Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 26:16 - પવિત્ર બાઇબલ C.L.

16 દરિયો ખેડનાર સમુદ્રતટના દેશોના રાજાઓ પોતાના રાજ્યાસન પરથી નીચે ઊતરી જશે, તેઓ પોતાનો રાજદ્વારી પોષાક અને ભરતકામવાળા જામા બદલી નાખશે અને ધ્રૂજતાં ધ્રૂજતાં જમીન પર બેસી પડશે. તેઓ તારા પતનથી ચોંકી ઊઠીને સતત ધ્રૂજ્યા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 એ વખતે સમુદ્ર કાંઠા ના સર્વ હાકેમો પતાનાં રાજ્યાસનો પરથી ઊતરી જઈને પોતાના ઝબ્બાઓ કાઢી નાખશે, ને પોતાનાં બુટ્ટાદાર વસ્ત્રો ઉતારશે. તો ધ્રૂજતાં ધ્રૂજતાં વસ્ત્રો પહેરશે; તેઓ જમીન પર બેસશે, ને દરેક પળે ધ્રૂજશે, ને તને જોઈને વિસ્મય પામશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 કેમ કે સમુદ્રના બધા સરદારો તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને પોતાના ઝભ્ભાઓ કાઢી નાખશે અને પોતાનાં ભરતકામનાં વસ્ત્રો ઉતારશે, તેઓ બીકનાં વસ્ત્રો પહેરશે, તેઓ જમીન પર બેસશે અને તું નિરંતર ધ્રૂજશે અને તારા વિષે વિસ્મય પામશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તૂરની જે દશા થઇ છે તે જોઇને સમુદ્ર તટ પર વસતી પ્રજાઓના રાજાઓ તેઓની રાજગાદી પરથી નીચે ઊતરશે અને તેઓના ઝભ્ભાઓ અને સુંદર પોશાકો બાજુ પર મૂકીને ભયભીત થઇને જમીન પર બેસશે. તારી દુર્દશા જોઇને તેઓને ધ્રુજારી ચડી જશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 26:16
32 Iomraidhean Croise  

જ્યારે તારા શત્રુઓ લજ્જાથી ઢંકાશે, અને દુષ્ટોના તંબુઓનો વિનાશ થશે.”


વસ્ત્રની જેમ તે સતત શાપ માટે ધારણ કરતો હતો; પીધેલા પાણીની જેમ તેના શાપ તેના શરીરની અંદર પ્રવેશો, અને માલિશના તેલની જેમ તેનાં હાડકાં સુધી પહોંચો.


મારા પર આરોપ મૂકનારા કલંકથી ઢંકાઈ જાઓ; પોતાની શરમના આવરણથી તેઓ ઢંકાઈ જાઓ.


તેના શત્રુઓને હું પરાજયની લજ્જાથી ઢાંકી દઈશ; પરંતુ રાજાનો મુગટ તેના મસ્તક પર ઝળહળતો રહેશે.


મારા સંકટમાં આનંદ કરનારાઓને તમે લજ્જિત કરો અને મૂંઝવી દો, મારા પર રૂઆબ કરનારાઓને તમે શરમિંદા અને અપમાનિત કરો.


અદોમના આગેવાનો ગભરાઈ ગયા છે; મોઆબના બળવાન પુરુષો થરથરે છે. કનાનના સર્વ રહેવાસીઓ હિંમત ગુમાવી બેઠા છે; તેમનામાં ભય અને ગભરાટ વ્યાપી ગયો છે.


શહેરના દરવાજા શોકવિલાપ કરશે, બલ્કે તે ઉજ્જડ બની જમીનદોસ્ત થઈ જશે.


એ જોઈને ટાપુઓ ગભરાયા અને પૃથ્વીના છેડેછેડા ધ્રૂજી ઊઠયા. ત્યાંના બધા લોક આવીને ભેગા થાય છે.


પ્રભુ કહે છે, “ઓ બેબિલોન નગરી, નીચે ઊતરીને ધૂળમાં બેસ; રાજ્યાસન પરથી ઊતરી પડીને જમીન પર બેસ. તું તો અજેય નગરી, કુંવારી કન્યાસમી હતી. પણ હવે તો નાજુકનમણી રહી નથી, તું તો ગુલામડી બની છે.


હે યરુશાલેમ, તારી ધૂળ ખંખેરી નાખ અને ઊઠીને રાજ્યાસન પર બિરાજમાન થા. હે સિયોનના બંદીવાન લોકો, તમારી ગરદન પરની જંજીરોથી મુક્ત થાઓ.


એને લીધે મોઆબના ચૂરેચૂરા થયા છે અને તે કરુણ આક્રંદ કરે છે. મોઆબ અપમાનથી શરમિંદું થયું છે, તે ખંડેર બન્યું છે અને તેની આસપાસના લોકોમાં આશ્ર્વર્ય અને મશ્કરીનું પાત્ર બન્યું છે.” આ પ્રભુની વાણી છે.


