Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 27:12 - પવિત્ર બાઇબલ C.L.

12 તારા માલની વિપુલતાને લીધે તાર્શિશ સાથે તારો વેપાર હતો અને તારા માલના બદલામાં તું ત્યાંથી રૂપું, લોખંડ, કલાઈ અને સીસું લાવતું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે તાર્શીશ તારી સાથે વેપાર કરતો હતો. તેઓ તારા માલને સાટે રૂપું, લોઢું કલાઈ તથા સીસું આપતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાર્શીશ વેપાર કરતું હતું: તેઓ તારા માલના માટે ચાંદી, લોખંડ, કલાઈ તથા સીસું લાવતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “‘તારી પાસે સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિ હોવાથી તારી સાથે તાશીર્શ વેપાર કરતું હતું. અને તારા બજારમાં તારા માલના બદલામાં ચાંદી, લોખંડ, કલાઇ અને સીસું લવાતું હતું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 27:12
22 Iomraidhean Croise  

યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ અને દોદાનીમ.


હિરામના નૌકાકાફલા સાથે વહાણવટું કરનાર તેનો પોતાનો નૌકાકાફલો પણ હતો. દર ત્રણ વર્ષે તેનાં વહાણો સોનું, ચાંદી, હાથીદાંત, વાંદરા અને માંકડાં લાવતા.


યહોશાફાટ રાજાએ સોનું મેળવવા ઓફિરના દેશમાં જળમાર્ગે જવા નૌકા કાફલો બનાવ્યો; પણ તે એસ્યોન ગેબેર આગળ ભાંગી પડયો અને તેથી તે ત્યાં જઈ શક્યો નહિ.


સમુદ્રની મુસાફરી માટે હિરામ રાજાના નૌકા કાફલા સાથે શલોમોનનો પણ નૌકા કાફલો હતો. દર ત્રણ વર્ષે આ નૌકા કાફલો તાર્શિશથી સોનું, ચાંદી, હાથદાંત, વાંદરા અને મોર લઈ પાછો ફરતો.


તાર્શીશના તથા દરિયાપારના રાજાઓ તેને નજરાણાં ધરો, અને શેબા તથા શેબાના રાજાઓ તેને ખંડણી ભરો.


મહાન અને સુંદર વહાણોને તે ડૂબાડી દેશે.


હે તાર્શિશના લોકો, નાઇલના મુખપ્રદેશની જેમ જમીનમાં ખેતી કરવા માંડો. કારણ, તમારે માટે હવે સમુદ્રનું કોઈ બારું રહ્યું નથી.


હે તાર્શિશના વહાણવટીઓ, તમે વિલાપ કરો. તમારા ગઢ સમા નગરનો નાશ થયો છે.


હે ટાપુના રહેવાસીઓ, વિલાપ કરો. સમુદ્ર પાર કરીને તાર્શિશ નાસી જવા પ્રયાસ કરો.


એ તો તારા ઈશ્વર યાહવેના નામને લીધે અને તને મહિમાવાન કરનાર ઇઝરાયલના પવિત્ર ઈશ્વરને લીધે તારા પુત્રોને સોનારૂપા સહિત દૂરદૂરથી લઈ આવી પ્રતીક્ષા કરી રહેલાં વહાણો છે; એમાં તાર્શીશનાં વહાણો મોખરે છે.


લોકો તાર્શીશથી ચાંદી અને ઉફાઝથી સોનું લાવે છે, કારીગર મૂર્તિઓને ઘડે છે, અને સોની તેમને મઢે છે, તેમને જાંબલી તથા રાતાં વસ્ત્રો પહેરાવવામાં આવે છે; એ બધી મૂર્તિઓ તો કારીગરોએ બનાવેલી છે,


આર્વાદના સૈનિકો તારા કોટની ચોકી કરતા હતા અને ગામાદના માણસો તારા બુરજો સાચવતા હતા. તેઓ તારા કોટ પર પોતાની ઢાલો લટકાવતા હતા. તેમણે જ તને સર્વાંગસુંદર બનાવ્યું હતું.


ગ્રીસ, તુબાલ અને મેશેખ સાથે તારો વેપાર ચાલતો અને તેઓ ગુલામો અને તાંબાનાં વાસણો આપીને બદલામાં તારો માલ લેતાં.


અરામના લોકો તારો વિવિધ જાતનો માલ ખરીદતા અને બદલામાં તને નીલમ, જાંબુડિયા રંગનું કાપડ, બુટ્ટાદાર વસ્ત્રો, બારીક શણ, પરવાળાં અને માણેક આપતા હતા.


તારા માલની વિપુલતા અને વૈવિયને લીધે દમાસ્ક્સના લોકો તારી સાથે વેપાર કરતા અને બદલામાં તને હેલ્લોનનો દ્રાક્ષાસવ અને સહારનું ઊન આપતા.


તારી વેપારસામગ્રી સમુદ્રો વટાવી દેશવિદેશ પહોંચતી ત્યારે તું ઘણી પ્રજાઓને સંતુષ્ટ કરતું. તારા વિપુલ માલથી રાજાઓ ધનાઢય બનતા.


તારો વેપાર વધી ગયો હોવાથી તું હિંસક બન્યો અને પાપ કરવા લાગ્યો. તેથી મેં તને પતિત ગણીને મારા પવિત્ર પર્વત પરથી હાંકી કાઢયો, તારું રક્ષણ કરનાર દૂતે પણ તને ઝળહળતાં રત્નોમાંથી હાંકી કાઢયો.


તેં બુદ્ધિમાન વેપારીની બુદ્ધિથી ઘણો નફો કર્યો છે. તારી સંપત્તિને લીધે તારું મન ગર્વિષ્ઠ બન્યું છે.


શેબા અને દેદાનના લોકો અને તાર્શિશના વેપારીઓ અને આગેવાનો તને પૂછશે, ‘શું તૂં લૂંટ કરવા આવ્યો છે? શું સોનુરૂપું લૂંટી લેવા, પશુસંપત્તિ અને ધનસંપત્તિ ઉઠાવી જવા તેં તારું સૈન્ય એકઠું કર્યું છે?”


પણ યોના તો પ્રભુથી દૂર નાસી જવા ઊલટી દિશામાં જવા તૈયાર થયો. તે જોપ્પા ગયો. ત્યાં તેને તાર્શીશ જતું વહાણ મળી ગયું. પ્રભુથી દૂર નાસી છૂટવા તે ભાડું આપીને તેમાં ખલાસીઓ સાથે બેસી ગયો.


Lean sinn:

Sanasan


Sanasan