતા અને લડાઇમાં માર્યા ગયા હતા. એક સમયે તેઓ પૃથ્વીના લોકો પર ત્રાસ વર્તાવતા હતા.


હે મનુષ્યપુત્ર, તું ગોગની વિરુદ્ધ સંદેશ પ્રગટ કરીને તેને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે: “હે મેશેખ અને તુબાલના મુખ્ય શાસક ગોગ, હું તારી વિરુદ્ધ છું.


તેણે કહ્યું, “હું તારી પાસે શા માટે આવ્યો તે તું જાણે છે? હું તો તારી આગળ સત્યના ગ્રંથમાંનું લખાણ પ્રગટ કરવા આવ્યો છું. મારે પાછા જઈને ઇરાનના ચોકિયાત દૂત સાથે લડવાનું છે. તે પછી ગ્રીસનો ચોકિયાત દૂત આવશે. ઇઝરાયલના ચોકિયાત દૂત મિખાયેલ સિવાય મને મદદ કરનાર બીજું કોઈ નથી.


હવે હું તને જે કહેવાનો છું તે સત્ય છે.” દૂતે કહ્યું, “ઇરાન પર બીજા ત્રણ રાજાઓ રાજ કરશે, તેમના પછી ચોથો રાજા આવશે, જે બાકીના બધા કરતાં ધનવાન થશે. પોતાની સત્તા અને સમૃદ્ધિના શિખરે પહોંચતાં તે ગ્રીસના રાજ્યને પડકારશે.


બકરો ગ્રીસનું રાજ્ય દર્શાવે છે. તેની આંખો વચ્ચેનું મોટું શિંગડું તે તેનો પ્રથમ રાજા છે.


તેમણે પાસાં ફેંકીને બંદિવાનો વહેંચી લીધા અને વેશ્યાગમન અને શરાબને માટે તેમણે છોકરાં છોકરીઓને ગુલામ તરીકે વેચ્યાં છે.


તમે યહૂદિયા અને યરુશાલેમના લોકોને તેમના પોતાના દેશમાંથી લઈ જઈને તેમને ગ્રીકોને વેચી દીધા છે.


Lean sinn:

Sanasan


Sanasan