Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 25:4 - પવિત્ર બાઇબલ C.L.

4 તેથી હું તમને પૂર્વના રણપ્રદેશની પ્રજાઓના કબજામાં સોંપી દઈશ. તેઓ તમારા દેશમાં પડાવ નાખશે અને ત્યાં વસશે. તેઓ તમારી ઊપજ ખાઈ જશે અને તમારું દૂધ પી જશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 એ માટે જો, હું તને પૂર્વના લોકોના તાબામાં [તેમના] વારસા તરીકે સોંપી દઈશ, ને તેઓ તારા [દેશ] માં પોતાની છાવણીઓ નાખશે, ને તારા [દેશ] માં પોતાનાં મકાનો બાંધશે, તેઓ તારી ઊપજ ખાશે, ને તારું દૂધ પીશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તેથી જુઓ! હું તમને પૂર્વના લોકોને તેઓના વારસા તરીકે આપું છું; તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને તમારામાં પોતાના તંબુઓ બાંધશે. તેઓ તમારાં ફળ ખાશે અને તેઓ તમારું દૂધ પીશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તેથી હું તમને પૂર્વની પ્રજાઓના હાથમાં સુપ્રત કરુ છું. તેઓ તમારી વચ્ચે છાવણી નાખશે અને વસવાટ કરશે. તેઓ તમારા ફળ ખાઇ જશે અને તમારું દુધ પી જશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 25:4
17 Iomraidhean Croise  

પછી યાકોબ ત્યાંથી આગળ ચાલ્યો અને અંતે પૂર્વના લોકોના પ્રદેશમાં જઈ પહોંચ્યો.


પછી યોઆબે આમ્મોનના પાટનગર રાબ્બા પરની ચઢાઈ ચાલુ રાખી અને તે તેને જીતી લેવાની તૈયારીમાં હતો.


પૂર્વના જ્ઞાનીઓ અથવા ઇજિપ્તના જ્ઞાનીઓ કરતાં શલોમોન વિશેષ જ્ઞાની હતો.


“તમારો દેશ ઉજ્જડ થયો છે, અને તમારાં નગરોને અગ્નિથી બાળી નાખવામાં આવ્યાં છે. પરદેશીઓ તમારી નજરોનજર ખેતરો સફાચટ કરી નાખે છે અને તેમને ખેદાનમેદાન કરી નાખે છે.


કોણે પૂર્વના એક રાજાને ઉશ્કેરીને પોતાના ન્યાયીપણાના પ્રતિપાદન અર્થે બોલાવ્યો છે? કોણે પ્રજાઓને તેના હાથમાં સોંપી દીધી છે? કોણે રાજાઓને એને તાબે કરી દીધા છે? તે પોતાની તલવારથી તેમને ધૂળમાં મેળવી દે છે અને પોતાનાં તીરોથી તેમને ઊડી જતા તરણા જેવા કરી નાખે છે.


તેઓ ઘર બાંધે અને બીજા કોઈ રહેવા લાગે અથવા તેઓ દ્રાક્ષવાડી વાવે અને બીજા કોઈ દ્રાક્ષાસવ પી જાય એવું હવે હવે બનશે નહિ. મારા લોકનું આયુષ્ય વૃક્ષોની આવરદા જેટલું દીર્ઘ થશે. મારા પસંદ કરેલા લોક પોતાની મહેનતનું ફળ લાંબા સમય સુધી મેળવતા રહેશે.


“તેમણે મારાં બધાં પાપ લક્ષમાં લીધાં અને તેમને એક સાથે બાંધ્યાં. પછી તેમણે તે મારી ગરદન પર લટકાવ્યાં અને તેના ભારથી હું નિર્બળ થઈ ગઈ. પ્રભુએ મને મારા શત્રુઓના હાથમાં સોંપી દીધી અને હું નિ:સહાય બની ગઈ.


જેથી પ્રજા તરીકે મોઆબનું નામનિશાન રહેશે નહિ.


તો હું તમને આવી સજા કરીશ: હું તમારા પર ઓચિંતી આફત લાવીશ. તમે આંધળા બની જાઓ અને તમારી જીવનશક્તિ હણાઈ જાય તેવા અસાય રોગો અને તાવ હું તમારા પર મોકલીશ. તમે વાવશો પણ ખાવા નહિ પામો; તમારા દુશ્મનો તે ખાઈ જશે.


બલામે પોતાને પ્રભુ તરફથી મળેલી વાણી કહી સંભળાવી. “મોઆબનો રાજા બાલાક મને અરામથી, પૂર્વની પર્વતમાળામાંથી બોલાવી લાવ્યો છે. તેણે કહ્યું, ‘આવ, અને યાકોબના વંશજોને શાપ દે; આવ, અને ઇઝરાયલીઓને ધૂત્કાર.’


અજાણી પ્રજાઓ તમારી મહેનતની બધી પેદાશ લઈ જશે; પણ તમે તો સદા જુલમ વેઠયા કરશો અને તમને કચડી નાખવામાં આવશે.


તેઓ તમારાં ઢોરઢાંકનો તથા તમારા પાકનો ભક્ષ કરી જશે; પરિણામે તમે ભૂખે મરશો. તેઓ તમારો વિનાશ થાય ત્યાં સુધી તમારાં ધાન્ય, દ્રાક્ષાસવ, ઓલિવતેલ, ઢોરઢાંક તથા ઘેટાંબકરાં પડાવી લેશે.


તે પછી મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના સર્વ લોકોએ ભેગા મળીને યર્દન ઓળંગી અને યિભએલની ખીણમાં પડાવ નાખ્યો.


મિદ્યાનીઓ, અમાલેકીઓ અને પૂર્વપ્રદેશની જાતિઓના લોકો તીડોનાં ટોળાંની જેમ ખીણમાં પડયા હતા. તેમની પાસે સમુદ્ર કિનારાની રેતીના રજકણોની જેમ સંખ્યાબંધ ઊંટો હતાં.


ઝેબા અને સાલ્મુન્‍ના તેમના સૈન્ય સાથે ર્ક્કોરમાં હતા. પૂર્વપ્રદેશની જાતિઓના આખા સૈન્યમાંથી માત્ર પંદરેક હજાર જ બાકી રહ્યા હતા; એક લાખ વીસ હજાર સૈનિકો તો માર્યા ગયા હતા.


Lean sinn:

Sanasan


Sanasan