Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 26:7 - પવિત્ર બાઇબલ C.L.

7 પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તૂર ઉપર ઉત્તરમાંથી બાબિલપતિ રાજાધિરાજ નબૂખાદનેસ્સારને ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકના જથા સહિત ચઢાવી લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 પ્રભુ યહોવાહ કહે છે: જુઓ! હું તૂરની વિરુદ્ધ બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદનેસ્સારને ઉત્તરમાંથી ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકોનાં જૂથો સહિત લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “તૂરની વિરુદ્ધ હું બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદરેસ્સારને ઉત્તરમાંથી મોટું સૈન્ય, રથો તથા ઘોડેસવારો સાથે લાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 26:7
22 Iomraidhean Croise  

“સમ્રાટ આર્તાશાસ્તા તરફથી આકાશના ઈશ્વરના નિયમશાસ્ત્રમાં વિદ્વાન યજ્ઞકાર એઝરાને શુભેચ્છા.


તે બડાઈ મારે છે, “શું મારા સૈન્યના બધા અધિકારીઓ રાજાઓ નથી?


તેથી હું ઉત્તરની બધી પ્રજાઓને અને મારા સેવક બેબિલોન દેશના રાજા નબૂખાદનેસ્સારને લઈ આવીશ. આ યહૂદિયાના દેશ તથા તેના બધા રહેવાસીઓ અને આસપાસના બધા દેશો સામે યુદ્ધ કરવા હું તેમને લઈ આવીશ. મેં આ દેશોનો તથા તેની આસપાસના દેશોનો સંપૂર્ણ સંહાર કરવાનું નક્કી કર્યું છે. હું તેમની એવી દશા કરીશ કે લોકો એ જોઈને ડઘાઈ જશે, આઘાત પામશે અને તેમની હંમેશને માટે નામોશી થશે.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


ઝાડીમાંથી સિંહ ધસી આવે તેમ પ્રજાઓનો સંહારક પોતાના મુકામમાંથી બહાર નીકળી આવ્યો છે; તે તમારી ભૂમિને ઉજ્જડ કરી નાખશે અને તમારાં નગરોને ખંડિયેર અને વસ્તીહીન કરી દેશે.


એવીલ-મેરોદાખે તેની સાથે સહાનુભૂતિપૂર્વક વાત કરી અને બેબિલોનમાં દેશનિકાલ કરાયેલા જે બીજા રાજાઓ હતા તેમના કરતાં તેને વિશેષ ઊંચું સ્થાન આપ્યું.


તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ થયેલા છે અને તેઓ અત્યંત ક્રૂર અને ઘાતકી છે. તેઓ ઘોડેસ્વાર થઈને આવે છે. ગરજતા સાગરની જેમ, હે યરુશાલેમ, તેઓ તારી વિરુદ્ધ એક બનીને યુદ્ધ કરવા ક્તારબદ્ધ થઈ ધસી આવે છે.”


તે પોતાની સાથે દેશના આગેવાનોને બાન તરીકે ઉઠાવી ગયો કે જેથી તે રાજ્ય નિર્બળ બને અને ફરીથી માથું ન ઊંચકે, પણ સંધિ કરારનું પાલન કરીને તે ટકી રહે.


તેઓ રથો અને રણગાડીઓ અને બખ્તર, ઢાલ અને ટોપથી સજ્જ થયેલા સૈન્ય સાથે તારા પર ઉત્તરમાંથી ધસી આવશે. હું તેમના હાથમાં તારો ન્યાય સોંપી દઈશ. તેઓ તેમનાં ધોરણ પ્રમાણે તને સજા કરશે.


આથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: હે તૂર શહેર, હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને તારી ઉપર ચડાઈ કરાવીશ અને તેઓ સમુદ્રનાં મોજાંની જેમ ચઢી આવશે.


તેથી હું તારા પર આક્રમણ કરવા અત્યંત નિર્દય એવી વિદેશી પ્રજાઓને લઈ આવીશ. તેઓ તારા કૌશલ્યથી મેળવેલી સમૃદ્ધિ પર તેઓ તલવાર ચલાવશે અને તારા વૈભવને વીંધી નાખશે.


નામદાર, આપ રાજાઓમાં સૌથી મહાન છો. આકાશના ઈશ્વરે તમને સામ્રાજ્ય, સત્તા, સામર્થ્ય અને સન્માન આપ્યાં છે.


રાજાએ કહ્યું, “તેં મને સ્વપ્ન અને તેનો અર્થ જણાવ્યો તે પરથી હું જાણું છું કે તારા ઈશ્વર સર્વ દેવો કરતાં મહાન છે, તે રાજાઓના પ્રભુ છે. વળી, તે રહસ્યો ખોલનાર છે.”


પણ હવે હું તેમને એકઠા કરીને સજા કરીશ. થોડા જ સમયમાં આશ્શૂરનો રાજા તેમના પર જુલમ ગુજારશે એટલે તેઓ દુ:ખથી બેવડા વળી જશે.


Lean sinn:

Sanasan


Sanasan