યરુશાલેમના વૃદ્ધો જમીન પર મૂંગે મોંએ બેઠા છે. તેમણે પોતાના માથા પર ધૂળ નાખી છે અને શરીર પર તાટ વીંટાળ્યું છે. યુવતીઓએ પોતાનાં માથાં જમીન સુધી ઢાળી દીધાં છે.


મેં તને ભરત ભરેલાં વસ્ત્ર પહેરાવ્યાં અને તને સુંદર ચામડાની મોજડીઓ આપી. મેં તને અળસીરેસાનો શ્વેત દુપટ્ટો બાંધ્યો અને તને રેશમી વસ્ત્ર પહેરાવ્યાં.


હું તારો કારમો અંત લાવીશ અને તારું નામનિશાન રહેશે નહિ. લોકો તારી શોધ કરશે પણ તું કદી જડશે નહિ.”


તારા સૌંદર્યને લીધે તું ગર્વિષ્ઠ બન્યો અને તારી કીર્તિને લીધે તારી બુદ્ધિ ભ્રષ્ટ બની હતી. પરિણામે, મેં તને જમીનદોસ્ત કર્યો અને બીજા રાજાઓ માટે તને ચેતવણીરૂપ બનાવ્યો છે.


પ્રભુ પરમેશ્વર પ્રમાણે કહે છે: “જે દિવસે એ વૃક્ષ મૃતકોની દુનિયા શેઓલમાં પહોંચી જશે, તે દિવસે શોકની નિશાની તરીકે પાતાળ એને ઢાંકી દે તેમ હું કરીશ. હું નદીઓના જળપ્રવાહ રોકી રાખીશ ને ઝરણાંઓને બહાર આવવા દઇશ નહિ. વૃક્ષના મૃત્યુને કારણે હું લબાનોન પર્વત પર અંધકાર આણીશ ને વનનાં બધાં વૃક્ષોને કરમાવી નાખીશ.


તારા પ્રત્યેનો મારો વર્તાવ જોઇને ઘણા દેશો આઘાત પામશે. તેમના દેખતાં હું મારી તલવાર વીંઝીશ ત્યારે તેમના રાજાઓ ભયથી થથરી ઊઠશે. જે દિવસે તારું પતન થશે તે જ દિવસે તેઓ બધા પોતાનો પ્રાણ જવાના ડરથી કાંપી ઊઠશે.”


રાજા શોક પાળશે અને રાજકુમાર નિરાશાથી ઘેરાઈ જશે અને લોકોના હાથ ભયથી કંપી ઊઠશે. હું તેમનાં આચરણ પ્રમાણે તેમની સાથે વ્યવહાર કરીશ, અને તેમના જ ચુકાદા પ્રમાણે હું તેમનો ન્યાય કરીશ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.”


હવે થોડી જ વારમાં હું મારો કોપ તમારા પર રેડી દઈશ અને મારો રોષ તમારા પર ઠાલવીશ. તમારા દુરાચાર અનુસાર તમારો ન્યાય કરીશ અને તમારી મધ્યે ચાલતાં ધૃણાસ્પદ કામો માટે તમને શિક્ષા કરીશ.


રાજાનો ચહેરો ઉદાસ થઈ ગયો. અને તે એટલો ગભરાયો કે તેના ધૂંટણો ધ્રૂજવા લાગ્યા.


“હું પ્રભુ તેમના શત્રુઓ પર સિંહની જેમ ગર્જીશ અને મારા લોક મને અનુસરશે. તેઓ પશ્ર્વિમમાંથી મારી પાસે ઉતાવળે આવશે.


એ સમાચાર સાંભળીને નિનવેનો રાજા પણ પોતાની ગાદી પરથી ઊતરી પડયો, પોતાનો રાજવી પોષાક ઉતારી નાખ્યો અને કંતાનનાં વસ્ત્ર પહેરી રાખમાં બેઠો.


હું રાજ્યોને ઉથલાવી પાડીશ અને તેમની સત્તાનો અંત લાવીશ. હું રથો અને તેમના સારથિઓને ઉથલાવી પાડીશ. ઘોડા મૃત્યુ પામશે અને ઘોડેસવારો એકબીજાની ક્તલ કરશે.


તે જ પ્રમાણે, તમારા યુવાનોએ આગેવાનોને આધીન રહેવું. તમે એકબીજાની સેવા કરી શકો માટે તમારે બધાએ નમ્રતા ધારણ કરવી. કારણ, શાસ્ત્રમાં લખેલું છે: “ઈશ્વર અભિમાનીનો તિરસ્કાર કરે છે પણ નમ્રને કૃપા આપે છે.”


તેનાં વ્યભિચાર અને વાસનામાં ભાગ લેનાર પૃથ્વીના રાજાઓ તેના બળવાનો ધૂમાડો જોઈને રડશે.


Lean sinn:

Sanasan


Sanasan