Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 26:2 - પવિત્ર બાઇબલ C.L.

2 “હે મનુષ્યપુત્ર, તૂર નગરના લોકો આનંદમાં આવી જઈને યરુશાલેમ નગર વિષે બોલી ઊઠયા છે કે ‘આહાહા, પ્રજાઓના પ્રવેશદ્વાર સમું યરુશાલેમ ભાંગી પડયું છે! એનો વેપારધંધો પડી ભાગ્યો છે. તે હવે કદી અમારું હરીફ બની શકશે નહિ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમની વિરુદ્ધ કહ્યું છે કે, ‘વાહ વાહ, જે નગરી પ્રજાઓનો દરવાજો હતી તે ભાંગી ગઈ છે. તે તારી તરફ વળી છે. હવે તે ઉજ્જડ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમ નગરી વિરુદ્ધ કહ્યું કે, “આહા, પ્રજાઓના દરવાજા ભાંગી ગયા છે! તે મારી તરફ વળી છે; એના વિનાશથી હું સમૃદ્ધ થઈશ.’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હે મનુષ્યના પુત્ર, તૂરના લોકોએ આનંદમાં આવીને યરૂશાલેમ વિષે કહ્યું છે કે, ‘આહા! પ્રજાઓના વેપારવાણિજ્યનું ધ્વાર તૂટી ગયું! એના દરવાજા આપણે માટે ખુલ્લા થઇ ગયા! એના વિનાશથી આપણે સમૃદ્ધ થઇશું!’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 26:2
27 Iomraidhean Croise  

તૂરના રાજા હિરામે દાવિદ પાસે રાજદૂતો મોકલ્યા. તેણે દાવિદને મહેલ બાંધવા માટે ગંધતરુનાં લાકડાં, સુથારો અને શિલ્પકારો પૂરા પાડયાં.


તેઓ મારી વિરુદ્ધ ઘાંટા પાડી પાડીને બોલે છે; તેઓ કહે છે, “આહા, આહા, તારું અધમ કામ અમે નજરોનજર જોયું છે.”


જેઓ મારી ઠેકડી ઉડાડતાં “આહા, આહા” કહે છે, તેમને તમે તેમની શરમ ભરેલી વર્તણૂકને લીધે પાયમાલ કરો.


પરંતુ તમારા શોધકો તમારાથી હર્ષિત અને આનંદિત બનો. તમારા ઉદ્ધારના ચાહકો નિરંતર કહો કે, “પ્રભુ કેટલા મહાન છે!”


જેઓ મારી ઠેકડી ઉડાડતાં ‘આહા, આહા’ કહે છે, તેમને તમે તેમની શરમજનક મશ્કરીને લીધે પાછા હટાવો.


ગબાલ નગરના લોકો, આમ્મોનીઓ અને અમાલેકીઓ, પલિસ્તીઓ અને તૂર નગરના નિવાસીઓ સાથે છે.


ઓ યરુશાલેમના લોકો, દરવાજામાં થઈને જાઓ, નગરના પ્રવેશદ્વારમાં થઈને બહાર જાઓ. પાછા ફરી રહેલા તમારા લોકને માટે રસ્તો તૈયાર કરો. ધોરીમાર્ગ તૈયાર કરો; એમાંથી પથ્થરો વીણી કાઢો. લોકોને સંકેત આપવાને વજા ફરકાવો.


ત્યાર પછી અદોમ, મોઆબ, આમ્મોન, તૂર અને સિદોનના રાજાઓને તેમના રાજદૂતોની મારફતે સંદેશો મોકલ; એ રાજદૂતો યહૂદિયાના રાજા સિદકિયાને મળવાને યરુશાલેમ આવેલા છે. તું તેમને તેમના રાજર્ક્તાઓને આ પ્રમાણે સંદેશ આપવા જણાવ:


પલિસ્તીઓની પાયમાલીનો સમય આવી પહોંચ્યો છે, તૂર અને સિદોનથી તેમને મળતી બધી મદદ કાપી નાખવામાં આવશે. ક્રીત ટાપુ પરથી નાસી છૂટીને અહીં આવી વસેલા બાકીના પલિસ્તીઓનો હું સંહાર કરીશ.


આમ્મોનના લોકો વિષે પ્રભુ આ પ્રમાણે કહે છે: “શું ઇઝરાયલ લોકોનાં સંતાનો નથી? શું તેમના વંશવારસો રહ્યા નથી? તો પછી શા માટે મિલ્કોમ દેવની પૂજા કરનારા લોકો ગાદ પ્રદેશનો કબજો લઈને ત્યાંનાં નગરોમાં વસવાટ કરે છે?


એક સમયે યરુશાલેમમાં ભરચક વસ્તી હતી, પણ અત્યારે તે સાવ નિર્જન બની ગયું છે. એક સમયની અગ્રગણ્ય મહાનગરી આજે વિધવા થઈ બેઠી છે. પ્રાંતોમાં જે રાણી જેવી હતી, તે હવે ગુલામડી બની ગઈ છે.


જેથી પ્રજા તરીકે મોઆબનું નામનિશાન રહેશે નહિ.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “તમને ઇઝરાયલ દેશ પ્રત્યે ભારોભાર ઇર્ષ્યા હોવાથી તેની દુર્દશા જોઈને તમારા મનમાં આનંદ થયો છે અને તેથી તમે તાળીઓ પાડીને આનંદથી નાચ્યા છો.


પ્રભુ પરમેશ્વર કહે છે: “મોઆબે એમ કહ્યું હતું કે, ‘અરે, યહૂદિયાના લોકો પણ અન્ય પ્રજાઓ જેવા જ છે.’


અમારા દેશનિકાલના અગિયારમા વર્ષે મહિનાના પ્રથમ દિવસે મને પ્રભુનો સંદેશ મળ્યો:


જો કે હું પ્રભુ યહૂદા અને ઇઝરાયલનો ઈશ્વર છું, તોપણ તેઓ તેમના પ્રદેશ સહિત તારાં છે અને તું તેમના પર કબજો જમાવશે એવું તું બોલ્યો હતો.


પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ”


“હે તૂર, સિદોન અને સમગ્ર પલિસ્તિયા, તમે મને શું કરવા માગો છો? શું તમે મને કશાકનું ચુકવણું કરવા માગો છો. જો એમ હોય તો હું તમને તે તરત ચૂકવી દઈશ!


તે પછી તે સરહદ રામા તરફ વળીને તૂરનાં કિલ્લેબંધીવાળાં નગરો તરફ ગઈ; અને ત્યાંથી હોસા તરફ વળીને ભૂમધ્ય સમુદ્ર આગળ પૂરી થઈ. તેમાં મહાલેબ, આખ્મીબ,


Lean sinn:

Sanasan


Sanasan