Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 26:3 - પવિત્ર બાઇબલ C.L.

3 આથી હું પ્રભુ પરમેશ્વર પોતે કહું છું: હે તૂર શહેર, હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને તારી ઉપર ચડાઈ કરાવીશ અને તેઓ સમુદ્રનાં મોજાંની જેમ ચઢી આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હે તૂર, જો, હું તારી વિરુદ્ધ છું, ને જેમ સમુદ્રના મોજાં ચઢી આવે છે તેમ હું ઘણી પ્રજાઓને તારા ઉપર ચઢાવી લઈશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તેથી પ્રભુ યહોવાહ કહે છે: ‘હે તૂર, જો હું તારી વિરુદ્ધ છું, હું ઘણી પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા વિરુદ્ધ ઊભી કરીશ!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેથી યહોવા મારા માલિક કહે છે: “હે તૂર, હું તારી વિરુદ્ધ છું, હું અનેક પ્રજાઓને સમુદ્રના ઉછળતાં મોજાની જેમ તારા પર હુમલો કરવા લઇ આવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 26:3
23 Iomraidhean Croise  

ઈશ્વરે આજ્ઞા આપી એટલે તોફાની પવન ફૂંક્યો. તેથી દરિયાનાં મોજાં ખૂબ ઊંચે ઊછળ્યાં.


એ દિવસે તેઓ ઇઝરાયલ પર ધૂઘવતા સમુદ્રની જેમ ગર્જશે. જો કોઈ દેશ પર દષ્ટિપાત કરે તો તેને અંધકાર અને આફત જ દેખાશે. પ્રકાશ પણ વાદળોથી ઘેરાઈ જશે.


હે યરુશાલેમ, તું તારી આસપાસની ખીણોની વચ્ચે વસેલું છે, અને ઊંચા સમતલ ખડક પર સ્થપાયેલું છે. તું ગર્વ કરતાં કહે છે, ‘મારા પર કોણ આક્રમણ કરવાનું છે? અથવા મારા નિવાસસ્થાનમાં કોણ પ્રવેશી શકવાનું છે?’ પણ હું તારી વિરુદ્ધ યુદ્ધ કરીશ.


સેનાધિપતિ પ્રભુ કહે છે, “હે ઘમંડી બેબિલોન, હું તારી વિરુદ્ધ છું; કારણ, તને સજા કરવાનો નિયત દિવસ અને તારા પતનનો સમય આવી પહોંચ્યો છે.


તેમણે પોતાનાં ધનુષ્ય અને તલવાર ધારણ કર્યા છે. તેઓ ક્રૂર તથા ઘાતકી છે. તેઓ ગરજતા સમુદ્રની જેમ ઘોડાઓ પર સવાર થઈને ધસી આવે છે. હે બેબિલોનના લોકો, તેઓ તમારી વિરુદ્ધ લડાઈ માટે સજ્જ થયેલા છે.


બેબિલોન પર જાણે સમુદ્ર ફરી વળ્યો છે અને તેનાં ગરજતાં મોજાંઓએ તેને ઢાંકી દીધું છે.


તેઓ ધનુષ્ય અને ભાલાથી સજ્જ થયેલા છે અને તેઓ અત્યંત ક્રૂર અને ઘાતકી છે. તેઓ ઘોડેસ્વાર થઈને આવે છે. ગરજતા સાગરની જેમ, હે યરુશાલેમ, તેઓ તારી વિરુદ્ધ એક બનીને યુદ્ધ કરવા ક્તારબદ્ધ થઈ ધસી આવે છે.”


ઇઝરાયલ દેશને ચેતવણી આપ કે પ્રભુ આમ કહે છે: હું તારી વિરુદ્ધ છું. હું મારી તલવાર મ્યાનમાંથી કાઢીશ ને તારામાંના સૌનો સંહાર કરીશ.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું તને વસ્તીહીન ખંડેર નગર જેવું ઉજ્જડ બનાવી દઈશ, અને તારા પર સમુદ્રનાં પાણી ફેરવી વાળીશ અને તને અગાધ પાણીમાં ઢાંકી દઈશ.


તારા હલેસાંબાજો તને ભરદરિયે લઈ ગયા અને ત્યાં પવને તને કાંઠાથી દૂર મધદરિયે ભાંગી નાંખ્યું.


ત્યાંના લોકોને કહે કે પ્રભુ પરમેશ્વર તમારે વિશે આ પ્રમાણે કહે છે: સિદોન, હું તારી વિરુદ્ધ છું. હું તારી મધ્યે મારો મહિમા પ્રગટ કરીશ. તારા લોકોને સજા કરીને હું મારી પવિત્રતા પ્રગટ કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.


તેથી હું તારી અને તારી નાઇલ નદીની વિરુદ્ધ છું. હું સમગ્ર ઇજિપ્ત દેશને ઉત્તરના મિગ્દોલ નગરથી માંડી દક્ષિણના સૈન્દ્રને નગર સુધી છેક કૂશની સરહદ સુધી ઉજ્જડ અને વેરાન કરી નાખીશ.


તેને કહે કે, પ્રભુ પરમેશ્વર કહે છે: “હે ગોગ, હું તારી વિરુદ્ધ છું.


તેથી પ્રભુ પરમેશ્વર કહે છે, “હું પોતે પણ તારી વિરુદ્ધ છું અને બધી પ્રજાઓનાં દેખતાં હું તારા પર ન્યાયશાસન લાવીશ.


ઘણી પ્રજાઓ તમારા પર હુમલો કરવા એકઠી થઈ છે. તેઓ કહે છે, “યરુશાલેમનું નિકંદન કાઢી નાખવું જોઈએ. અમે આ શહેરને ખંડિયેર થઈ ગયેલું જોવા માગીએ છીએ.”


સિંહ શિકાર મારી લાવતો અને સિંહણ તથા બચ્ચાં માટે શિકારના ફાડીને ટુકડેટુકડા કરતો. ફાડી નાખેલા માંસથી તે પોતાની બોડ ભરી દેતો.


સર્વશક્તિમાન પ્રભુ કહે છે, “હે નિનવે, હું તને શિક્ષા કરીશ. હું તને નિર્વસ્ત્ર કરી દઈશ અને પ્રજાઓ તારી નગ્નતા જોશે.


પ્રભુ સઘળી પ્રજાઓને યરુશાલેમ વિરુદ્ધ લડાઈ કરવા લઈ આવશે. શહેર સર કરવામાં આવશે, ઘરો લૂંટાશે, અને સ્ત્રીઓની આબરૂ લેવાશે. અડધા લોકોને કેદીઓ બનાવી લઈ જવામાં આવશે, પણ બાકીના તો શહેરમાં જ રહેવા દેવાશે.


પણ પ્રભુ તેનું સઘળું લઈ લેશે. તે તેની સંપત્તિને સમુદ્રમાં ફેંકી દેશે, અને શહેરને બાળીને જમીનદોસ્ત કરી દેવામાં આવશે.


“સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં ચિહ્નો થશે. ઘૂઘવતા સમુદ્રના અને તેનાં ઊછળતાં મોજાંના ભયથી પૃથ્વી પરની બધી પ્રજાઓ નિરાશામાં ઘેરાશે.


Lean sinn:

Sanasan


Sanasan