Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 26:18 - પવિત્ર બાઇબલ C.L.

18 તારી પડતીના દિવસે સમુદ્રદ્વીપો કાંપી ઊઠશે અને તેઓ તારા વિનાશથી ભયભીત થઈ જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તારી પડતીને દિવસે દ્વીપો કાંપશે; હા, સમુદ્રમાંના દ્વીપો તારો વિનાશ જોઈને ભયભીત થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તારા પતન વખતે દ્વીપો ધ્રૂજી ઊઠશે, સમુદ્રના બધા દ્વીપો તારા સર્વનાશથી ભયભીત થશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 તારા પતન વખતે આજે કાંઠાપ્રદેશ ધ્રુજી ઊઠયો છે, અને સમુદ્રના બધાં દ્વીપો તારા સર્વનાશથી કાંપી ઊઠયા છે.’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 26:18
9 Iomraidhean Croise  

એ જોઈને ટાપુઓ ગભરાયા અને પૃથ્વીના છેડેછેડા ધ્રૂજી ઊઠયા. ત્યાંના બધા લોક આવીને ભેગા થાય છે.


તેમના પછડાવાના અવાજથી ધરતી કાંપી ઊઠશે અને તેનો ધડાકો છેક સૂફ સમુદ્ર સુધી સંભળાશે.


બેબિલોનના પતનના ધબકારાથી ધરતી કાંપી ઊઠે છે અને તેનો ધડાકો દૂરદૂરના દેશો સુધી સંભળાય છે.”


પ્રભુ પરમેશ્વર તૂર નગરને આ પ્રમાણે કહે છે: “તારા પતનના અવાજથી અને તારામાં ચાલતી કત્લેઆમથી ઘાયલ થયેલાંની કરુણ ચીસો સાંભળીને સમુદ્રકાંઠા પર વસતા લોકો થરથરી ઊઠશે.


તારી પાયમાલી જોઈને દરિયાકાંઠાના પ્રદેશોના લોકો સ્તબ્ધ થઈ ગયા છે. રાજાઓ પણ ભયભીત થઈ ગયા છે ને તેમના ચહેરા પર ગભરાટ છવાયો છે.


પ્રભુ પરમેશ્વર પ્રમાણે કહે છે: “જે દિવસે એ વૃક્ષ મૃતકોની દુનિયા શેઓલમાં પહોંચી જશે, તે દિવસે શોકની નિશાની તરીકે પાતાળ એને ઢાંકી દે તેમ હું કરીશ. હું નદીઓના જળપ્રવાહ રોકી રાખીશ ને ઝરણાંઓને બહાર આવવા દઇશ નહિ. વૃક્ષના મૃત્યુને કારણે હું લબાનોન પર્વત પર અંધકાર આણીશ ને વનનાં બધાં વૃક્ષોને કરમાવી નાખીશ.


Lean sinn:

Sanasan


Sanasan