Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 26:10 - પવિત્ર બાઇબલ C.L.

10 તેમના ઘોડાઓ દોડવાથી ઊડેલી ધૂળની ડમરીઓથી તું ઢંકાઈ જશે અને જ્યારે તેઓ તારા પ્રવેશદ્વારોમાં થઈને પસાર થશે ત્યારે ઘોડેસ્વારોના અશ્વોના, ગાડાંના અને રથોના ધમધમાટથી તારો કોટ ધ્રૂજી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 તેના ઘોડાઓ પુષ્કળ હોવાથી તેમની ધૂળ તને ઢાંકી નાખશે, કોઈ નગરના કોટમાં બાકોરું પડે છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ જ્યારે તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, પૈડાંના તથા રથોના ઘમઘમાટથી તારા કોટ થથરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેના ઘોડાઓ ઘણાં હોવાથી તેમની ધૂળ તને ઢાંકી દેશે, નગરના દરવાજા પર હુમલો થાય છે ત્યારે જેમ લોકો તેમાં પેસી જાય છે, તેમ તે તારા દરવાજાઓમાં પ્રવેશ કરશે ત્યારે ઘોડેસવારોના, રથોનાં પૈડાંના અવાજથી તારી દીવાલ કંપી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેના હજારો ઘોડાઓએ ઉડાડેલી ધૂળની રજથી તું છવાઇ જશે. ભંગાણ પડેલા શહેરમાં લોકો પ્રવેશ કરે તેમ તે તારા બારણામાં થઇને દાખલ થશે. ત્યારે ઘોડાઓ, રથો અને ગાડાંના અવાજથી તારો કિલ્લો ધ્રુજી ઊઠશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 26:10
11 Iomraidhean Croise  

યરુશાલેમ જીતી લેવામાં આવ્યું ત્યારે બેબિલોનના રાજાના બધા સેનાનાયકોએ નગરમાં પ્રવેશ કર્યો અને નગરના વચલા દરવાજા આગળ સભામાં બિરાજમાન થયા. તેઓમાં નેર્ગાલ-શારએસેર, સામ્ગાર-નબૂ, સાર્સખીમ, રા-સારીસ, નેર્ગોલ-શારએસેર, રાબ-માગ તથા બીજા અધિકારીઓનો સમાવેશ થતો હતો.


‘જુઓ, દુશ્મન વાદળની જેમ ચઢી આવે છે; તેના રથો વંટોળ જેવા અને તેના અશ્વો ગરુડ કરતાં વેગવાન છે.’ ‘અરે, આપણું આવી બન્યું, આપણે તો લૂંટાઈ ગયા!’


તેના અલમસ્ત ઘોડાઓની ખરીઓના ધડકારા અને રથોના ખડખડાટ અને પૈડાંનો ગડગડાટ સાંભળીને પિતાઓનાં ગાત્ર શિથિલ થઈ ગયા છે, તેથી તેઓ પોતાનાં બાળકોને બચાવવા પણ રોક્તા નથી.


તેઓ રથો અને રણગાડીઓ અને બખ્તર, ઢાલ અને ટોપથી સજ્જ થયેલા સૈન્ય સાથે તારા પર ઉત્તરમાંથી ધસી આવશે. હું તેમના હાથમાં તારો ન્યાય સોંપી દઈશ. તેઓ તેમનાં ધોરણ પ્રમાણે તને સજા કરશે.


પ્રભુ પરમેશ્વર તૂર નગરને આ પ્રમાણે કહે છે: “તારા પતનના અવાજથી અને તારામાં ચાલતી કત્લેઆમથી ઘાયલ થયેલાંની કરુણ ચીસો સાંભળીને સમુદ્રકાંઠા પર વસતા લોકો થરથરી ઊઠશે.


પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે.


તે તારો કોટ તોડવા કોટભંજક યંત્રોથી મારો ચલાવશે અને લોખંડનાં ઓજારોથી તારા બુરજો તોડી પાડશે.


ડૂબતા ખલાસીઓની ચીસોના પડઘાથી કિનારા ધ્રૂજી ઊઠયા.


તેથી યજ્ઞકારોએ રણશિંગડાં વગાડયાં અને એ સાંભળતાંની સાથે જ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડયો એટલે શહેરનો કોટ તૂટી પડયો. પછી ભારે ધસારા સાથે આખું સૈન્ય શહેરમાં સીધેસીધું ધૂસી ગયું અને તેને જીતી લીધું.


પછી યજ્ઞકારો લાંબે સાદે રણશિંગડાં વગાડે એટલે તે સાંભળતાંની સાથે જ સર્વ લોકોએ યુદ્ધનો મોટો પોકાર પાડવો, એટલે શહેરનો કોટ તૂટી પડશે. પછી સૈન્યના બધા માણસોએ પોતે જ્યાં હોય ત્યાંથી સીધેસીધા શહેરમાં ધૂસી જવું.”


Lean sinn:

Sanasan


Sanasan